SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ આ સમાચાર વિજયસેન રાજાને મળતાં જ તેમના માણસો ધન લેવા આવ્યા. મનુસ્મૃતિ વગેરે શાસ્ત્રો પ્રમાણે પ્રાચીન કાયદો એવો હતો કે અપુત્રિયાનું ધન રાજા લઇ લે. એ તો એક કુમારપાળ એવો કરૂણાશીલ રાજા થયો જેણે આવી કુપ્રથાને તિલાંજલિ આપી. તેનાથી અઢળક ધન મળતું હતું છતાં જતું કર્યું ! ત્યાર પછી ધીરે-ધીરે આ રિવાજ ભારતમાંથી લુપ્ત થઈ ગયો ! પણ જ્યાં રાજસેવકો મારે ઘેર આવી ધન લેવા લાગ્યા. ત્યાં જ એક બ્રાહ્મણે તેમને અટકાવ્યા અને કહ્યું : તમે આ ધન નહિ લઇ શકો. કેમ ? આનો માલિકે જીવતો છે. ચાલો, બતાવું. બ્રાહ્મણે ખાડો ખોદીને મને જીવતો બહાર કાઢ્યો. વિજયસેન રાજા સહિત આખું નગર આ ઘટનાથી આશ્ચર્યના સાગરમાં ડૂબી ગયું. એ જગ્યાએ ઘણા માણસો ભેગા થયા. રાજા પણ ત્યાં આવ્યો. બધાના આશ્ચર્ય વચ્ચે પેલો બ્રાહ્મણ દિવ્યસ્વરૂપે ચમકવા લાગ્યો અને મેઘ ગંભીર અવાજે બોલી ઊઠ્યો : હે રાજન ! આ બાળક કોઇ સામાન્ય બાળક નથી. જન્મજાત તપસ્વી છે. જન્મ થતાંની સાથે તેણે અટ્ટમ કર્યો છે. આથી તે મૂચ્છિત થઇ ગયો છે. તેને મરેલો સમજીને અહીં દાટી દેવામાં આવ્યો છે. એના અટ્ટમના પ્રભાવથી મારું સિંહાસન કંપી ઊડ્યું. અવધિજ્ઞાનથી સમગ્ર ઘટના જાણી બાળકની રક્ષા કરવા માટે હું આવ્યો છું. હું ધરણેન્દ્ર છું. અધોલોકથી આવ્યો છું. આ બાળકને તમે બરાબર સાચવજો. નાનકડો સમજીને તેની ઉપેક્ષા નહિ કરતા. આ બાળક એક વખત આખા નગરને બચાવશે. વળી તે આ જ જન્મમાં મોક્ષે જશે. આટલું બોલીને તરત જ ધરણેન્દ્ર અદશ્ય થઇ ગયો... જાણે દિવ્ય દીપક બુઝાઇ ગયો. જતાં જતાં એ મારા ગળામાં દિવ્ય હાર પહેરાવી ગયો. ધરણેન્દ્ર મારી આવી જાહેરાત કરતાં હું આખા નગરમાં પ્રસિદ્ધ થઇ ગયો, સૌને પ્રિય પણ થઇ ગયો. બધા મારી સાર-સંભાળ રાખવા લાગ્યા. હું જ્યારે સાતેક વર્ષનો થયો ત્યારે નગર પર એક ભયંકર આપત્તિ આવી પડી. એક વ્યંતર આખા નગર પર ગુસ્સે ભરાયો હતો. મોટી શિલા આકાશમાં વિક્ર્વીને બધાને પીસી નાખવા માંગતો હતો. વાત એમ બનેલી કે એક નિર્દોષ માણસને રાજાએ ચોર સમજીને ફાંસી આપેલી. મરીને તે વ્યંતર બનેલો. હવે તે આ રીતે પૂર્વભવનું વેર વાળી રહ્યો હતો. હવે તે હજારો નિર્દોષોને મારી નાખવા તત્પર બન્યો હતો. જીવ કેવો વિચિત્ર છે ? પોતે નિર્દોષ હોવાથી દંડાયો, તેનું વેર વાળવા બીજા હજારો માણસોની લાશ ઢાળી નાખવા તત્પર બની જાય છે. પણ એમ વિચારતો નથી કે જો હું એક નિર્દોષ આ રીતે મર્યો, એ બદલ જો મને આટલું દુઃખ લાગતું હોય તો હજારો નિર્દોષોને હું મારું તો તેમને કેવું થશે ? એમની લાગણીઓનો મારે કોઇ વિચાર નહિ કરવો ? મને અન્યાય થયો, એનો બદલો બીજાને અન્યાય કરવાથી વળી શકે ? વળી, એ પણ વિચારવાનું છે કે રાજાની જવાબદારી કેટલી મોટી છે ? સજ્જનની સેવા અને દુષ્ટોને દંડ કરતાં જો ક્યારેક ઊંધું વેતરાઇ જાય તો કેવું ભયંકર પરિણામ આવી શકે છે? એ પણ આનાથી જાણવા મળે છે. પેલી મોટી શિલાને જોઇને ચન્દ્રકાન્તા નગરીના લોકોના જીવ પડીકે બંધાઇ ગયા. કોઇ રડવા લાગ્યું - કોઇ પ્રાર્થના કરવા લાગ્યા. કોઈ બૂમો પાડવા લાગ્યા. કોઇ ભાગવા માંડ્યા. કોઈ ભગવાનને યાદ કરવા લાગ્યા. કોઇ દેવને ગાળો ભાંડવા લાગ્યા તો કોઈ ગભરાઇને ભોંયરામાં પેસવા લાગ્યા. આખા નગરમાં ભયંકર કોલાહલ મચી ગયો. મેં આકાશમાં જોયું : મોટી શિલા પડું-પડું થઇ રહી હતી. હમણાં પડશે અને હમણાં જ બધું સ્વાહા ! લોકોને એમ સ્પષ્ટ લાગતું હતું. મારું ધર્મ-વાસિત હૃદય દ્રવી ઊડ્યું : અરેરે... હું જીવતો હોઉં ને મંદિર પડી જાય ? ધર્મસ્થાનકો તૂટી જાય ? લોકો મરી જાય ? નહિ, નહિ, એવું હું કદી નહિ થવા દઉં. હા, મારે જીવતેજીવ તો નહિ જ આત્મ કથાઓ • ૧૬૧ આત્મ કથાઓ • ૧૬૦
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy