SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ચેતના ચાલી ગઇ છે, તેજ ચાલ્યું ગયું છે. તમે જેને પ્રાણ, ચેતના, તેજ કહો છો એ જ “આત્મા” છે. જો આત્માની સિદ્ધિ થઇ ગઇ તો પરલોકની સિદ્ધિ સ્વતઃ થઇ જશે. તમે કહ્યું કે મારા દાદીમાં સ્વર્ગમાંથી આજ સુધી કાંઇ કહેવા આવ્યા નથી.” પણ એક વાત રાજન ! સમજી લો કે માનવલોક દેવલોકની અપેક્ષાએ બહુજ ગંદો છે. એની ગંદવાડ ભયંકર છે. એની દુર્ગધ ભયંકર છે. એટલી ભયંકર કે ઉપર ૫00 યોજન સુધી એ ફેલાઇ રહે છે. માટે જ દેવો કોઇ વિશિષ્ટ કારણ વિના માનવલોકમાં આવવાનું પસંદ કરતા નથી. તમે ફલોથી મઘમઘતી રાજસભામાં બેસી નર્તકીઓનું નૃત્ય જોતા હો ત્યારે કોઇ ભંગી તમને પાયખાનામાં બોલાવે તો તમે જાવ ખરા ? દેવલોકમાં ગયેલા તમારા દાદીમા માટે પણ આખો આ માનવલોક પાયખાના જેવો છે. દિવ્ય સુખોને છોડીને તેઓ અહીં શા માટે આવે ? હવે વાત રહી તારા પિતાની. એ કદાચ નરકમાં ગયો હોય તો તેને પરમાધામીઓ આવવા ન દે, ત્યાંની સ્થિતિ પણ એવી જ છે કે તેઓ આવી પણ ન શકે. તમારી જેલમાં પૂરાયેલા કોઇ કેદીઓ હોય, તેઓ જેલમાંથી નીકળવા ગમે તેટલા ધમપછાડા કરે પણ તમે તેઓને નીકળવા દો ખરા ? કેદીઓ જેવી જ હાલત નારકોની હોય છે. તેઓ પણ નરકની સખત જેલમાં પૂરાયેલા છે. આવી હાલતમાં અહીં શી રીતે આવી શકે ? માટે રાજનું ! તમારે આત્મા, સ્વર્ગ, નરક, પુષ્ય, પાપ, મોક્ષ વગેરે માનવું જ પડશે. એ માન્યા વિના ચાલે તેમ જ નથી. હું કહું છું માટે માનો એમ નહિ, પણ વસ્તુસ્થિતિ જ આવી છે, માટે માન્યા વિના ચાલે તેમ જ નથી. આપણે લાખ દલીલ કરીએ કે આત્મા નથી, સ્વર્ગ નથી, નરક નથી, પણ તેથી આત્મા, સ્વર્ગ, નરક વગેરે થોડા નાશ પામી જવાના છે ? આપણી દલીલો મુજબ દુનિયા નથી ચાલતી. ગાંડો હાથી દોડતો દોડતો આવી રહ્યો છે, તે વખતે કોઇ કહે : ના, આ હાથી નથી. હાથી છે તો પણ દોડતો તો નથી જ, દોડે છે, તો પણ આપણા તરફ તો નથી જ આવતો. આવી હજારો દલીલો કરે છતાં હાથી થોડો મરી જવાનો છે ? નરક, સ્વર્ગ નથી... નથી.. નથી... એમ હજારોવાર બોલો એથી આત્મ કથાઓ • ૧૫૨ એ હતા ‘ન હતા” થોડા જ થઇ જવાના છે. રાજનું! વસ્તુસ્થિતિને સમજો. જે રીતે વસ્તુસ્થિતિ છે, તે રીતે સ્વીકારો. આપણી બુદ્ધિ બહુ જ અલ્પ છે. અલ્પબુદ્ધિના સહારે, તુટેલી તર્કની નાવડીના સહારે સત્યના અફાટ સાગરને તરવાની ઇચ્છા ન કરો. પરમ સત્યને સ્વીકારો. બુદ્ધિને એક બાજુએ મૂકી શ્રદ્ધાને આગળ કરો. સર્વજ્ઞ ભગવંતની વાત સ્વીકારો. અતીન્દ્રિય પદાર્થોમાં સર્વજ્ઞોના શાસ્ત્ર સિવાય કાંઇ કામ લાગતું નથી. વળી માની લો કે પરલોક નથી તો પણ શું થયું? તમે ભોગસુખો પાછળ પાગલ બનશો. ભોગ સુખોમાં સુખ એક ભ્રમણા છે, વિડંબના છે. ભોગસુખોમાં પાગલ બનેલો માણસ આ જ લોકમાં અશાંત અને ભ્રાન્ત બને છે. જ્યારે તેને છોડનારો પરમ પ્રસન્નતા અને સ્વસ્થતા અનુભવે છે. એને આ જ લોકમાં સ્વર્ગ અને મોક્ષના સુખનો આસ્વાદ મળે છે. જ્યારે નાસ્તિક તો બિચારો આ ભવમાં પણ દુઃખી ! હું તો કહું છું કે તમારે આ જીવનમાં સુખી થવું હોય તો પણ ધર્મ વિના ચાલે તેમ નથી. કેશી ગણધર મહારાજની અકાટ્ય તર્કથી ભરપૂર ગંગાના પ્રવાહ જેવી ખળખળ વહેતી મીઠી-મધુરી વાણી હું સાંભળી રહ્યો. મને ખરેખર એમની એકેએક વાત સત્યથી ભરપૂર લાગી. અત્યાર સુધી હું ભાન ભૂલ્યો, જીવન એળે ગુમાવ્યું - એમ મને લાગ્યું. હું તેમના ચરણે ઢળી પડ્યો. ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. પૂજ્યશ્રીએ મને આશ્વાસન આપ્યું અને શ્રાવકનો ધર્મ આપ્યો. હવે તો ધર્મમાં ઓતપ્રોત બની ગયો. જીવનનો ઘણો ખરો ભાગ અધર્મમાં ગયો હતો, હવે માંડ-માંડ ધર્મની પ્રાપ્તિ થઇ. એ ધર્મ પાછળ હું પાગલ બની ગયો. સંસારના રંગ રાગ મને ફીકા લાગ્યા. ધર્મ મને રસમય લાગ્યો. ધર્મથી હું મારા જીવનની કૃતકૃત્યતા સમજવા લાગ્યો. છઠ્ઠના પારણે છ કરવા લાગ્યો. ભૂખ્યાને ઘેબર મળે ને તૂટી પડે તેમ હું ધર્મ પર તૂટી પડ્યો. પણ અચાનક આવેલું આ પરિવર્તન મારી પત્ની સૂર્યકાંતાને ગમ્યું નહિ. એને ધર્મ તરફ સખત નફરત હતી. માંસ, મદિરા, વિષયભોગ એની પ્રિય વસ્તુઓ હતી. એ બધું બંધ થઇ જતાં મને મનોમન ધિક્કારવા લાગી. એની વિષય-પિપાસા હવે તો હું ઠારી શકું આત્મ કથાઓ • ૧૫૩
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy