SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ આખુંય મારી આસપાસ ચક્કર લગાવે છે, કેન્દ્રમાં હું જ છું, અતિશય પુષ્ટ થયેલો અહંકાર આવું જ શીખવે ને ? હું ભણી-ગણીને મોટી થઇ ત્યારે મારું રૂપ સોળે કળાએ ખીલી ઊઠ્યું. હું એટલી રૂપાળી હતી કે બહાર નીકળતી, ત્યારે યુવકો મારી સામે ટગર-ટગર જોઇ રહેતા. બધા મારી સાથે વાત કરવા ઉત્સુક રહેતા, પણ હું એમ કાંઇ સસ્તી થોડી હતી ? હું તો હતી વટનો કટકો ! મારા પિતાજીએ તો નક્કી જ કરેલું : જે ભટ્ટાની બધી વાત માનવા તૈયાર હોય, ભટ્ટીનું કહ્યું કરનાર હોય, તેની જ સાથે ભટ્ટાને પરણાવવી ! જોયું ? અતિશય પ્રેમ કેટલો ખતરનાક હોય છે ? માતા-પિતા એમ માનતા હોય છે કે, ખૂબ જ પ્રેમ કરીને અમે બાળકનું પુષ્કળ હિત કરીએ છીએ, એને જરાય તકલીફ પડવા દેતા નથી. પણ આવા મા-બાપને ભૂલી જતા હોય છે કે, તમારો અતિશય પ્રેમ જ બાળક માટે ઝેર બની જતો હોય છે. આથી સંતાનો બગડી જતા હોય છે. જે બાળક નાનપણમાં કોઇ જ દુઃખ વેક્યું નથી હોતું, તે મોટો થઇને દુઃખથી ડરતો જ રહેવાનો ! થોડાકે દુ:ખની કલ્પના માત્રથી તે ધ્રુજી ઊઠવાનો ! જીવનથી હતાશ થઇ જવાનો ! તમે જંગલના ઝાડ અને બગીચાના ઝાડ વચ્ચે તફાવત જોયો છે ? ભયંકર વાવાઝોડું આવે તોય જંગલી ઝાડ અડીખમ રહે છે, ને બગીચાના પપૈયા વગેરેના ઝાડો પડી જાય છે, આમ કેમ થાય છે ? જંગલના ઝાડોએ પાણીની શોધમાં પોતાના મૂળ ઊંડે સુધી જવા દીધા હોય છે, જ્યારે પપૈયા વગેરેના ઝાડને તો માળી રોજ પાણી પાય છે, વિના તકલીફે પાણી મળતું રહે છે, આથી મૂળીયા ઉપર જ રહે છે. પરિણામે, જરાક વાવાઝોડું અને પપૈયું ધરાશાયી ! દુઃખ અને તકલીફો વચ્ચે ઉછરેલા સંતાનો જંગલના વડ વગેરે ઝાડ જેવાં હોય છે, અત્યંત લાડકોડમાં ઊછરેલા સંતાનો પપૈયા જેવાં હોય છે. પણ બાળક પ્રત્યેના મોહમાં ઘેલા બનેલા માતા-પિતાઓને આ વાત ક્યાંથી સમજાય ? એક વખતે નગરના મંત્રીની નજર મારા પર પડી ગઇ. હું એમના મનમાં વસી ગઇ. મારા પિતાજી પાસે મારું માથું મૂક્યું. મંત્રી જેવો જમાઇ મળે પછી કોણ ના પાડે ? પણ તોય મારા પિતાજી જરાય ઉતાવળા આત્મ કથાઓ • ૧૧૮ ન થયા. મંત્રીને સ્પષ્ટ કહી દીધું : “હું તો મારી લાડકીને એની સાથે જ પરણાવવા માંગુ છું, જે એની બધી આજ્ઞા માને, એનું કહ્યું કરે. બોલો, તમે તૈયાર છો ?” મંત્રીશ્વર મારી પાછળ એટલા મુગ્ધ બનેલા હતા કે, આવી વાત પણ સ્વીકારી લીધી, જે સામાન્ય રીતે કોઇ પણ મર્દ પુરુષ સ્વીકારે નહિ. રંગેચંગે મારા લગ્ન થયા. થોડા દિવસો તો સારી રીતે પસાર થયા. એક-બે વાર મારા પતિ રાત્રે મોડા આવ્યા. મને લાગ્યું : હવે મારે મારો વટહુકમ બજાવવો જોઇએ.. અને વળતે જ દહાડે મેં ધડાકો કરી દીધો : જો તમારે મારો પ્રેમ જોઇતો હોય તો સૂર્યાસ્ત પહેલાં ઘેર આવી જવું. જો આ વચનનો ભંગ થયો છે તો પરિણામ સારું નહિ આવે. મારા પતિએ નીચી મૂંડીએ મારી વાત સ્વીકારી લીધી. વાસનાના ગુલામે સ્ત્રીના ગુલામ થઇને જ રહેવું પડે ! વળી, મારા પતિ તો શરતથી બંધાયેલા હતા. એટલે મારી વાત માન્યે જ છૂટકો હતો ! હવે રોજ તેઓ સૂર્યાસ્ત પહેલાં જ ઘેર આવી જવા લાગ્યા. હું મનોમન ખુશ થવા લાગતી ! મારો અહં પુષ્ટ બનતો રહ્યો. મનોમન હું મારા વટને વખાણતી : વાહ ! હું કેવી ? આખું નગર જે મંત્રીને સલામ ભરે, તે માણસ મારી રજેરજ આજ્ઞા સ્વીકારે, હું કેવી પ્રભાવશાળી ? રાજા પણ જેની સાથે મંત્રણા કરે, જેની વાત સ્વીકારે, એ મંત્રીને હું ટચલી આંગળીએ નચાવું. કોણ કહે છે કે હું અબળા છું? મને અબળા કહેનારા જ નબળા છે. તેઓએ હજુ મારી અંદર છુપાયેલી કળા જાણી નથી. બાકી, જેઓ અમારી (સ્ત્રીઓની) કળા જાણે, તેઓ અમને કદી ‘અબળા” નહિ કહે. એક દિવસ સૂર્યાસ્ત થયો છતાં મારા પતિ ન આવ્યા. બે-ત્રણ કલાક વીત્યા, છતાં ન આવ્યા. મારું મગજ ફટક્યું. મેં દરવાજા બંધ કરી દીધા. મનમાં નક્કી કરી નાખ્યું : આજે તો “ચમત્કાર' બતાવવો જ પડશે, જેથી બીજીવાર આવું ન થાય. ચમત્કાર બતાવ્યા વિના ક્યાં કોઇ સીધું ચાલે છે ? ચમત્કાર ત્યાં નમસ્કાર ! આત્મ કથાઓ • ૧૧૯
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy