SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬) હું અંધક હું હતો રાજકુમાર. મારું નામ સ્કંધક. પિતાનું નામ રાજા જિતશત્રુ. માતાનું નામ ધારિણીદેવી. એક શુભ અવસરે શ્રીધર્મઘોષ મુનિની દેશના સાંભળવા મળી અને મારો સૂતેલો આત્મા જાગી ઊઠ્યો. મેં ધર્મઘોષ ગુરુદેવના ચરણોમાં જીવન સમર્પિત કરી દીધું. હું સ્કંધકકુમારમાંથી સ્કંધક મુનિ બન્યો. તપને મેં મારી સાધનાનું કેન્દ્ર બનાવ્યું. છઠ્ઠ, અમ વગેરે તપ દૈનિક બની ગયા. મને યાદ નથી મેં ક્યારેય બે દિવસ એક સાથે વાપર્યું હોય. આથી મારું શરીર એકદમ કૃશ બની ગયું. શરીર ભલે દૂબળું બન્યું પણ આત્મા ઊજળો બન્યો. તમે કહેશો : શરીર પર આટલો અત્યાચાર કરવાની જરૂર શી છે ? આખરે તો આત્મશુદ્ધિ જ કરવાની છે ને ? તો આત્મા પર જ ધ્યાન કેન્દ્રિત કરો ને ? શરીરને બિચારાને શા માટે પીડો છો ? પણ તમે એક વાત સમજો. આત્મા શરીર સિવાય બીજે ક્યાં રહેલો છે ? શરીરમાં જ તો આત્મા છે. વળી, અમે કાંઇ શરીર પર અત્યાચાર નથી કરતા. અમે તો શરીર પર નિયંત્રણ કરીએ છીએ. શરીરને એવું કસીએ છીએ કે ગમે તેવી પરિસ્થિતિને પણ વધાવી લે... ગમે તેવા કષ્ટોમાં પણ ઉંહકારોય ન કરે. શરીર એ ગુલામ હોવા છતાં આજે તે માલિકની જેમ વર્તે છે. ગુલામને તેનું સ્થાન તો બતાવવું જોઇએને ? આત્મા એની માલિકી ભૂલી ગયો છે. તપથી માલિકને પોતાની માલિકીનું ભાન થાય છે ને ગુલામને પોતાની ગુલામીનું ભાન થાય છે. અત્યારે તમારી હાલત ઊલટી છે. માલિક હોવા છતાં આજે તમે ગુલામની જેમ વર્તી રહ્યા છો. શરીરની આજ્ઞા પ્રમાણે તમે ચાલો છો કે તમારી આજ્ઞા પ્રમાણે શરીર ચાલે છે ? તમે ઇચ્છો ત્યારે આહાર-ત્યાગ કરી શકો છો ? આત્મ કથાઓ - ૧૧૦ તમે ઇચ્છો ત્યારે છટ્ટ-અદ્યમ કરી શકો છો ? નહિ... શરીર આજ્ઞા કરે છે : મારે તો આજે ભોજન જોઇશે જ. ને તમે શરીરની આજ્ઞા સ્વીકારી લો છો. તમારી માલિકી ખતમ થઇ ગઇ ! ગુલામની આજ્ઞા પ્રમાણે માલિક ચાલે એની હાલત શી થાય ? ઘોડાની આજ્ઞા પ્રમાણે ઘોડેસવાર ચાલે તો હાલત શી થાય ? આજે તમારી હાલત આવી થઇ છે. ઘોડેસવાર ઘોડાની ઇચ્છા પ્રમાણે ચાલી રહ્યો છે. આત્મા શરીરની આજ્ઞા પ્રમાણે ચાલી રહ્યો છે. આનાથી વધુ બીજી કરુણતા કઇ ? તો એક વાત સમજી લો કે તપ એ શરીર પરનો અત્યાચાર નથી, પણ શરીર પરનું સ્વામિતા સિદ્ધ કરવાની કળા છે. જેણે આત્માનો સાક્ષાત્કાર કરવો છે, જેણે મનને જીતવું છે, તેણે શરીર પરની સ્વામિતા સિદ્ધ કરવી જ રહી. જે શરીરનો પણ માલિક નથી બન્યો તે મનનો માલિક શું ખાખ બનવાનો ? તમારી વાત ખરી છે કે આખરે આત્મ-શુદ્ધિ જ કરવાની છે, કર્મો જ કાઢવાના છે. કર્મોને જ તાપ આપી-આપીને ઓગાળવાના છે. પણ કર્મોને તાપ લાગશે શી રીતે ? દૂધને ગરમ કરવું હોય તો તપેલીને ગરમ કરવી જ પડશે. સીધું દૂધ ચૂલામાં ન રેડાય. આત્માને / કર્મોને તપાવવા હોય તો શરીરને તપાવવું જ પડશે. શરીર તપતાં ઇન્દ્રિયો તપશે, કર્મો તપશે અને ઓગળી-ઓગળીને આત્માથી છૂટા પડશે. હું કાંઇ મૂઢ કે ગમાર ન્હોતો કે સમજ્યા વિના જ તપ કરતો રહું ! યાદ રહે કે માત્ર ભૂખ્યા રહેવું - લાંઘણ કરવું એ તપ નથી. એવો ભૂખમરો તો બળદ અને કૂતરાના ભવમાં ક્યાં નથી વેઠ્યો ? ત્રણ-ત્રણ દિવસના ભૂખ્યા કૂતરાને કોઇ અટ્ટમનો તપસ્વી નથી કહેતું ! કર્મોના ક્ષયના ધ્યેયપૂર્વક આરંભાતો તપ એ જ સાચો તપ છે, એ વાતનો મને પાકો ખ્યાલ હતો. આથી જ દુનિયા મને મૂઢ કે ગમાર કહે તેની મને પડી ન્હોતી ! હું તો મારી દુનિયામાં મસ્ત હતો. કોઇ મને શું કહે છે - એની બિલકુલ પડી ન્હોતી. કોઇ મને મૂઢ કહે કે ગમાર આત્મ કથાઓ - ૧૧૧
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy