SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ આપને જોઇને મને ફરી-ફરી પ્રશ્ન થાય છે : “આપે સંસાર છોડ્યો શા માટે ? કયું કારણ હતું ?” રાજાના બધા પ્રશ્નો હું સાંભળતો રહ્યો. પછી મેં મર્માળુ જવાબ આપ્યો : હું અનાથ હતો. અનાથને સંસાર છોડવા સિવાય બીજો કયો રસ્તો છે ? અનાથોનો અનાથાશ્રમ સંયમ છે.” “અરે ! મુનિરાજ ! આ શું બોલ્યા ? આપ અનાથ હતા? ચલો... કાંઇ વાંધો નથી. હવે તમે અનાથ નથી, સનાથ છો. આજથી હું તમારો નાથ થાઉં છું.” તમે સ્વયં અનાથ છો. મને શી રીતે સનાથ બનાવશો? જે સ્વયં ડૂબી રહ્યો છે તે બીજાને શી રીતે તારશે ? જે સ્વયં અંધ છે તે બીજાને શી રીતે રસ્તો બતાવશે ?” શું વાત કરો છો મહારાજ ? હું અનાથ ? તમે ઓળખ્યો નથી લાગતો. હું મગધનો સમ્રાટ છું. રાજગૃહી મારી રાજધાની છે. મારી પાસે અઢળક વૈભવ છે. વિશાળ સેના છે. વફાદાર સેવકો છે. વિનીત પરિવાર છે. પ્રેમાળ અંતઃપુર છે. પ્રેમી પ્રજાજનો છે. આટલો મારો વૈભવ... છતાં હું અનાથ ? મહારાજ ! તમે હદ કરો છો. તમે પણ આવી જાવ મારી સાથે. હું તમને ઋદ્ધિ-સમૃદ્ધિથી ભરપૂર બનાવી દઇશ.” રાજાના એકેક શબ્દમાં હુંકાર ભર્યો હતો. મેં કહ્યું : એ તો હું પણ જાણું છું કે તમે મગધના સમ્રાટ છો. એમ તો હું પણ વત્સદેશના સમ્રાટ કોસાંબી-નરેશનો પુત્ર હતો. રાજકુમારને શી કમીના હોય ? છતાં હું અનાથ બન્યો. રાજન્ ! મારી કથા સાંભળવા જેવી છે. - પ્રેમાળ માતા-પિતા ! વહાલી સુશીલ પત્ની ! સ્નેહાળ સ્વજનો ! વિનીત સેવકો ! મદમસ્ત યૌવન ! બધી જ અનુકૂળ સામગ્રી મને મળી હતી. પણ એક દિવસે હું ભયંકર રોગથી ઘેરાયો. વ્યાધિની વેદના એટલી ભયંકર હતી કે શબ્દોમાં વર્ણવી શકાય નહિ. હું તરફડિયાં મારવા લાગ્યો. મારા માતા-પિતાએ તરત જ મોટા-મોટા વૈદ્યો, હકીમો વગેરેને આત્મ કથાઓ • ૮૬ બોલાવ્યા. મારો ઉપચાર શરૂ થયો, પણ સફળ ન થયો. રતીભાર જેટલી વેદના ઓછી ન થઇ. હું દિવસ-રાત પાણી વિનાની માછલીની જેમ તરફડિયાં મારવા લાગ્યો ! મારા માતા-પિતાએ માંત્રિકો, ભૂવાઓ, જોષીઓ વગેરે અનેક નિષ્ણાતોને બોલાવ્યા, પણ રોગ હટવાનું નામ લેતો ન્હોતો. પથારીમાં વેદનાથી કણસતા મને સૌ જોઇ રહ્યા... પણ બધા લાચાર હતા. દર્દમાંથી કોઇ શી રીતે ભાગ પડાવી શકે ? મારા પ્રેમાળ માતા-પિતા, સ્નેહાળ સ્વજનો, પ્યારી પત્ની... વગેરે તમામ ટગર-મગર જોઇ રહ્યા હતા, પણ સૌ લાચાર હતા. જિંદગીમાં પહેલીવાર હું અનાથતા અનુભવી રહ્યો. રોગ, જરા અને મૃત્યુ - આ ત્રણ એવી વસ્તુ છે જે ભલભલાને લાચાર બનાવી દે, અનાથ બનાવી દે. પણ ત્રણમાંથી એક જ્યારે આવી પડે ત્યારે જ આ તત્ત્વ સમજાય. એ પહેલાં તો માણસ ધરતીથી અદ્ધર જ ચાલતો હોય છે. પોતાના પર વીતે ત્યારે જ સમજાય. ઘરડાઓ શા માટે ધર્મ તરફ વળે છે ? ત્રણમાંથી એકાદ ચીજે તેમને ઘેરી લીધા હોય છે. યુવાનો શા માટે ધર્મ તરફ નજરેય નથી કરતા ? ત્રણમાંથી એકેય ચીજ તેમને દેખાતી નથી. કેટલાક યૌવનમાં પણ રોગગ્રસ્ત બને છે ને મન ભોગમાંથી યોગ તરફ વળે છે. રોગ પણ ત્યારે આશીર્વાદરૂપ બને જો મન ધર્મ તરફ વળે. મારી પણ વિચારવાની દિશા હવે પલટાઈ. અત્યાર સુધી હું રંગરાગમાં જ ડૂબેલો હતો. એટલે બીજો કોઈ વિચાર જ ન્હોતો આવતો. વિચારની બધી બારીઓ બંધ હતી. તે વખતે પહેલી જ વાર વિચારની એક બારી ખુલી. મારા બંધિયાર મગજમાં નવું અજવાળું રેલાયું. કેવું સુંદર શરીર... પણ અચાનક જ રોગે ઘેરાયું ? આટલા બધા સ્વજનો હોવા છતાં શું હું અનાથ ? સાચે જ ધર્મ વિના કોઇ નાથ થઇ શકે તેમ નથી. મારી અંતરદૃષ્ટિ ઊઘડવા લાગી. મેં હવે ધર્મના શરણે જવા દેઢ નિશ્ચય કર્યો. જો ધર્મ વિના કોઇનું શરણું ન જ મળી શકે તેમ હોય તો શા માટે જીવનભર તેનું જ શરણું ન લેવું ? આત્મ કથાઓ • ૮૭
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy