SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦) હું ઢંઢણ શિક કરવું? સંસારમાં છું ત્યાં સુધી ડગલે-પગલે મારા અહંકારને ચોટ લાગ્યા જ કરવાની, પણ સંયમ-જીવનમાં ચોટની કોઇ જ સંભાવના નથી. કારણ કે ત્યાં અહંકાર જ નથી. મેં એ વિચારને ત્યારે ને ત્યારે જ અમલમાં મૂકી દીધો. વસ્ત્રોઆભૂષણો ઊતારી, કેશનું લુંચન કરી પ્રભુ સમક્ષ દીક્ષા લીધી. પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપી વંદન કર્યું. મને સાધુ બનેલો જોઇ ઇન્દ્ર મહારાજા મારા ચરણોમાં ઝૂકી પડ્યા અને કહેવા લાગ્યા : “હે મહાત્મન્ ! તમે કમાલ કરી ! તમે હવે જીતી ગયા, હું હારી ગયો. તમારા સમૃદ્ધિના ગર્વને તોડવા જ મે આ મારી ઋદ્ધિ બતાવી હતી. પણ મહાત્મન્ ! આપે આંતર સમૃદ્ધિ બતાવીને મને જીતી લીધો છે. હું લાખ શિર પટકું, તો પણ આ જન્મમાં તમારા જેવો સાધુ બની શકું તેમ નથી.” ઇન્દ્ર મહારાજાની આવી સ્તુતિથી પણ મને હવે અહંકાર આવ્યો નહિ. કારણ કે અહીં આવ્યા પછી પણ જો અહંકાર કરું તો ફરક શું પડ્યો ? અહીં તો અહંકાર-મુક્ત જીવન જીવવાનું છે. મેં તો બધું જ પ્રભુના ચરણોમાં સમર્પિત કરી દીધું હતું. અહંકાર કરવાનો હવે મને કોઇ અધિકાર હોતો. મારી આ ઘટના એક જ વાત સમજાવે છે : તમારામાં રહેલા, તમને જ હેરાન કરતા અવળચંડા અહંકારને ઓળખો. અહંકારની જંજીરમાંથી છૂટો. અહંકારમાંથી છૂટ્યા કે જીવન સુખથી છલકાઇ ગયું, સમજો. અહીં ધંધો સારો ચાલતો નથી. ખાસ નફો નથી થતો. ચાલો બીજે ક્યાંક જઇએ - આવું વિચારી તમે બીજે ક્યાંક જાવ છો. ત્યાં પણ નફો મળતો નથી. અરે... કોઇ પૈસા પણ ઉધાર આપતું નથી. તમે નિરાશ બની જાવ છો. ખરુંને ? આવી નિરાશા આવી જાય ત્યારે તમે મને યાદ કરજો. તમારા અંધકારભર્યા જીવનમાં ચોક્કસ કંઇક અજવાળું રેલાશે. નફો-લાભ નહિ મળવાનું કારણ લાભાંતરાય કર્મ છે. એ કર્મ જ્યાં સુધી પ્રબળ હોય ત્યાં સુધી લાખ પ્રયત્નો કરો તો પણ લાભ નહિ થાય. તમારા જીવનમાં જ નહિ, અમારા (સાધુઓના) જીવનમાં પણ લાભાંતરાય કર્મ ઉદયમાં આવે, કર્મ સાધુઓને પણ ન છોડે, એને કોઇની શરમ નથી. મારી પોતાની જ વાત કરું તો દીક્ષા લેતાં જ લાભાંતરાય કર્મ એવું જોરદાર ઉદયમાં આવ્યું કે મને ક્યાંય ભિક્ષા પણ મળે નહિ. મને તો ઠીક મારી સાથે આવનાર સાધુને પણ ન મળે. એક માણસના પુણ્યપાપનો બીજા માણસ પર પણ પ્રભાવ પડતો હોય છે, એને પણ લાભગેરલાભ પ્રાપ્ત થતા હોય છે. મારી સાથે આવનારા સાધુઓ સ્તબ્ધ થઇ ગયા : આમ કેમ ? સાધુઓને ગોચરી ન મળે ? એ પણ આવા સમૃદ્ધ ભાવુક નગરમાં ? - સાધુઓએ નેમિનાથ ભગવાનને પૂછ્યું : ભગવનું ! આમ કેમ ? કૃષ્ણ જેવા જેમના પિતા છે, આપના જેવા જેમના ગુરુ છે, દ્વારકા જેવી સમૃદ્ધ અને ભાવુક નગરી છે. ઢંઢણ જેવા રાજકુમાર મુનિ છે. છતાં એમને ભિક્ષા કેમ મળતી નથી ? એક સામાન્ય સાધુને પણ સહેલાઇથી મળી જાય છે, પણ આ રાજ પરિવારના દીક્ષિત સાધુને કેમ નથી મળતી ? પ્રભુએ કહ્યું: “આ જગતમાં જે કાંઇ પણ બને છે તે કારણ પૂર્વકનું બને છે. સૂર્ય વિના દિવસ ન થાય તેમ કારણ વિના કાર્ય ન થાય. આત્મ કથાઓ • ૭૫ આત્મ કથાઓ • ૭૪
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy