SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ - (૯) હું દશાર્ણભદ્ર તિ જોયું હોતું. બંને સાથળનું માંસ કાપ્યા પછી હવે શું કાપવું? મેં વિચાર્યું: ‘હવે કાપવાથી નહિ ચાલે. મારે આખાને આખા ત્રાજવામાં બેસી જવું પડશે.' ને... હું ત્રાજવામાં બેસી ગયો. ચારેય બાજુ હાહાકાર થઇ ગયો. મારી સાથે પૌષધ કરનારા તથા સામંતો, સેનાપતિઓ વગેરે કહેવા લાગ્યા : રાજનું ! બસ કરો... બસ કરો... એક કબૂતર માટે આપ બલિદાન કાં આપો? આપના વિના રાજ્ય નધણિયાતું થઇ જશે. આપના જીવનમાં સેંકડોનાં જીવન છે. આપના મૃત્યુમાં સેંકડોનાં મૃત્યુ છે. આ કબૂતર પણ કોઇ દેવમાયા લાગે છે. નહિતો આટલું વજન હોય શાનું? મનુષ્યભાષામાં બોલે શાનું? આપ વિચારો અને આ કૃત્યથી પાછા ફરો. બધા લોકો આ પ્રમાણે બોલતા હતા ત્યાં જ પ્રકાશનું એક જબરદસ્ત વર્તુલ પેદા થયું. એ તેજોવસ્કુલમાં એક દેદીપ્યમાન દેવ પ્રગટ થયો. હું આશ્ચર્ય ચકિત થઇ ગયો. ન હતું કબૂતર ! ન હતો બાજ ! ન હતું ત્રાજવું ! ન હતું મારું કપાયેલું શરીર ! હું આરામથી પૌષધશાળામાં બેઠો હતો. જાણે કશું બન્યું જ નથી ! પેલો દેવ કહેવા લાગ્યો : “હે રાજન! આપની ધાર્મિકતાની - દયાની પ્રશંસા મેં ઇશાનેન્દ્ર પાસેથી સાંભળી ત્યારે મને પરીક્ષા કરવાનું મન થયું. હું ઇશાન દેવલોકનો દેવ છું. આપને જોયા પછી ખાતરી થઇ છે કે બીજાને બચાવવા માટે પોતાના પ્રાણનું બલિદાન આપનારા લોકો પણ વિશ્વમાં હોય છે. પોતાની રક્ષા માટે બીજાનો ભોગ લેનારા તો ઘણા જોયા, પણ બીજાની રક્ષા માટે પોતાનો ભોગ આપનારા મેં પહેલીવાર જોયા. હે નૃપતિ ! આપને આટલું બધું કષ્ટ આપ્યું - તે માટે હું દિલગીર છું.” આમ કહીને તે તેજોમય દેવ અદેશ્ય થઇ ગયો. ત્યાર પછી મેં દીક્ષા લીધી. વીશસ્થાનક તપની આરાધના સાથે વિશ્વના સર્વ જીવોના ઉદ્ધારની ભાવના ભાવી તીર્થકર નામકર્મ બાંધ્યું... અને આખરે હું શાંતિનાથ નામે ૧૬મો તીર્થકર બન્યો. ઓળખાણ પડીને ? અહંકાર બહુ ખતરનાક ચીજ છે. બહુ ઊંડાણથી જોશો તો ખ્યાલ આવશે : જગતના સર્વ સંઘર્ષ અને દુઃખોનું મૂળ અહંકારમાં છે ! દરેક માણસમાં એવી રાઇ ભરેલી હોય છે કે હું જ મોટો છું. પોતાની મોટાઈ સિદ્ધ કરવા એ અનેક સંઘર્ષોમાં ઊતરી પડે છે અને અનેક આપત્તિઓને આમંત્રણ આપી બેસે છે. ‘હું મોટો છું'ની ભાવનાને સાકાર કરવા ફરજિયાત સંઘર્ષમાં ઊતરવું પડે ! કારણ કે “હું મોટો છું.” એવી માન્યતા તમારી જ નહિ, બધાની છે ! આ અહંકારને ગમે તેટલા ધક્કા મારીને કાઢો, એ જવાનું નામ નહિ લે. આગળના દરવાજેથી કાઢશો તો પાછળના દરવાજેથી આવી જશે. પાછળના દરવાજેથી આવેલો અહંકાર એવો બુરખો ઓઢીને આવતો હોય છે કે એ અહંકાર લાગતો જ નથી. આગળનો દરવાજો છે, સંસારનો ! પાછળનો દરવાજો છે, ધર્મનો ! રૂપ, ઐશ્વર્ય વગેરેનો અહંકાર સંસારનો છે. તપ, જ્ઞાન, નમ્રતા વગેરેનો અહંકાર ધર્મનો છે. હા... ઘણાને નમ્રતાનો પણ અહંકાર હોય છે : મારા જેવો કોઇ નમ્ર નથી ! અહંકાર પોતે જ જ્યારે નમ્રતાનો બુરખો ઓઢીને આવે ત્યારે ઓળખવો કેટલો મુશ્કેલ બની જાય ? મારા જીવનમાં પણ એવું જ થયું. પાછલે દરવાજેથી મારામાં અહંકાર આવી પહોંચ્યો ! હું દશાર્ણનગરનો રાજા દશાર્ણભદ્ર ! એક સાંજે મને સમાચાર મળ્યા: પ્રભુ શ્રી મહાવીરદેવ આવતી કાલે સવારે ચંપાનગરીથી અહીં આવવાના છે. હું પ્રભુનો ભક્ત હતો ! પ્રભુ - આગમનના સમાચારથી મારા રોમ-રોમમાં આનંદ ફેલાઇ ગયો. મનમાં ભાવના જાગી : આવતી કાલે આત્મ કથાઓ • ૬૮ આત્મ કથાઓ • ૬૯
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy