SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ (૭) હું ચંડકૌશિક ગુસ્સો જોવો હોય તો મને જોઇ લો ! ગુસ્સાનો હું પર્યાય હતો, એમ કહું તો ચાલે. મારું નામ પડે અને માણસો ભાગે. અરે... ભાગવાનો પણ સમય ન મળે... જો તેઓ મારી આંખે ચડી જાય ! મારી આંખમાં જ ઝેર હતું. સૂર્ય સામું જોઇ જેની સામે જોતો એ બળીને ખાખ થઇ જતું ! માણસ હોય કે પશુ ! પક્ષી હોય કે વૃક્ષ ! બધું જ ભસ્મીભૂત ! જ્યાં જ્યાં નજર મારી પડે આગ ત્યાં ભડકે બળે ! તમે કહેશો : “આમ કરવાથી તમને શું આનંદ આવે ? ઊલટું જ્યાં તમે રહેતા હતા એ લીલુંછમ જંગલ સૂકુંભટ્ટ થઇ ગયું, પશુ, પક્ષી અને માણસોનું આગમન બંધ થઇ ગયું. તમારું રહેઠાણ મસાણ જેવું થઇ ગયું. એમાં તમને લાભ શો થયો ?” લાભની તમે ક્યાં માંડો છો ? લાભ જોઇતો'તો જ કોને ? બીજાને ગેરલાભ થાય, એ જ મારો લાભ ! મને જોઇને બીજા ધ્રુજવા માંડે આ જ મારો લાભ ! મારી આંખ પડે ત્યાં અગ્નિ પ્રગટે આ જ મારો આનંદ ! તમે મને પૂછો છો તે કરતાં દુર્યોધન, પરશુરામ, હિટલર, ચંગીજખાન, નાદિરશાહ વગેરેને પૂછો ને ? હજારો માણસો મારવાથી એમને શો લાભ થયો ? ઝગડાખોરોને પૂછો કે નિરંતર ઝગડાઓ કરવાથી તમને શો લાભ થયો ? ઊલટું તમારાથી લોકો વિમુખ થઇ ગયા, તમને ધિક્કારતા થઇ ગયા, તમારા આગમનથી અણગમો ધરાવવા લાગ્યા. શો લાભ થયો ઝગડા કરવાથી ? પણ ઝગડાખોરો પાસેથી કોઇ જવાબ નહિ મળે. ઝગડો એ જ એમનું જીવન ને ઝગડો એ જ એમનું ભોજન હોય છે. ક્રોધ એમના વ્યક્તિત્વનું અંગ બની ગયું હોય છે. ક્રોધની જ્વાળાને જ્યોત માનીને તેઓ એને હંમેશા પૂજ્યા કરતા હોય છે. ક્રોધ વિના તેમને બધું સૂનુંસૂનું લાગે છે. ક્રોધ જ પ્રભાવ છે, એમ તેમની માન્યતા હોય છે. આવા માણસોને વિધ્વંસમાં આનંદ આવતો હોય છે. બધું વેરણછેરણ કરી નાખવું એ એમનો જન્મજાત સ્વભાવ હોય છે. કેટલાકનો આત્મ કથાઓ • ૫૮ જન્મ જ જાણે વિધ્વંસ માટે થતો હોય છે. પરશુરામ, હિટલર વગેરેએ શું કર્યું ? કેટલા માણસોને મોતને ઘાટ ઊતાર્યા ? અંતે તેમને શું મળ્યું ? કયો આનંદ મળ્યો ? બીજાને સતાવવામાં મળતો વિકૃત આનંદ એ જ એમનું ભોજન હતું ! હું પણ કોઇ કાળ ચોઘડીયે જન્મેલો આવો જ સાપ હતો. તમે માણસો પણ જો... કરોડો માણસોને મારી નાખનારા ઘાતકી બની શકતા હો... કતલખાનાઓ ચલાવી કરોડો પશુઓને કચડી નાખતા હો... તો હું તો પ્રાણી હતો, સાપ હતો... વળી હું લાચાર હતો... હું દૃષ્ટિવિષ સાપ હતો. મારી આંખોમાં જ ઝેર હતું... જેની સામે જોઉં તે બળીને ભસ્મ થઇ જાય ! અવતાર જ એવો મળ્યો એમાં થાય શું ? આખો દિવસ આંખો બંધ કરીને તો બેસાય નહિ. જો કે આંખો બંધ કરવાનો મને વિચાર જ ન્હોતો આવતો. મને તો બીજાને સળગાવવામાં આનંદ આવતો. સામાને સળગતો જોઇ હું મનોમન રાજી થતો ! બીજાના આક્રંદમાં મારો આનંદ હતો. બીજાની આગમાં મારો બાગ હતો ! ન જાણે મેં કેટલાય માણસો, પશુઓ, પક્ષીઓને બાળીને ખાખ કરી નાખ્યા હશે ! માણસો તો મારા રસ્તે આવતા જ બંધ થઇ ગયા હતા. કોઈ ભૂલ્યો ભટક્યો પશુ કે આમ તેમ ઊડતું કોઇ પક્ષી મારી અડફેટે ચડી જાય તો આવી બન્યું ! વૃક્ષો તો બધા ઠુંઠા બની ગયા હતા ! એક વખતે અચાનક જ પાંદડાનો અવાજ આવ્યો. અવાજ પરથી લાગ્યું કે કોઇ આવી રહ્યું છે. મેં જોયું તો દૂરથી કોઇ માણસ આવી રહ્યો હતો. મારું હૃદય નાચી ઊઠ્યું : ચાલો, ઘણા વખતથી આજે માણસને બળતો જોવાનો આનંદ આવશે. મને જોઇને બીજા માણસો તો મૂઠીઓ વાળી ભાગવા માંડે, પણ આ માણસ તો એકદમ શાંત અને સ્વસ્થ થઇ મારી તરફ આવતો જ રહ્યો. હું ગુસ્સાથી ધમધમી ઊઠ્યો. મારું આવું અપમાન ? મારાથી ભય નહિ પામવો... નિર્ભયપણે મારી સામે આવવું, એ થોડું અપમાન છે ? મેં સૂર્ય સામે દૃષ્ટિ લગાવી એની સામે જોયું, પણ રે... એને તો કાંઇ જ અસર ના થઇ. પહેલી વખત મને આવી નિષ્ફળતા મળી. આત્મ કથાઓ • ૫૯
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy