SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ મને હાશકારો થયો : પાત્રામાંથી હમણાં લાડવો નીકળશે. હમણાં મને મળશે. પણ, બીજી જ ક્ષણે, મેં આશ્ચર્ય અને નિરાશા સાથે જોયું : મહારાજે તો ચીલઝડપે લાડવો કાઢી મૂક્કો કરી, રેતીમાં મેળવી દીધો. મારા મુખમાંથી ઊંડી ચીખ નીકળતાં નીકળતાં રહી ગઇ : હાય ! હાય ! લાડવો ગયો ! મને ન મળ્યો તે ન જ મળ્યો. હું નાદાન એટલુંય સમજતો નહોતો કે જૈનસાધુ એકવાર વહોર્યા પછી અવિરત ગૃહસ્થોને કદી ન આપે. આ તેમની મર્યાદા છે, આ તેમનો ધર્મ છે ! આ કારણે જ જૈન સાધુઓ માટે પ્રચ્છન્ન મુક્તિનું વિધાન છે. હું હાથ મસળતો-મસળતો ઘેર ગયો. તે દિવસે મને આખી રાત ઊંઘ ન આવી : અરેરે ! ક્યાં મારા ભોગ લાગ્યા કે મેં લાડવો સાધુને આપી દીધો ! હિમાલય જેવડી મારી ભૂલ ! જીવનમાં ભૂલો ઘણી કરી હશે, પણ આવી ભૂલ તો એકેય નહિ ! ધર્મ કરીને પશ્ચાત્તાપ કરવો એટલે વાવણી કર્યા પછી પલિતો ચાંપવો ! ધર્મ કરીને અનુમોદના કરો તો તે વધતો જ જાય, વધતો જ જાય, વધતો જ જાય. ને જો પસ્તાવો કરો તો ઘટતો જ જાય, ઘટતો જ જાય. અરે ક્યારેક વિપરીત ફળ પણ આપે. પાપમાં પણ એવું. પાપ કરીને પસ્તાવો કરો તો તે ઘટી જાય. રાજી થાવ તો તે વધી જાય. - પણ, માણસ મોટા ભાગે ઊલટું કરે છે. ધર્મ કરીને પસ્તાવો કરે છે, પાપ કરીને રાજી થાય છે. આથી જ આ સંસારનો અંત નથી આવ્યો ને ? – આવું કોઇ જ તત્ત્વજ્ઞાન હું જાણતો નહોતો ! આ જ કારણે હું મરીને મમ્મણ શેઠ થયો. મુનિ-દાનના પ્રભાવે અઢળક સંપત્તિ મળવા છતાં મારા ભાગ્યમાં ન દાન આવ્યું, ન ભોગ ! હા, તે નિમિત્તે થનારું સાતમી નરકે લઇ જનારું પાપ જરૂર આવ્યું ! મહારાજ શ્રેણિક તમને બોલાવે છે. આજે રાજસભામાં તમે સમયસર આવી જજો.’ કોઇએ આવીને મને આ સંદેશો કહ્યો. મારા શરીરમાં ભયનું લખલખું પ્રસરી ગયું. રાજાને વળી મારી આત્મ કથાઓ • ૫૧૨ શી જરૂર પડી ? મારી સંપત્તિની ખબર તો નહિ પડી ગઈ હોય ને ? નક્કી, કોઇ ચાડિયાએ ચાડી ખાધી લાગે છે. હવે રાજા ધન પડાવી લેશે. હાય ! હાય ! મારું બધું લૂંટાઇ જશે. હું દુઃખી-દુઃખી થઇ જઇશ. તો દરબાર ન જાઉં ? ના... ના... જવું તો પડશે જ. નહિ જાઉં તો મહારાજા થોડા છોડવાના છે ? પછી ડબ્બલ દંડ કરે એના કરતાં હમણાં જ જવા દો. પડશે તેવા દેવાશે. જોકે, મહારાજા દયાળુ અને પરગજુ છે. કોઇનુંય ધન ક્યારેય પડાવ્યું હોય તેવું જાણવામાં આવ્યું નથી. ને, હું યે ક્યાં કાચો હતો ? મેં ક્યારે પણ સંપત્તિનું પ્રદર્શન કર્યું નથી. રાજાને તો શું ? મારા પાડોશીને પણ ખબર નહિ હોય : હું કેવો અબજોપતિ છું. કોઈને ખબર જ ન હોય તો કોણ ચાડી ખાય ? હું એવાં ફાટેલ-તૂટેલાં, થીગડાં મારેલાં કપડાં પહેરું છું કે કોઇને ખ્યાલ જ ન આવે, મારી સંપત્તિનો ખ્યાલ આવે તો કોઇ ભિખારી માંગે ને ! ખ્યાલ આવે તો કોઇ ફંડ-ફાળાવાળા આવે ને ! ખ્યાલ આવે તો આંગણે કૂતરાં આવે ને ! આજ સુધી દાખલો નથી મારા આંગણે કોઇ ભિખારી (ફંડફાળાવાળાની તો વાત જ છોડો) ભૂલ-ચૂકે પણ આવ્યો હોય. ભિખારીને તો ઠીક, પણ ગલીના કુતરાનેય ખબર છે કે અહીં રોટલીનું બટકુંય મળે તેમ નથી. અહીં પૂંછડી પટપટાવવાનો કોઇ અર્થ નથી. આટલી ગુપ્તતા છતાં મહારાજા મને બોલાવે છે શા માટે ? શું કારણ હશે ? જે હોય તે. જવું તો પડશે જ. ચાલો, જઇ આવીએ. હું દરબારમાં ગયો. મહારાજાએ કહ્યું : “બહુ દુઃખી લાગો છો. મારા નગરમાં તમારા જેવા દુઃખી લોકો રહે તે ખરેખર મારું દુર્ભાગ્ય છે. હું સુખમાં રહું ને મારી પ્રજા દુઃખમાં રહે, એ હું જોઇ શકે નહીં. આ મારા શાસનની નિષ્ફળતા છે. બોલો, કેમ દુઃખી છો ? મારા તરફથી કોઇ સહાયતા જોઇતો હોય તો તૈયાર મહારાજ ! આપને કેમ એમ લાગ્યું ?' આત્મ કથાઓ • ૫૧૩
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy