SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ હતું : જટાયુ. મુનિઓની દેશના સાંભળી તેને જાતિસ્મરણ જ્ઞાન થયું અને તે ધાર્મિક બની રામ-સીતા સાથે રહેવા લાગ્યો. એક વખતે ફળ લેવા માટે લક્ષ્મણ બહાર ગયેલો ત્યારે તેણે એક તેજસ્વી તલવાર જોઇ અને કુતૂહલથી ગ્રહણ કરી. તેની ધારની પરીક્ષા માટે તેણે બાજુમાં રહેલી વાંસની ઝાડી પર તલવાર ચલાવી. ફટાક... કરતી ઝાડી તો કપાઇ ગઇ, પણ સાથે-સાથે કોઇકનું માથું પણ કપાઇ ગયું. લક્ષ્મણને પસ્તાવો થયો : અરેરે... કોઇ બિચારા નિર્દોષની હત્યા મારાથી થઇ ગઇ. લક્ષ્મણે રામને વાત કરી. રામે કહ્યું : લક્ષ્મણ ! આ સૂર્યહાસ તલવાર છે. એની સાધના કરનાર કોઇ સાધકની તે હત્યા કરી છે. જો સાધક છે તો અહીં કોઇ ઉત્તરસાધક પણ હોવો જોઇએ. કપાઇ જનાર માણસ બીજો કોઇ નહિ, પણ મારો જ ભાણેજ શંબૂક હતો. મારી બેન ચંદ્રણખા; જેને મેં ખેર સાથે પરણાવી હતી તેનો એ પુત્ર ! મારી બેન ચંદ્રણખા ત્યાં આવી પહોંચી. પુત્રનું કપાયેલું માથું જોઇ તે ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડી : અરે... બેટા શંબૂક ! તું ક્યાં છે ? તું ક્યાં છે ? કોણે તને હણ્યો ? અરેરે... ચંદ્રણખાએ ત્યાં લક્ષ્મણના પગલાં જોયા. તેણીને થયું : આ જ મારા પુત્રનો હત્યારો લાગે છે. તે તેના પગલે-પગલે ચાલતી રામ-સીતા અને લક્ષ્મણ જ્યાં રહેલા હતા ત્યાં આવી પહોંચી. પણ જ્યાં મનોહર રૂપવાળા રામને જોયા ત્યાં જ ચંદ્રણખાને કામ જાગ્યો. વિદ્યાશક્તિથી તેણે પોતાનું રૂપ સુંદર બનાવી રામ પાસે અનિચ્છનીય માંગણી કરી. રામે મજાક કરતાં કહ્યું : બેન ! મારી પાસે તો સીતા છે એટલે મને જરૂર નથી. આ લક્ષ્મણ પત્ની વગરનો છે એની પાસે તું જા. લક્ષ્મણ પાસે જતાં તેણે કહ્યું : બેન ! તું પહેલાં મારા મોટા ભાઇ પાસે જઈ આવી એટલે હવે તું મારા માટે પૂજનીય બની ગઇ. હવે એવી વાત કરવી પણ શોભે નહિ. ચંદ્રણખા રામ-લક્ષ્મણની ચાલાકી સમજી ગઇ. પોતાની ઉડાડેલી ઠેકડી એનાથી છાની ન રહી. પુત્રના વધથી અને પોતાની મજાકથી તે સળગી ઊઠી. તેણે ખરને બધી વાત કરી. ચૌદ હજાર વિદ્યાધરોની સાથે ખર રામ-લક્ષ્મણને ખતમ કરવા ધસી આવ્યો. લક્ષ્મણ બહુ વિનયી હતો. હું બેઠો હોઊં ને મોટા ભાઇને યુદ્ધ માટે જવું પડે તે સારું ન કહેવાય. એવા વિચારથી તેણે રામને કહ્યું : “આ યુદ્ધમાં મને જવા દો.” રામે કહ્યું : વત્સ ! જા. તારો જય થાવ. પણ જો સંકટ જેવું જણાય તો સિંહનાદ કરજે. હું તરત જ તારી મદદે આવી પહોંચીશ. લક્ષ્મણ ખર સાથે યુદ્ધ કરવા પહોંચી ગયો. એક બાજુ ચૌદ હજાર અને બીજી બાજુ એકલો લક્ષ્મણ ! જંગ જોરદાર જામી પડ્યો. યુદ્ધ ચાલુ જ હતું ત્યારે જ ચંદ્રણખા મારી પાસે આવી અને મને આડા માર્ગે લઇ ગઇ. કૈકેયીએ રામનો ઇતિહાસ બદલાવ્યો. તો ચંદ્રણખાએ મારો ઇતિહાસ બદલાવી દીધો. સ્ત્રીઓ ખરેખર ગજબની હોય છે. ચંદ્રણખાએ મને કહ્યું : રામ-લક્ષ્મણ દંડકારણ્યમાં આવ્યા છે. તેમણે તમારા ભાણિયાને મારી નાખ્યો છે. એમને હજુ ખબર નથી કે મરનારનો મામો રાવણ છે. મારા પતિ સાથે અત્યારે લક્ષ્મણને ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. રામ સીતા સાથે આરામથી ઝૂંપડીમાં બેઠા છે અને ભાઇ ! એક મહત્ત્વની વાત કહું ? રામની ઘરવાળી સીતા તો એટલી રૂપાળી છે એટલી રૂપાળી છે કે દુનિયાની બધી સ્ત્રીઓ એની પાસે પાણી ભરે, મનુષ્ય સ્ત્રીઓની વાત જવા દો, દેવાંગનાઓનું પણ આવું રૂપ નહિ હોય ભાઇ ! આ ત્રણ ખંડની ધરતી પર જે કોઇ રત્ન હોય, તેની માલિકી તારી ગણાય. આ સ્ત્રીરત્નનો પણ તું જ હક્કદાર છે. તારા જ અંતઃપુરમાં એ શોભે તેવી છે. જંગલમાં રખડતા રામની ઝુંપડીમાં તો એ ભૂલથી ભરાઇ પડી છે. એનું સ્થાન સોનાની લંકામાં જોઇએ. તો ભાઇ ! વિધાતાની આટલી ભૂલ તું સુધારી લે. જો તું સીતાને તારી રાણી બનાવે તો જ ખરો મદે ! તો જ ખરો રાવણ ! જો તું આટલુંય ન કરી શકે તો હું સમજીશ કે મારો ભાઇ દેખાવમાં જ બળવાન છે, અંદરથી તો બાયેલો છે, કાયર છે.' મને તેણે બરાબર પાણી ચડાવ્યું. મારા દર્ષ અને કંદર્પ બંને ઉત્તેજિત થાય તે રીતે આખી વાતને રજુ કરી. આમેય હું કામી અને માની હતો જ, તેમાંય આવા માણસો મળી જાય પછી જોઇએ જ શું? આત્મ કથાઓ • ૪૮૭ આત્મ કથાઓ • ૪૮૬
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy