SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ કરાવ્યા. તમે કહેશો : આ તો તમે કસાઇઓના પેટ પર પાટું માર્યું. બિચારા કસાઇઓનો ધંધો તૂટી ગયો ! પશુઓની દયા કરવા જતાં તમે માનવોની તો દયા જ ભૂલી ગયા. પણ હું એવો અવિચારી ન્હોતો. પશુઓની પણ દયા મારા હૃદયે વસી હોય તો માનવોની દયા ન હોય એ તમે શી રીતે કહી શકો ? ધંધા વગરના કસાઇઓને મેં ત્રણ વર્ષ સુધી સતત અનાજ આપ્યા કર્યું. તમે કદાચ કહેશો : પણ જે લોકો માંસાહારી છે, એમને તો તમે દુ:ખી જ કર્યાને ? તમારો આ તર્ક ઊંધો છે. ખરેખર તો મેં એમને સુખી જ કર્યા છે. દુઃખનું મૂળ પાપ છે. પાપથી મેં તેઓને અટકાવ્યા તો સુખી કર્યા કહેવાય કે દુ:ખી ? શરદીના દર્દી પાસેથી મા શીખંડનો વાટકો ઝૂંટવી લે, એ દર્દી દહીં વિના ચીસાચીસ કરે તો માએ એ દર્દી બાળકને સુખી કર્યો કહેવાય કે દુ:ખી ? માત્ર એના મનને શું ગમે છે ન જોવાય, એના માટે હિતકર શું છે ? એ જ જોવાય. મારા રોમ-રોમમાં પ્રજાનું હિત વસી રહ્યું હતું : હું એને દુઃખી શી રીતે કરું? આમ તો બલાત્કારે આવા આવા કાયદા કરવામાં આવે તો પ્રજા બંડ પોકારે અને શાસકને ઉથલાવી પણ દે. પરંતુ જ્યારે પ્રજાને પ્રેમ અને વાત્સલ્યપૂર્વક સમજાવવામાં આવે ત્યારે એ અવશ્ય શાસકનું માનતી હોય છે. મેં માંસાહારીઓને સમજાવવા માંડ્યું : માંસાહાર એ માનવજાત માટે તદ્દન અયોગ્ય છે, અકુદરતી છે. પશુઓમાં માંસાહારી અને શાકાહારી વચ્ચે રહેલો ભેદ સમજશો તો મારી વાત તરત જ સમજાઇ જશે. કૂતરા, બિલાડી, સિંહ, વાઘ, વરૂ, ચિત્તા, દીપડા વગેરે માંસાહારી પ્રાણીઓ છે. ગાય, ભેંસ, બકરી, ઘેટા, હરણ, સસલા વગે૨ે શાકાહારી છે. બંનેની શરીર-રચનામાં કેટલો ફરક છે ? બિલાડીના દાંત જુઓ ને ગાયના દાંત જુઓ ? કેટલો ફરક દેખાય છે ? માણસના દાંત બંનેમાંથી કોના જેવા છે ? માંસાહારી પ્રાણીઓના આગલા બે દાંત ધારદાર તીક્ષ્ણ હોય છે. દાઢો તો હોતી જ નથી. માંસાહારી પ્રાણીના પગમાં નહોર હોય છે. શાકાહારી પ્રાણીઓના નથી હોતી. માંસાહારી પ્રાણીઓનો જન્મ થાય છે ત્યારે બચ્ચાની આંખો કેટલાય સમય સુધી બંધ રહેતી હોય આત્મ કથાઓ • ૪૧૪ છે. મુખ્યતાએ અંધારામાં વધુ દેખતી હોય છે. માંસાહારી પ્રાણીઓનાં આયુષ્ય ટૂંકાં હોય છે. તેઓ પાણી જીભથી પીએ છે. પસીનો વળતો નથી. તેમના આંતરડાં ટૂંકાં હોય છે. હવે તમે જ વિચારો : માણસના શરીરની બનાવટ કોના જેવી છે ? માંસાહારી પ્રાણીઓ જેવી કે શાકાહારી પ્રાણીઓ જેવી? : માંસાહાર આમ પણ તદ્દન અનુચિત છે. અનેક રોગોને અને વિકારોને જન્મ આપનાર છે. પરલોકમાં નરકાદિ દુર્ગતિમાં લઇ જનાર છે. આ જન્મમાં પણ જંગલી સંસ્કારોને મજબૂત કરે છે. માંસાહાર એ જંગલીપણું છે. સભ્ય માનવ કદી માંસાહાર કરે નહિ. માંસાહાર કરનાર માણસને માણસના રૂપમાં રહેલો ‘વરૂ’ સમજવો ! મારી આ સમજાવટની ધારી અસર થઇ. અનેક લોકો માંસાહારથી અટક્યા. મોટા ભાગની પ્રજાએ મારી તરફેણ કરી. મેં સમગ્ર રાજ્યમાં કાયદો કર્યો : કોઇથી પણ પ્રાણીની હત્યા થઇ શકશે નહિ. નાનકડા જીવજંતુની હત્યા કરનારો પણ રાજ્યનો ગુનેગાર ગણાશે. મારો આ કાયદો પ્રજા સંપૂર્ણ રીતે પાળે છે કે નહિ તે જોવા માટે ચોમેર ગુપ્તચરો ગોઠવ્યા. ગુપ્તચરો મને માહિતી આપતા રહ્યા કે - સંપૂર્ણ દેશમાં માંસાહાર બંધ છે. કસાઇખાના બંધ થયા છે. માછીમારી બંધ થઇ છે. લોકો દયામાં વિશ્વાસ કરતા થયા છે. અરે... ધાર્મિક યજ્ઞોમાં પણ જે પશુ આદિની હિંસા થતી હતી તે બંધ થઇ ગઇ છે. યજ્ઞમાં પશુઓના સ્થાને અનાજ હોમવામાં આવી રહ્યું છે. બધી જગ્યાએ અહિંસા, કરુણા અને દયાનું સામ્રાજ્ય છે. રાજ્યમાં કોઇ ‘મર’ શબ્દ પણ બોલતું નથી. હિંસાત્મક શબ્દોને પણ દેશવટો મળ્યો છે. જૈનો તો આ અમારિ પ્રવર્તનથી એટલા રાજી થયા છે કે તેઓ સ્પષ્ટપણે કહે છે : ખુદ ભગવાન મહાવીર સ્વામીની વિદ્યમાનતામાં શ્રેણિક રાજા જે અમારિ પ્રવર્તન કરાવી ન શક્યા, તે કુમારપાળ કરાવી શક્યા છે. સંપૂર્ણ પ્રજા સુખી છે. સામાન્ય રીતે વિદ્યમાન રાજાની પ્રશંસા પ્રજા કદી કરતી નથી, પણ આપની તો આપની વિદ્યમાનતામાં જ પ્રશંસા થઇ રહી છે, એ જ બતાવે છે કે આપનું અહિંસાનું પ્રવર્તન સફળ થયું છે. હું કુમારપાળ • ૪૧૫
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy