SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ (3) હું રાજા બન્યો હવે સિદ્ધરાજના ભયથી સંપૂર્ણ મુક્ત બનવા મેં માળવા તરફ પ્રયાણ આદર્યું. હવે સિદ્ધરાજ તરફથી ભય ઓછો થઇ ગયો હતો. જો કે ભય હતો તો ખરો જ, પણ માળવા ગુજરાતથી દૂર પડી જાય એટલે મારી ગુપ્તતા જળવાઇ રહી. કેટલાક વખત સુધી હું ત્યાં રહ્યો. જૈનાચાર્ય શ્રી હેમચન્દ્રચાર્યની આગાહી પ્રમાણે વિ.સં. ૧૧૯૯ મા.વ. ૪ની હું રાહ જોવા લાગ્યો અને એ વખત જોત-જોતામાં આવી પહોંચ્યો. દુઃખના દહાડા જો કે લાંબા લાગતા હોય છે, છતાં હવે મને પહેલાં જેટલું દુઃખ હોતું. રઝળપાટ મટી ગઇ હતી. મોટું દુઃખ અનુભવ્યું હોય પછી સામાન્ય દુઃખ તો કાંઇ જ ન લાગે. ઉલટું એમાં પણ સુખ લાગે. મારે પણ એવું જ થયું. અલ્પદુઃખવાળો મારો એ સમય ઝડપભેર પસાર થઇ ગયો. હજુ તો વિક્રમ સંવત ૧૧૯૯ના નૂતન વર્ષની શરૂઆત જ હતી ત્યાં મને સમાચાર મળ્યા : કા.સુ. ૩ના સિદ્ધરાજ મૃત્યુ પામ્યો છે. મરતાંમરતાં સિદ્ધરાજે કહેલું છે કે - મારા ઉત્તરાધિકારી તરીકે સેનાપતિ ચાહડને સ્થાપવો. કુમારપાળને તો નહિ જ. પરંતુ પ્રજા તથા મંત્રીઓનો એવો મત છે કે ત્રિભુવનપાળના પુત્રોમાંથી જ કોઇ રાજા થવો જોઇએ. કારણ કે રાજ્યના સાચા વારસદાર તેઓ છે. સિદ્ધરાજના નજીકના સગાઓ તેઓ જ છે. હું તરત જ પાટણ પહોંચ્યો. સિદ્ધરાજની અત્યેષ્ટિ થઈ ચૂકી હતી. સત્તાની સાઠમારી ચાલુ હતી. સામંતો-મંત્રીઓ વગેરેમાં ‘રાજા' કોને બનાવવો? તે અંગે મતભેદો ઊભા થયા હતા. સામાન્ય રીતે મૃત્યુ પછી ૧૨ દિવસમાં નવા રાજાની સ્થાપના થઇ જવી જોઇએ - એ પ્રાચીન પરંપરા પણ જળવાઈ ન્હોતી. એનાથી વધારે દિવસો વીતી ગયા હતા. ઘડીભર તો મને થઇ આવ્યું : આવી સત્તાની સાઠમારીમાં મારે શા માટે જવું જોઇએ ? હું રાજા ન થયો તો શું ફરક પડવાનો છે? સારા માણસોએ તો સત્તાથી દૂર જ રહેવું જોઇએ. સત્તા એટલે ગંદવાડ ! નર્યો કાદવ ! ત્યાં સારા માણસને પણ બગડી જતાં વાર ન લાગે ! સત્તાનો કોક નશો જ એવો છે ! પણ બીજી જ પળે મને વિચાર આવ્યો : સારા માણસો જો સત્તાથી દૂર રહેશે તો દુષ્ટ માણસો તો તૈયાર જ છે ! સારા માણસો સત્તાથી દૂર રહે તેનો અર્થ એ થયો કે તેમણે હાથે કરીને દુર્જન માણસોને તક આપી. સત્તા આવ્યા પછી “સારા” રહી શકાય નહિ, માટે સત્તાથી દૂર ભાગવું એ તો નર્યો પલાયનવાદ થયો. એવા સારા માણસની સજ્જનતા નપુંસક પુરવાર થઇ ગણાય. જો ખરેખર સજ્જનતા હોય તો સત્તા મળતાં એ શા માટે ચાલી જાય - એ તકલાદી સમજવી. તડકો લાગતાં જ જે રંગ ઊડી જાય તે હળદરિયો સમજવો. જો સજ્જનતા સાચું સોનું હોય તો સત્તાની આગ મળતાં વધુ ઝળકવું જોઇએ. જો ન ઝળકે હું કુમારપાળ • ૪૦૧ આત્મ કથાઓ • ૪00
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy