SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ છે. મને એ ઝલક મળી. એના પ્રકાશમાં મેં જોયું : ગયા ભવમાં આ જ વિમાન (નલિનીગુલ્મ નામનું દેવવિમાન)માં હું દેવ હતો. ઓહ ! રૂપથી લસલસતી તેજથી તરવરતી એ અપ્સરાઓ ! રત્નોથી ઝગમગતા થાંભલાઓ ! થાંભલાઓથી શોભતું સભાસ્થાન ! એકેએક વસ્તુ અદ્ભુત ! ક્યાં એ દેવના અદ્ભુત સુખો અને ક્યાં આ માણસોના ગંધાતા સુખો ? ક્યાં એ દિવ્યદેહમયી દેવાંગનાઓ ? ક્યાં આ વિષ્ટા અને હાડકાની ગંધાતી કોથળી જેવી માનવ સ્ત્રીઓ ? ક્યાં એ દિવ્ય સુખ ? ક્યાં આ અશુચિ સુખ ? છટ્... આને તે કાંઇ સુખ કહેવાય ? આ તો દુઃખનું જ બીજું નામ છે. ના... ન જોઇએ આવા વિષ્ટા જેવા સુખો. મારું મન હવે માનવીય સુખોથી કંટાળી ગયું. બત્રીસ-બત્રીસ રૂપાળી રમણીઓ પણ દેવાંગનાઓ યાદ આવતાં ગંધાતી ગટર લાગવા માંડી. પણ મને નવાઇ એ લાગી કે મહારાજ પાસે આ વિમાનની માહિતી ક્યાંથી ? શું તેમણે એ વિમાન જોયું હશે ? નક્કી ત્યાં જવાનો માર્ગ તેઓ પાસે હોવો જોઇએ. હું તો તરત જ તેમની પાસે પહોંચી ગયો. પૂછ્યું : ‘મહારાજ ! તમે નલિનીગુલ્મ વિમાન જોયું છે ?’ ‘ના.’ “તો તમને એની માહિતી ક્યાંથી મળી ?’ ‘શાસ્ત્રની આંખથી.’ “એટલે ?’ “અમારા શાસ્ત્રો સર્વજ્ઞ ભગવંતોએ રચેલા છે. આથી સંપૂર્ણ સંવાદી છે. આ શાસ્ત્રની આંખના સહારે અમે અહીં બેઠા-બેઠા ત્રણેય લોકને જાણી શકીએ છીએ.’ ‘એમ ?” બહુ નવાઇભર્યું કહેવાય, પણ મને નલિનીગુલ્મ વિમાનમાં જવાનો માર્ગ બતાવો. મારે ત્યાં જવું છે. આચાર્ય ભગવંતે કહ્યું : ભદ્ર ! ત્યાં જવા માટે કોઇ નિસરણી નથી, આ સંયમ દ્વારા ત્યાં જઇ શકાય. મારે તો ગમે તે ભોગે નલિનીગુલ્મ વિમાનમાં જવું જ હતું. મેં કહ્યું : “મને સંયમ આપો. જો કે લાંબાકાળ સુધી સંયમ પાળવાની મારી આત્મ કથાઓ • ૩૮ કોઇ શક્તિ નથી, પણ હું ઇંગિની અનશન કરી મારું કલ્યાણ કરી લઇશ.” રાત્રિનો સમય હતો એટલે ત્યારે તો આચાર્યદેવ શી રીતે દીક્ષા આપે ? પણ હું ખૂબ જ અધીર બન્યો હતો. મેં મારી મેળે જ લોચ કરી લીધો. મારી અદમ્ય તમન્ના જોઇ ગુરુદેવે મને રજોહરણ વગે૨ે આપ્યું. આમ રાત્રે જ મારી દીક્ષા થઇ ગઇ. મારા કુટુંબીઓને કાંઇ જ ખબર પડી નહિ. હું તો રાતોરાત કંથરવનમાં કાયોત્સર્ગ કરવા નીકળી પડ્યો. હું નાનપણથી જ અત્યંત લાડકોડમાં ઉછરેલો હતો, મેં અત્યંત વૈભવી ઠાઠથી જીવન ગુજારેલું હતું. કદી ઊઘાડા પગે ચાલેલો નહિ, વળી હું અત્યંત કોમળ હતો. મારા પગને તમે અડકો તો તમને એમ જ લાગે : જાણે માખણનો પિંડો ! ગામ બહાર વનમાં જ્યાં મેં પગલા માંડ્યા કે કાંટા વાગવા માંડ્યા. લોહી નીકળવા માંડ્યું. ભયંકર પીડા થવા માંડી. પણ મને ક્યાં એની પડી હતી ? હું તો મારી ધૂનમાં હતો. સ્મશાનમાં જઇ હું કાયોત્સર્ગમાં અચલપણે ઊભો રહી ગયો. હવે થયું એવું કે મારા લોહીની ગંધથી એક ભૂખી શિયાળ પોતાના બચ્ચા સાથે મારી પાસે આવી પહોંચી. મારા પગને કરડી-કરડી માંસ ખાવા લાગી. સામાન્ય રીતે જીવતા માણસની પાસે શિયાળ આવે નહિ, ગભરાઇને ભાગી જ જાય. પણ તેને એટલી અસહ્ય ભૂખ લાગેલી કે તેનો ભય પણ ભાગી ગયો. વળી મેં કોઇ પ્રતિકાર કર્યો નહિ એટલે એ તો મજેથી મારા પગ ખાવા લાગી. હું તો બ્રહ્મધ્યાનમાં લીન બની ગયો, શરીરથી પર બની ગયો. શરીરથી પર બન્યા વિના આવી ભયંકર પીડા શી રીતે સહન થાય ? પીડા પણ ક્યાં સુધી ? લગાતાર ત્રણ-ત્રણ પહોર સુધી. પહેલે પહોરે પગ, બીજા પહોરે સાથળ, ત્રીજા પહોરે પેટ - શિયાળે પરિવાર સહિત ખાવા માંડ્યું. તમે કહેશો આટલા વખત સુધી માણસ જીવતો શી રીતે રહી શકે ? મરી ન જાય ? યાદ રાખો : જ્યાં સુધી માણસના મર્મસ્થાન સલામત હોય ત્યાં સુધી હાથ-પગ વગેરે કપાવા છતાં પણ માણસ જીવતો રહી શકે છે. હું પણ આટલો વખત જીવતો જ રહ્યો હતો. હા, એટલું ખરૂં કે મારા પગ ખવાઇ ગયા એટલે તરત જ હું નીચે ધરતી પર પડી ગયો. આટલી ભયંકર પીડામાં પણ દેવગુરુની કૃપાએ હું સમાધિ જાળવી શક્યો. આત્મ કથાઓ • ૩૯
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy