SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ વાનગીમાં નહિ, આવું સત્ય મને હવે સમજાવા લાગ્યું હતું. અત્યાર સુધી તો હું દધિસ્થલીમાં જાગીરદારી ઠાઠ ભોગવતો હતો એટલે ભૂખ શું છે? તેનો ખ્યાલ જ ન્હોતો. માલ-મલીદા રોજ મળતા પણ ભૂખ ન્હોતી મળતી. ભૂખ લગાડવા હું ક્યારેક કોઇક નુસખા પણ શોધતો. હવે હાલત એવી થઇ ગઇ કે મારે રોટલો શોધવો પડે છે ! ગરીબ અને શ્રીમંતની અવસ્થાનો ખ્યાલ આવ્યો. ગરીબ રોટલી શોધે ને શ્રીમંત ભૂખ શોધે ! ગરીબ પથારી શોધે ને શ્રીમંત ઊંઘ શોધે ! શોધ બંનેની સમાન હોય છે છતાં ભૂખ અને ઊંઘ શોધનાર શ્રીમંત કરતાં રોટલી અને પથારીની શોધ કરનાર ગરીબ, અપેક્ષાએ વધુ સુખી હોય છે. ગરીબ ખેડૂતોની પણ પોતાની મસ્તી હોય છે ! ખુલ્લા આકાશના છત્ર નીચે ખુલ્લી ધરતી સાથે કામ કરતા ખેડૂતને જે આનંદ આવે તે આનંદ તળાઇમાં પોઢેલા શ્રીમંતોને પણ નથી - એ પણ પહેલીવાર સમજાયું. મેં ખેડૂતનો આભાર માન્યો. પૂછ્યું : ‘તમારું નામ શું છે ?' મહારાજ ! મને લોકો “ભીમો’ કહે છે ! ખેડૂતે કહ્યું. અત્યારે તો હું મહારાજા નથી, દર-દર ભટકતો, રખડુ જિંદગી ભોગવતો અભિશપ્ત માનવ છું. પણ ભીમાભાઇ ! દરેક દુઃખનો અંત હોય છે. દરેક રાતના અંતે અવશ્ય સવાર થતી હોય છે. મારા જીવનમાં પણ એક દિવસ સુખની સવાર ઊગશે એવી ચોક્કસ ખાતરી છે. જ્યારે તમે એમ સાંભળો કે કુમારપાળ પાટણનો રાજા થયો છે ત્યારે તમે અવશ્ય મારી પાસે આવજો. ત્યારે હું તમારા ઉપકારનો બદલો કંઇક અંશે પણ વાળી શકીશ. તમે મારી જાન બચાવ્યો... એ ઉપકારને હું કદી પણ ભૂલી શકું તેમ નથી. સાથે-સાથે એ પણ સાચું છે કે હું અત્યારે તમને કશું આપી શકે તેમ પણ નથી. હું પોતે અત્યારે અકિંચન અવસ્થામાં છું.' ‘અરે કુમારપાળ ! આમાં આપવા-લેવાની વાત જ ક્યાં ? આ તો માણસ તરીકેની મારી ફરજ હતી. મેં તે બજાવી છે. મને પૂર્ણ સંતોષ થયો છે. માણસ જો માણસનો સહાયક નહિ બને તો કોણ બનશે ?” ભીમા ખેડૂતે નમ્રતાપૂર્ણ જવાબ આપ્યો. હું હવે જવાની તૈયારી કરવા લાગ્યો. ભીમાએ મને કહ્યું : “કુમારપાળ ! તમે અહીંથી હવે તરત જ જતા રહો - એમાં તમારું કલ્યાણ છે. હજુ તમારા માથે મોતની તલવાર લટકી રહી છે. સિદ્ધરાજ તમારા માથા માટે આકાશ-પાતાળ એક કરી રહ્યો છે. પણ મને વિશ્વાસ છે કે ભગવાન તમારી રક્ષા કરશે. મારનાર કરતાં હંમેશા તારનાર બળવાન છે. કુમારપાળ ! પધારો. તમારું ભાવિ ઉજ્જવળ બનો. તમારો માર્ગ નિષ્કટક બનો.' ભીમા ખેડૂતની આશિષ લઈ હું ચાલતો થયો ! ભીમા ખેડૂતને ત્યાંથી વિદાય લઇ હું થોડુંક ચાલ્યો તો ખરો... પણ ચિત્તમાં ચિંતાની સમડીઓ ચક્કર મારતી હતી. ક્યાં જવું ? તેનો વિચાર ન્હોતો. હું બસ એમજ ચાલી રહ્યો હતો. હું પોતે જ જાણે મારા પગોને પૂછી રહ્યો હતો : ઓ પગો ! તમે ચાલો તો છો, પણ મને કઇ તરફ લઇ જાવ છો ! મને કશી ખબર ન્હોતી : હું ક્યાં જાઉં છું. જાણે પગ ચલાવે તેમ ચાલ્યો જતો હતો. મેં વિચાર્યું : ક્યાં દધિસ્થલી જાઉં? ના... ત્યાં નથી જવું. સિદ્ધરાજને ખબર પડશે તો વળી આફત આવશે.. મારા કારણે મારા કુટુંબને પણ તકલીફ પડશે. એના કરતાં એવા સ્થાને પહોંચી જાઉં... જ્યાં સિદ્ધરાજ મને શોધી શકે નહિ. મેં અરવલ્લીના પહાડોમાં જવા વિચાર્યું. થોડા દિવસ પહાડોમાં રહ્યો પણ ખરો. પરંતુ ખાવાનું કોણ આપે ? રહેવું ક્યાં ? સૂવું ક્યાં ? જંગલોમાં થોડાક દિવસો પસાર કરી મેં પાછા જવા વિચાર્યું. રસ્તામાં તારણ પર્વત પર હું રોકાયો. ત્યાં મેં એક અદ્ભુત ઘટના જોઇ. આમ તો જો કે રોજ મને જંગલમાં નવી-નવી ઘટનાઓ જોવા મળતી જ હતી, પણ એ બધી વાતો જવા દો. હું મહત્ત્વપૂર્ણ ઘટના કહું. આરામથી ઝાડ નીચે બેઠો હતો ત્યારે એક ઉંદર જોયો. એના મોંમાં સોનામહોર હતી. હું સ્તબ્ધ થઇ ગયો. ઉંદર અને સોનામહોર ? ઉંદરને વળી સોનામહોરો સાથે શું લેવા-દેવા? માણસો તો સોનામહોરો જોઈને મલકે.. પણ અહીં તો ઉંદર પણ મલકે છે. રે, સોના ! તારું ગજબનું આકર્ષણ છે ! ઉંદરે દરમાંથી એક પછી એક સોનામહોરો કાઢવા માંડી. ઢગલો કરીને આસપાસ નાચવા લાગ્યો. જરૂર પૂર્વભવમાં આ કોઇ લોભી વેપારી હોવો જોઇએ. એના જ આ સંસ્કારો લાગે છે. માણસને હું કુમારપાળ : ૩૯૧ આત્મ કથાઓ • ૩૯૦
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy