SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ખેડૂતની આવી બેધડક વાતો સાંભળી સૈનિકોનો જુસ્સો ઠંડો પડી ગયો. એક સૈનિકે બીજાને કહ્યું : “અહીં કુમારપાળ લાગતો નથી. લાગે છે કે બીજે ક્યાંક છુપાઇ ગયો હશે ? જો અહીં કુમારપાળ હોય તો આટલી નીડરતાથી આ ખેડૂત બોલી શકે નહિ. સામાન્ય રીતે જૂઠા માણસની વાણી નબળી હોય... બોલે ત્યારે પણ ઢચુ-પચુ જ બોલે... એની વાણીમાં ભયનું કંપન હોય. પણ આ તો બિલકુલ નિર્ભય વાણી છે. ક્યાંય ધ્રુજારી, ભય કે શંકાના ચિહ્નો જણાતા નથી. લાગે છે કે ખેડૂતની વાત સાચી છે. શહેરી માણસ તો બનાવટ કરીને જૂઠું પણ નિર્ભયતાપૂર્વક કહી શકે, પણ આ તો ગામડિયો ખેડૂત છે. એ તો જે હોય તે કહી દે. આમ પણ કુમારપાળને બચાવવામાં એને રસ ક્યાંથી હોય ? બીજાને બચાવવા કોઇ માણસ પોતાની જાતને તો ખતરામાં ન કહ્યું: મહેરબાન ! મને બચાવો. મારી પાછળ શત્રુઓ પડ્યા છે. હમણાં જ મને પકડી લેશે. કોઇક સ્થાને મને છૂપાવી દો.” પેલા ખેડૂતને મારી દયા આવી અને મને ખાડા તરફ આંગળી ચીંધીને કહ્યું : “બાવાજી ! આમાં ઘૂસી જાવ.” હું ઝટપટ અંદર ઘૂસી ગયો. ખેડૂતે ઉપર કાંટા નાખ્યા અને ધૂળ પણ નાખી. મને કાંટા વાગ્યા. લોહી નીકળ્યું. ધૂળથી આખો હું ખરડાઇ ગયો. પણ જીવ બચાવવાની વાત છે ને ? જીવ બચાવવા માણસ શું ન કરે ? - “અલ્યા ખેડૂત ! અહીંથી હમણાં કુમારપાળ જતો હતો તે ક્યાં ગયો?' સિદ્ધરાજના એક સૈનિકનો સત્તાવાહી અવાજ આવ્યો. હું ધ્રુજી ઊઠ્યો. આજે તો ભગવાન જ બચાવશે. હું મનોમન ભગવાનને પ્રાર્થી રહ્યો. ‘કુમારપાળ ? કોણ કુમારપાળ ? હું કુમારપાળને જાણતો જ નથી. અહીંથી કોઇ પસાર થયું જ નથી.' ખેડૂતે જવાબ દીધો. ‘તું જૂઠું બોલે છે. કુમારપાળને અહીંથી હમણાં જ જતો અમે જોયેલો. એટલીવારમાં ક્યાં ગુમ થઇ ગયો ?' એ હું કાંઇ ન જાણું.' ‘તારી ચાલાકી રહેવા દે અને કુમારપાળ બતાવ. તું અમારી પાસે જૂઠું નહિ બોલી શકે. કારણ કે કુમારપાળના પગલાં અહીં જ પૂરાં થાય છે. સાચી વાત કહી દે : કુમારપાળ ક્યાં છે ? જો તું કહી દઇશ તો ઇનામ મળશે અને નહિતર આ તલવાર તારા ડોકા પર ફરી વળશે. તું જાણે છે : કુમારપાળ કોણ છે ? કુમારપાળ સિદ્ધરાજનો શત્રુ છે. તેને આશ્રય આપનારના પ્રાણ અહીં સલામત નથી એ તો તને ખ્યાલ છે ને ? “સિદ્ધરાજનો શત્રુ તે મારો પણ શત્રુ જ હોય ને ? એવા શત્રુને હું શા માટે આશરો આપું ? શા માટે મારો જીવ જોખમમાં મૂકું ? કુમારપાળ કાંઇ મારો સગો નથી કે એના માટે હું પ્રાણ ખતરામાં મૂકું. છતાં જો તમને એવું લાગતું હોય તો તમે અહીં બધે જ શોધી શકો છો. તમને હું સહાયક બનીશ. જો કુમારપાળ મળી જાય તો તમારી તલવાર ને મારું માથું ! બસ, ? બીજું કાંઇ ?” આત્મ કથાઓ • ૩૮૬ ખાડામાં બેઠો-બેઠો આ બધા સંવાદો સાંભળી રહ્યો હતો. અત્યાર સુધી મારો જીવ અદ્ધર હતો, પણ સૈનિકની વાતો સાંભળી જીવ કાંઇક હેઠે બેઠો : ચલો, ગમાર જણાતા ખેડૂતે સારા જવાબો આપ્યા. સૈનિકો માની ગયા. હવે કાંઇ જ તપાસ્યા વિના જતા રહેશે. પણ ધારેલું બધું થોડું થાય છે? હું મને અનુકૂળ પડે તેવા વિચાર કરી રહ્યો હતો ત્યાં જ બીજા સૈનિકનો અવાજ આવ્યો : “અલ્યા ! તું ભોળો છે. એમ કાંઇ કોઇની વાત સાચી માની લેવાય નહિ. આ ખેડૂત જૂઠું નહિ બોલતો હોય એની શી ખાતરી ? તને ખબર છે : “જૂઠું બોલનારા માણસો તો ઘણીવાર સાચું બોલનાર કરતાં પણ વધુ નિર્ભયતાથી બોલતા હોય છે ? શહેરી જૂઠું બોલે ને ગામડિયા ન બોલે એવો ય કોઇ નિયમ નથી. આજકાલ તો સિદ્ધરાજના રાજ્યમાં બધે જ ભણતર વધ્યું છે, એટલે શહેરી જ નહિ, ગામડિયા માણસો પણ ચાલાક થઇ ગયા છે. એટલે ક્યાંય વિશ્વાસ તો ન જ મૂકી શકાય. વળી પગલાં અહીં જ પૂરા થાય છે એટલે અહીં જ ક્યાંક કુમારપાળ હોવો જોઇએ. વળી આટલે દૂર આવ્યા છીએ તો તપાસ તો કરી લઇએ ! તપાસ કરવામાં જાય છે. શું આપણું ? કદાચ કુમારપાળ મળી પણ જાય !” હું કુમારપાળ • ૩૮૭
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy