SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ (પ8) હું હેમચન્દ્ર મારી મા સાથે હું ઉપાશ્રયમાં ગુરુદેવના દર્શનાર્થે ગયો. મારી ઉંમર તો પાંચ જ વર્ષની હતી. મને તો એ પણ ખબર નહિ કે ગુરુવંદન એટલે શું ? મારી મા ગુરુદેવને વંદન કરતી રહી ને હું તો બાજુની પાટ પર સિંહની અદાથી ચડી બેઠો. મારી માએ બૂમ પાડી : અલ્યા ! ચાંગા ! તું ક્યાં ગયો ? ક્યાં છૂપાઇ ગયો ? પણ હું તો ચૂપ જ રહ્યો. માએ આમ-તેમ નજર ઘુમાવી ને મને શોધી કાઢ્યો ને કહેવા લાગી : બેટા ! આ ગુરુદેવનું આ આસન કહેવાય. અહીં આપણાથી બેસાય નહિ. પાપ લાગે હો ! આ ધીંગામસ્તી કરવાનું સ્થાન નથી, આ તો ઉપાશ્રય છે. સમજ્યો ? માના કહેવાથી હું પાટ પરથી તરત જ ઊતરી ગયો. ત્યારે ગુરુદેવ મારી માને કહી રહ્યા હતા : જોયું ? ‘પુત્રના લક્ષણ પારણેથી’ તે આનું નામ ! તમે થોડા વર્ષો પહેલા સ્વપ્નમાં ચિંતામણી રત્ન જોયાની વાત કરી હતી ને ? એ સ્વપ્નનું ફળ આ પુત્રરત્ન છે. આ બાળકના કપાળ પર મને ભવિષ્યમાં થનારી શાસનની પરમ ઉન્નતિ દેખાઇ રહી છે. આ બાળકને જો નાનપણમાં સાધુ બનાવવામાં આવે તો તે મહાન પ્રભાવક બનશે. એ બાળકને અત્યારથી જ અમને સોંપી દો. મારી માએ કહ્યું : આપની વાત હું સ્વીકારું છું. મારો બાળક શાસનપ્રભાવક બને, એમાં મને પણ રસ છે. હું એ જ ઇચ્છું છું. પણ અત્યારે આપું શી રીતે ? એના પિતા બહારગામ ગયા છે. એમને આના પર બહુ જ પ્રેમ છે. તેઓ રજા આપે એમ મને લાગતું નથી. મારી તો આપના ચરણે બાળકને સોપવાની પ્રબળ ઝંખના છે. આપ જો રાખતા હો તો હું આ બાળકને હમણાં જ સોંપી દઉં ! એના પિતાનો વિરોધ થશે ત્યારે જોયું જશે. આપ એનો ઉકેલ બરાબર લાવશો, એવી મને શ્રદ્ધા છે. આમ મારી બાએ મને ગુરુદેવશ્રી દેવચન્દ્રસૂરિજીના ચરણોમાં સમર્પિત કર્યો. હું ગુરુદેવની સાથે ધંધુકાથી ખંભાત ગયો. મારી જન્મભૂમિ ધંધુકા, એ તો તમને ખ્યાલ જ હશે ? ધારણા પ્રમાણે થોડા જ દિવસોમાં ખંભાતમાં મારા પિતાજી આવી પહોંચ્યા. તેમના ચહેરા પર લાગતું હતું કે તેઓ બહુ ગુસ્સામાં હતા. મને તો ગુરુદેવે મંત્રીશ્રી ઉદયનના ઘેર મોકલી દીધો. ગુરુદેવે મારા પિતાશ્રીને પણ ત્યાં મોકલ્યા. મને જોઇને જ તેઓ ભેટી પડ્યા. ઉદયન મંત્રીશ્વરને કહ્યું : મારા પુત્ર પર તમારો શો અધિકાર છે ? હું મારો પુત્ર લઇ જાઉં . મંત્રીએ કહ્યું : મહાનુભાવ ! આપના પુત્ર પર આપનો જ અધિકાર છે. આપ ઇચ્છો ત્યારે લઇ જઇ શકો છો, પણ પહેલાં ભોજન તો કરી લો. પછી આપણે નિરાંતે વાતો કરીશું. મંત્રીની વાત માન્ય કરી મારા પિતાજી મારી સાથે ભોજન કરવા બેઠા. ખૂબ જ પ્રેમથી અદ્ભુત વાનગીઓ દ્વારા મંત્રીએ અમારી ભક્તિ કરી. ભોજન પછી મંત્રીશ્વરે એક લાખ સોનામહોર સાથે કપડાંની જોડ ધરતા કહ્યું : ચાચિગભાઇ ! (મારા પિતાજીનું નામ ચાચિગ હતું) પહેરામણી તરીકે હું તમને કપડાંની જોડ સાથે સવા લાખ સોનામહોર આપું છું. તમે પ્રેમથી સ્વીકારો પણ પુત્ર આપો. મારા પિતાજીએ કહ્યું : એટલે શું તમે મારા પુત્રને પૈસાથી ખરીદવા માંગો છો ? ના... હું મારા પુત્રને વેંચવા નથી માંગતો. મંત્રી બોલ્યા : ભાગ્યશાળી ! જરા વિચારો. તમારા પુત્રની મારે નહિ, પણ શાસનને જરૂર છે. તમારા પુત્ર દ્વારા શાસનનો મહાન ઉદ્યોત થવાનો છે. જુઓ, મારા આ ત્રણેય પુત્રો હાજર છે. એમાંથી જે જોઇએ તે એક લઇ લો, પણ તમારો પુત્ર શાસનને આપો. તમે તમારા પુત્રને ઘેર રાખશો તો એ બહુ બહુ તો વેપારી થશે, ઓહ ! જે જૈનશાસનનો શિરતાજ થઇ દસે દિશામાં ફેલાઇ જવાનો છે તેને તમે ચાર દિવાલોમાં કેદ કરશો ? જે સૂર્ય બનવાનો છે, તેને તમે દીવો જ બનાવીને સંતોષ રાખશો ? જે બી ઘેઘૂર વૃક્ષ બનવાનું છે તેને તમે પગતળે ચગદી નાખશો ? ઘંટીમાં દળી નાખશો ? ચાચિગ ! સાચું કહું છું. મારું માનો અને પુત્રને આપી દો. તમારા કુળને એ અજવાળશે. ઇતિહાસમાં તમારું નામ પણ સુવર્ણાક્ષરે લખાશે. પરકાય - પ્રવેશ • ૩૬૧ આત્મ કથાઓ • ૩૬૦
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy