SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ર () હું શાશણી (સાધ્વી) હિ ચાણક્યની નીતિમાં કહ્યું છે : “સ્ત્રીને પુરુષની આઠગણી વાસના હોય છે.” આ વાત પર ખાતરી ન હોય તો મારું જીવન જાણી લો. આજે તો હું સાધ્વી-અવસ્થામાં છું, પણ આ અવસ્થામાં આવતાં પહેલાં હું અનેક તડકી-છાંયડીમાંથી પસાર થયેલી છું. દુનિયાની કોઇક જ વ્યક્તિને જ મળે, એવી મજા મેં માણી છે તો એવી જ સજા પણ ભોગવી છે. આબરૂદાર કુટુંબજીવી છું તો મારી આબરૂના ચીંથરા પણ ઉડડ્યા છે. અદ્દભુત માન-સન્માન મળ્યું છે તો સામે ભયંકર અપમાન પણ વેક્યું છે. એમ નહિ સમજતા કે બીજા કોઇના કારણે મારે અપમાન વેઠવું પડ્યું છે કે મારી આબરૂના કાંકરા થયા છે. જે થયું તેમાં કોઇનોય દોષ હોતો, મારા જ કર્મોનો દોષ હતો. ખરું કહું તો કર્મોનો પણ નહિ, મારો જ દોષ હતો. મેં હાથે કરીને આપત્તિઓ ઊભી કરી હતી, પેટ ચોળીને શૂળ ઊભું કર્યું હતું. એક જમાનામાં હું રાજરાણી હતી, મારું થનગનતું લાવણ્ય આકર્ષણનું કેન્દ્ર હતું. રાજાના અંતઃપુરમાં મારું મહત્ત્વપૂર્ણ સ્થાન હતું. પણ મારું મન ચંચળ હતું, વળી રાજાનો સહવાસ તો મહિને - બે મહિને માંડ એકવાર મળતો... આથી હું બેચેન હતી અને વિચારતી : રાજરાણી બનવા કરતાં સામાન્ય ગૃહિણી બનવું સારું, કમ સે કમ પોતાનો જ એક સાથી તો હોય... દુનિયા માને છે કે રાજરાણી સુખી હોય છે, પણ રાણીઓ અંદરથી કેટલી દુઃખી હશે - એની કલ્પના બીજાને ક્યાંથી આવે ? એ તો વેઠે તે જ જાણે. ઘાયલ કી ગત ઘાયલ જાને. એક વખત હાથીના મહાવતની આંખો પર મારી આંખો જડાઈ ગઇ. મારી ચતુર આંખોએ મહાવતનું હૃદય જાણી લીધું. એનો સુડોળ બાંધો, પહોળી છાતી, દેઢ ચહેરો - એ બધું ગમી જાય તેવું હતું. જો કે આમેય હું વાસનામાં અંધ જ હતી એટલે જ્યાં જ્યાં મારી નજર ઠરે એ પુરુષ અને સુંદર જ દેખાતો. બીજાઓ કહેતા હતા કે મહાવત કદરૂપો આત્મ કથાઓ • ૩૧૮ છે, પણ મને તો એ સુંદર લાગ્યો. આખરે તો આપણી આંખો પર બધો આધાર છે ને ? જ્યાં આંખને ગમી જાય ત્યાં રણ પણ વૃંદાવન બની જાય, પાનખર પણ વસંત બની જાય અને કુરૂપ પણ સુરૂપ બની જાય. રાજા જેવા રાજા મારા પતિ હોવા છતાં હું મહાવતમાં મોહી પડી. "प्रायेण भूमिपतयः प्रमदा लताश्च, यः पार्श्वतो वसति तं परिवेष्टयन्ति" “મોટા ભાગે રાજા, મત્ત સ્ત્રી અને વેલડી - જે પાસે હોય તેને વળગી પડે છે.” આ નીતિવાક્ય એમ ને એમ નથી કહેવાયું. હું કામોન્મત્ત સ્ત્રી ! રોજ નજરે ચડતા મહાવતમાં હું ન મોહી પડું એ જ આશ્ચર્ય ! મેં જોયું : એ પણ મારામાં બરાબરનો મોહાયો હતો... અમે બંને મળવાના ઉપાયો વિચારવા લાગ્યા. પણ આ તો રાજાનું જનાનખાનું. ચારેબાજુથી જબરદસ્ત ચોકીપહેરો ! અમારા અંતઃપુરમાં ચોકીદારો કેવા હોય તે જાણો છો ? જો એ રૂપાળા હોય તો ફરી મુશ્કેલી ! વાડ જ ચીભડા ગળી જાય ! અમે એમાં જ મોહાઇ પડીએ ! અમ સ્ત્રીઓના ચિત્તનો શું ભરોસો ? એટલે ખાસ કરીને કદરૂપા પુરુષોને જ અંતઃપુરના રક્ષક તરીકે નીમવામાં આવે. એ પણ મોટા ભાગે કૃત્રિમ નપુંસક જ હોય ! આવું જનાનખાનું, ખરૂં પૂછો તો મને તો કેદખાનું જ લાગતું ! આવા કડક જાપ્તા વચ્ચે મહાવતને મળવું એ તો લોઢાના ચણા ચાવવાથી પણ વધુ મુશ્કેલ કામ હતું ! જો કે, ચોકીદારને તો હું પહોંચી વળું તેમ હતી, પણ મારી શોક્યોને હું કેમ પહોંચું ? મને એમનો જ ભય વધારે હતો. “સ્ત્રીઓ જ સ્ત્રીઓની દુશ્મન હોય છે.” એ તો તમે સાંભળ્યું જ હશે ! એમાંય શોક્ય સ્ત્રીનું તો પૂછવું જ શું ? સ્વાભાવિક રીતે જ સ્ત્રીઓ, રાજકારણીઓ અને કૂતરાઓ ઈષ્યના ભંડાર હોય છે. ખરેખર તો ઇષ્યનું બીજું નામ જ આ ત્રણ છે, એમ કહીએ તો પણ ચાલે. એમાં પણ શોક્ય સ્ત્રીઓની ઇર્ષ્યા એટલે તો પૂછવાનું જ નહિ. એક બીજાનું જરાક સારું જુએ કે બળી મરે ! હું પણ એવી જ હતી હોં ! બીજાઓ મારી ઇર્ષ્યા કરે ને હું તેમની ઇર્ષ્યા કરું ! અમારી લડાઇ ચાલ્યા જ કરતી હોય. લડાઇ વગર એમને દિવસ પરકાય - પ્રવેશ • ૩૧૯
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy