SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ સ્ત્રી પેલાના પ્રેમમાં છે અને મારા પ્રેમીને આવવા માટેનો દિવસ પણ જણાવી દેવો જોઇએ - એવો જ મારે ઉપાય અજમાવવાનો છે. આવા અવસરે શું કરવું ? કયો ઉપાય અજમાવવો ? એ અંગે સ્ત્રીઓને સમજાવવાનું ન હોય. એ કળામાં તો સ્ત્રીઓ વગર ભણ્ય પારંગત હોય. આવા સ્થળે પુરુષ હોય તો બાઘાની જેમ વિચાર્યા કરે : હવે શું કરવું? પણ સ્ત્રી તો ફટાક... કરતી પોતાની કળા અજમાવી દે અને પુરુષ તો મોટું ફાડીને જોતો જ રહે. મેં તો પેલી તાપસીને તગડવા માંડી : રાંડ ! તાપસીના વેષમાં આવાં કાળા કામ કરતાં શરમ નથી આવતી ? મારું કુળ બગાડવા આવી છે? આવા તો કેઇ લફંગા માણસો ફરતા હોય છે... એના તું કામ કરે છે? એ પણ મારા જેવી કુલીન અને સતી સ્ત્રી પાસે ? શું સમજે છે તારા મનમાં ? હું સતી નહિ, મહાસતી છું. સૂરજ પૂર્વમાંથી પશ્ચિમમાં ઊગે તો પણ હું આવું કાળું કામ ન કરું.. મારી સામું શું જોઇ રહી છે ? જા... નીકળ મારા ઘરમાંથી.” ...ને તાપસીની પીઠમાં ધબ્બો માર્યો. કાળી શાહીવાળા મારા હાથનો પંજો એના વસ્ત્રમાં બરાબર ઊઠી ગયો. બસ... મારું કામ થઇ ગયું. મારો પ્રેમી આમાં બધું સમજી જશે... એવો મને વિશ્વાસ થઇ ગયો. પ્રેમીઓની ભાષા પ્રેમી ન સમજી શકે ? તમે કદાચ નહિ સમજો. તમે કાંઇ સમજ્યા ? ન સમજ્યા હોય તો સમજી લો : કાળી શાહીના હાથના પંજાથી મેં અંધારી પક્ષની પાંચમની રાતનો સમય જણાવી દીધો. ખ્યાલ આવ્યો ને અમારી તાત્કાલિક સહજ બુદ્ધિનો ? બીજા દિવસે ફરી પેલી તાપસી આવી અને ધ્રૂજતી-ડરતી બોલવા લાગી : “પેલો યુવક તમારે ઘેર કયા રસ્તે આવે ? ઘરમાં આવવાનો બીજો રસ્તો છે ?” અક્કલની ઓથમીર ! આટ-આટલું તારું નાક કાપવા છતાં હજુ તું મને આવું-આવું પૂછે છે ? શરમ નથી આવતી ? જા... નીકળ મારા ઘરમાંથી.” એમ કહીને મેં બોચી પકડીને તાપસીને ઘરના પાછળના દરવાજેથી કાઢી મૂકી. આત્મ કથાઓ • ૩૧૨ તાપસી તો બબડતી-બબડતી ભાગી ગઇ, પણ મારો પ્રેમી સમજી ગયો કે કયા રસ્તે આવવું ? તમે પણ સમજી ગયા ને ? ...અને ખરેખર વદ પાંચમની રાતે મારો યાર આવી પહોંચ્યો. ઘરની પાછળનું ઉપવન અમારું ક્રીડા-સ્થળ બન્યું. “સ્ત્રીઓ ત્યાં સુધી જ સતી હોય છે જ્યાં સુધી એને કોઇ તક, કોઇ એકાંત સ્થાન અને કોઇ પ્રાર્થના કરનાર પુરુષ નથી મળતો.” નારદ પાસે દ્રૌપદીએ કહેલું આ સત્ય બીજા માટે સારું હોય કે ન હોય, મારા માટે એકદમ સાચું હતું. પોતાનો પતિ ગમે તેટલો રૂપાળો, પરાક્રમી અને ગુણીયલ હોય છતાં સ્ત્રીનું મન બીજે ભટકવાથી અટકતું નથી - એનું કારણ એનામાં રહેલ ચંચળતાનો સહજ દોષ છે. જૂઠું, સાહસ, માયા, અતિલોભ, મૂર્ખતા, ચંચળતા - આ બધા સ્ત્રીઓના સહજ દોષો છે. સહજ દોષોથી મુક્ત થવું ખરેખર મોટી સિદ્ધિ છે. એ સિદ્ધિ જે મેળવે તે જ મહાસતી કે મહાપુરુષ બની શકે. બાકી તો બધા સંસારના કીચડમાં સળવળતા કીડાઓ છે. હું મારામાં મસ્ત હતી. મારા યાર સાથે જ હું ત્યાં સૂઇ ગઇ. સૂવાથી કોઇને ખબર પડશે તો મારા શા હાલ થશે ? એ અંગે વિચાર જ ના કર્યો. દૂધ પીતી વખતે બિલાડી લાકડીનો વિચાર થોડો જ કરે હું ઊંઘતી હતી, છતાં અંદરથી સાવધાન તો હતી જ. મારા પગમાં કોઇક કાંઇક કરતું હોય તેમ જણાયું ને મારી ઊંઘ એકદમ ઊડી ગઇ. હૃદયમાં ધ્રાસકો પડ્યો : હાય ! મરી ગયા ! આજે તો આવી બન્યું. મેં જોયું કે મારા સસરા મારા પગમાંથી ઝાંઝર કાઢી રહ્યા હતા. હું ચૂપ જ રહી. ચૂપ જ રહેવું પડે ને ? અત્યારે જો હું કાંઇ બોલું તો હું જ ગુનામાં આવી જાઉં, તેવા સંયોગો હતા. મેં ઊંઘવાનો ડોળ ચાલુ રાખ્યો ને મારા સસરા ઝાંઝર લઇને ચાલતા થયા. એ એમના મનથી ખુશ હશે : ચાલો... હવે પુત્રવધૂના વ્યભિચારનો પુરાવો મળી ગયો ! પણ હુંય ક્યાં કાચી માયા હતી ? સસરાની બુદ્ધિ જો સસલાની પરકાય - પ્રવેશ • ૩૧૩
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy