SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ જ થાય. જંગલ મંગલરૂપ બની જાય. બેટા ! ખૂબ જ પરાક્રમી, વફાદાર અને સત્ત્વશીલ બનજે. જીવનમાં કદી હિંમત હારતો નહિ.” મૃગ બાળની જેમ એકદમ કુદરતી રીતે બાળકનો ઉછેર થવા લાગ્યો. આભમાંથી પટકાયેલાને ધરતી આશ્રય આપે. પણ અહીં તો ધરતીએ પણ આશ્રય આપવાની ના પાડી દીધી હતી. સાસરેથી ત્રાસેલી દીકરી મા-બાપ પાસે જાય... બીજે ક્યાં જાય ? મા જ એવી વ્યક્તિ છે જે સંતાનને વાત્સલ્યથી નવડાવી દે. એના ગુનાઓ માફ કરીને પણ સન્માર્ગે ચડાવે. “મા તે મા બીજા બધા વગડાના વા’ ‘મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ... તેથી મીઠી તે મોરી માત રે જનની જોડ સખી નહિ મળે રે લોલ.” “ભગવાન બધે નથી પહોંચી શકતો એટલે એણે માતાનું સર્જન કર્યું છે.' માતા વિષે આવી કેટલીયે ઉક્તિઓ કવિઓએ કહી છે... પણ મારા માટે તો જાણે બધી ઉક્તિઓ ખોટી પડી. ‘પુત્રો નાસ્થત વિધિ માતા ન મવતિ' ‘પુત્ર કુપુત્ર થાય,પણ માતા કુમાતા કદી ન થાય.” માતાના મહિમાને પ્રગટ કરતી આવી કેટલીયે ઉક્તિઓ યાદ આવતી ગઈ, પણ શા કામની ? મારી મા આવી ઉક્તિઓ પ્રમાણે ચાલવા થોડી બંધાયેલી હતી ? બેન ! હવે તું જ વિચારી લે. મારા દુઃખની પાસે તારું દુઃખ કેટલું ગણાય ? આવા દુઃખના હિમાલયો તૂટી પડ્યા તો પણ મેં મારું સત્ત્વ નથી ખોયું. મારી ધર્મશ્રદ્ધા નથી ખોઇ. ધર્મશ્રદ્ધા એ જ મારી મોટી મૂડી હતી. સાસરિયાથી હાંકી કઢાયેલી, પિયરિયાથી હડધૂત થયેલી હું સુખી સાથે જંગલ તરફ ચાલી નીકળી. હા... હવે જંગલ એ જ મારો આધાર હતો. બીજે ક્યાં જાઉં? ક્યાં રહું? કદાચ કોઇ નગરમાં રહું તો દુષ્ટ માણસો લાચારીનો લાભ ઉઠાવે. સજ્જન માણસો તો કલંકિતાથી દૂર રહેવામાં જ સાર સમજે અને સામાન્ય માણસો કશું કરી શકે નહિ. આથી મારા માટે જંગલ જ ભલું હતું. સખી સાથે હું જંગલમાં ગઇ. પૂર્ણ સમયે બાળકનો જન્મ થયો. મેં અપાર ચૂમીઓ સાથે બાળકને પ્રેમથી નવડાવી દીધો. મારું મન બોલતું હતું : બેટા ! તારો જન્મ આજે જંગલમાં થયો છે. જો રાજમહેલમાં થયો હોત તો કોઇ જુદા પ્રકારનો જ ઉત્સવ ચાલુ હોત. પણ કાંઇ વાંધો નહિ. બેટા ! મોટો થઈને તું એવો બનજે કે તારા પગલે-પગલે ઉત્સવો આત્મ કથાઓ • ૨૯૮ એક ગુફામાં શાંતિનાથ ભગવાનની પ્રતિમા બનાવી એને હું પૂજવા લાગી. જંગલમાં શાંતિથી રહેવા લાગી. એક વખતે જંગલમાં પધારેલા કોઇ મુનિ પાસેથી મને જાણવા મળ્યું કે પૂર્વભવમાં કરેલા મારા પાપના કારણે મારા જીવનમાં દુઃખ આવ્યું છે. પૂર્વ ભવમાં મેં મારી પત્નીને ઘણી હેરાન કરેલી. એ બિચારી ભલી બાઇ હતી. હંમેશાં ભગવાનની પૂજા કરતી, પણ હું એને ધૂતારી કહેતી. કામ કરતાં જોર પડે છે એટલે ધરમ કરવા બેઠી છે - એમ હું વિચારતી. માણસ પોતાની યોગ્યતા પ્રમાણે જ બીજા વિષે અભિપ્રાય આપી શકે. એક વખત મેં ઇર્ષાથી ભગવાનની મૂર્તિને ઉકરડામાં સંતાડી દીધી. તે બિચારી ભગવાન વિના આકુળ-વ્યાકુળ થઇ ગઇ, અન્ન-જળ છોડી દીધું. માત્ર બાર મુહૂર્તમાં એની દયનીય હાલત જોઇ મને દયા આવી ગઇ. મેં શોધવાનો ડોળ કરી એ મૂર્તિ આપી. એ પાપના ઉદયે મને ૧૨ વર્ષનો પતિનો વિયોગ થયો. મુનિ જ્યારે મારો પૂર્વભવ કહેતા હતા તે જ વખતે આકાશમાં જતું એક વિદ્યાધરનું વિમાન અટકી પડ્યું. વિદ્યારે નીચે જોયું તો મુનિ હતા. એ વિદ્યાધર મારા સગા મામા સૂર્યકેતુ હતા. તેઓ અમને ત્રણેયને લઇ આકાશ માર્ગે ચાલ્યા. મારું નાનકડું બાળક મારા ખોળામાં હતું. એની અંદર શક્તિનો મહાસાગર ઘૂઘવતો હતો. એની ચંચળતા અને એના તોફાનોમાં એ સ્પષ્ટ દેખાતું હતું. આમ તેમ તે કૂદકા મારતું હતું. વિમાન ઉપરના બાંધેલા સુંદર ઝુમ્મરને લેવા વારંવાર છલાંગ મારતું બાળક અચાનક જ વિમાનમાંથી નીચે પડ્યું. મારા મોઢામાંથી ઊંડી ચીસ નીકળી ગઇ. અરેરે... નસીબ ! તે મારી પાસેથી બાળક પણ ઝૂંટવી લીધું? મારું હૃદય પરકાય - પ્રવેશ • ૨૯૯
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy