SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૦) સોમદત. ઢોળી શકાય. શક્તિ તો મેદાન છે. એના પર બગીચો પણ બનાવી શકાય અને ઉકરડો પણ. શક્તિ તો કેવળ શબ્દ છે. તેના દ્વારા ગીતો પણ ગાઇ શકાય અને ગાળો પણ બની શકાય. શું કરવું તે આપણા હાથની વાત છે. આજે હું મારી શક્તિને વિનાશક કાર્યમાં પ્રવર્તાવવા તૈયાર થયો હતો. આખરે મેં મારી યોજના અમલમાં મૂકી જ દીધી અને સાચે જ ધાર્યું પરિણામ જ આવ્યું. રાજા ચંડપ્રદ્યોત મૃગાવતીના ચિત્રને જોઇને ગાંડો ઘેલો જ થઇ ગયો. વળી, મીઠું-મરચું ભભરાવીને મેં ઉમેર્યું : રાજન ! આ ચિત્રમાંનું રૂપ તો કાંઇ નથી. એને ચિત્રમાં કંડારવા તો મોટા-મોટા ચિત્રકારો પણ પાછા પડે. એના રૂપ પાછળ દેવાંગનાઓ પણ ઝાંખી પડે. બાકી, ચિત્રોથી કે શબ્દોથી તો કેટલું કહી શકાય ? નજરે જોવાથી જ સાચો ખ્યાલ આવી શકે. ચંડપ્રઘાત માટે તો આટલું બસ હતું. એણે મૃગાવતી મેળવવા ધમપછાડા શરૂ કરી દીધા. સૌ પ્રથમ શતાનીક રાજા પાસે દૂત મોકલ્યો, પણ એમ કોઈ પોતાની પત્ની આપતું હશે ? આથી ચંડપ્રદ્યોત ધૂંધવાયો અને વિશાળ સૈન્યની સાથે કૌશાંબી પર ચડાઇ કરી. આ સમાચાર સાંભળતાં જ શતાનીક રાજાને એટલો આઘાત લાગ્યો કે લડાઇ શરૂ થાય એ પહેલાં જ અતિસારના રોગથી એ મરી ગયો. મૃગાવતી મારા કારણે અકાળે વિધવા થઇ. હું રાજી-રાજી થઇ ગયો : ચલો, મારી યોજના પાર પડી. મારી આ વાત સૌને કાનમાં કહે છે : કદી કોઇ નાનાની પણ ઉપેક્ષા કરશો નહિ કે નાહક સજા આપશો નહિ. નાનો પણ ક્યારેક ભારે પડી શકે તે કદી ભૂલશો નહિ. પાટલીપુત્રના બુઝર્ગ શેઠ સોમદત્તે પોતાના એક મિત્રને પોતાનો એક વિશિષ્ટ અનુભવ કહ્યો : મારી પાસે એક દિવસ એક યુવાન આવ્યો. એની આંખોમાં આંસુ હતા. ચહેરા પર નિરાશા હતી ! મારી પાસે આવતાં જ એ ચોધાર આંસુએ રડી પડ્યો. હું આશ્ચર્યમાં પડી ગયો. આવા ગર્ભશ્રીમંત યુવાનને વળી રડવાનું શું કારણ હશે ? હું એને નાનપણથી જ ઓળખતો હતો. એના પિતા જિનદત્ત શેઠ તો ખાસ મારા સ્નેહાળ મિત્ર ! સુખ-દુઃખની વાતો કરતા અમે કેટલાય કલાકો વીતાવી દેતા. એમની સાથે વાતો કરતા મને તો એમ જ લાગતું : જાણે ડહાપણના દરિયા પાસે બેઠા ! ખરેખર એના પિતા ડહાપણનો ભંડાર હતા તો આ પુત્ર ભોળપણનો ભંડાર હતો. હું ઘણીવાર જિનદત્તને કહેતો : “બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા' એવું દુનિયા કહે છે, પણ તમારા દીકરામાં તમારા ડહાપણનો કોઇ અંશ ઉતર્યો હોય તેવું લાગતું નથી. મારી વાત સાંભળીને જિનદત્ત શેઠ મૌન થઇ જતા. ઘેરી ઉદાસીનતા તેમના મુખ પર છવાઇ જતી. ક્યારેક એ મને કહેતા : સોમદત્ત ! તું જાણે છે કે મારો પુત્ર ભોળો છે, વ્યવહારમાં કુશળ નથી. અત્યારે તો ઠીક છે. પણ મારી ગેરહાજરીમાં બિચારાનું શું થશે ? આ દુનિયા તો એવી છે કે તમારામાં ડહાપણ ન હોય તો બધા તમને ફાડી ખાય ! ભોળપણનો બધા લાભ ઉઠાવે. તો હું કદાચ આ દુનિયામાં ન હોઉં તો તમે મારા દીકરાને સંભાળજો. એને વ્યવહાર-કુશળ બનાવજો. મારા શરીરનો ભરોસો તો હવે બહુ ઓછો છે. ખરેખર એમની આ ભવિષ્યવાણી સાચી પડી હતી. થોડા વખત અગાઉ જ જિનદત્ત શેઠ ગુજરી ગયા. મેં તેને વહાલથી પૂછયું : કેમ બેટા ! શું થયું ? આટલો રહે છે શાનો? તારા પિતા તો તારા માટે અઢળક સંપત્તિ છોડી ગયા છે. પછી દુઃખ કઇ વાતનું છે ? પરકાય - પ્રવેશ • ૨૭૭ આત્મ કથાઓ • ૨૭૬
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy