SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ કોઇ પણ વ્યક્તિ કે વસ્તુનો એક જ ભાગ મારા જોવામાં આવે તેના આધારે તે વ્યક્તિ કે વસ્તુનું હું સંપૂર્ણ ચિત્ર દોરી શકું - એવું વરદાન આપો.” ‘તથાસ્તુ'ના આશીર્વાદ સાથે યક્ષ અદેશ્ય થઇ ગયો. જોયું ? વિનય અને પ્રેમનો આ કેવો ચમત્કાર ? જે કામ મોટામોટા ચિત્રકારો પણ ન કરી શક્યા તે મારા જેવા નાનકડાએ કરી બતાવ્યું. લોખંડની સાંકળ કરતાં પણ પ્રેમનો કાચો ધાગો બળવાન છે. અભિમાનની અક્કડતા કરતાં વિનયની નરમાશ બળવાન છે. આથી જ તો અક્કડ દાંતોને નરમ જીભ જીતી લે છે. અક્કડ વૃક્ષો તૂટી જાય છે, તણાઈ જાય છે. પણ નમ્ર નેતર ટકી રહે છે. નમ્ર સુવર્ણના સૌ દાગીના બનાવે છે. અક્કડ લોખંડને કોઇ સોની અડતો નથી. - યક્ષના આશીર્વાદ લઇ હું પેલી વૃદ્ધાના ઘરે આવ્યો. મને જીવતો પાછો આવેલો જોઇ આખું નગર રાજી થયું. બધાએ મારું ખૂબ જ સન્માન કર્યું. નગર આનંદી બનતાં હું પણ વધુ ને વધુ આનંદી બન્યો. આનંદ એવો પદાર્થ છે, જે આપવાથી વધે છે. આનંદ જ નહિ, જે કંઇ પણ આપીએ તે વધતું જ જાય - વધતું જ જાય. સુખ આપીએ તો સુખ વધે. દુઃખ આપીએ તો દુઃખ. જ્ઞાન આપીએ તો જ્ઞાન વધે. માન આપીએ તો માન. જે બીજાને આપણે આપીએ છીએ તે જ અનેકગણું થઇને આપણને મળે છે. આજે જો આપણને દુઃખ મળતું હોય તો પહેલાં એ આપણે કોઇને આપેલું છે. સુખ જોઇતું હોય તો બીજાને આપવાનું શરૂ કરો. સુખ એવી અદ્ભુત વસ્તુ છે, જે આપણે એકલા સંગ્રહ કરવા માંગીએ તો કદી એકઠું થાય જ નહિ. બીજાને વહેંચતાં ચાલીએ તેમ તેમ વધતું ચાલે ! સુખ વહેંચતાં ઘટતું નથી, વધે છે. આપણી તકલીફ એ છે કે આપણે સુખને વહેંચતાં નથી, “બધું સુખ મને એકલાને જ મળે. એવી વૃત્તિથી જ બધી પ્રવૃત્તિ કરીએ છીએ, એથી જ દુ:ખી થઇએ છીએ. આજે મને પહેલી જ વાર સુખ-પ્રાપ્તિનો ઉપાય મળ્યો. આખા નગરને જીવન-દાન આપવાથી જે આનંદની અનુભૂતિ થઇ તે અવર્ણનીય છે. મારા જીવનનું આ સર્વોત્તમ કાર્ય હતું. આત્મ કથાઓ • ૨૭૨ સાકેતમાં મારું માન ખૂબ વધી ગયું હતું, છતાં હું હવે કૌશાંબી જવા તલસી રહ્યો હતો. ચિત્રકળામાં નિષ્ણાત બનવાનું મારું કામ પૂરું થઇ ગયું હતું. હવે અહીં રહેવાનો કોઈ મતલબ નહોતો. વળી, વારંવાર મને જન્મભૂમિની યાદ આવી જતી હતી. જન્મભૂમિ ગમે તેવી હોય પણ માણસ તેને કદી ભૂલી શકે નહિ. “જનની જન્મભૂમિશ થiffs गरीयसी' ...ને વિના વિલંબે હું કૌશાંબી નગરીએ આવી પહોંચ્યો. હું પહોંચું એના પહેલાં મારી કીર્તિ ત્યાં પહોંચી ગઇ હતી. નગરના મોટા-મોટા ચિત્રકારો પણ મને સન્માન આપવા લાગ્યા. પદાર્થના એક અંશને જ જોઇને આખું ચિત્ર બનાવવાની મારી વિશેષતાથી હું આપોઆપ મહાન ચિત્રકારોની પ્રથમ હરોળમાં આવી ગયો. બધા ચિત્રકારો મારી આવી વિશેષતાથી બનેલા ચિત્રો જોઇ બોલી ઉઠતા : આવી કળા યક્ષના વરદાન વિના હોઇ શકે નહિ. અમારા કૌશાંબી નગરના રાજા શતાનીકે એકવાર એક અદ્ભુત ચિત્રશાળા બનાવવા વિચાર્યું. એ માટે મહાન ચિત્રકારોને બોલાવ્યા. તેમાં મારો પણ નંબર લાગ્યો. હું દિલ દઇને કામ કરવા લાગ્યો. હવે થયું એવું કે મને જે જગ્યા મળી હતી તે બિલકુલ અંતઃપુરની પાસે જ હતી. એક વખતે ગવાક્ષમાંથી મેં કોઇ સ્ત્રીનો અંગૂઠો જોયો... અંગૂઠાની મૃદુતા તથા તેના વિશિષ્ટ લક્ષણો જોઇ મેં વિચાર્યું : આ અંગૂઠો મહારાણી મૃગાવતીનો જ હશે. તે જ વખતે મારા મનના ગગનમાં વિચારની વીજળી ઝબૂકી ઊઠી : આ અંગૂઠા પરથી જો હું મૃગાવતી રાણીનું ચિત્ર દોરું તો ? મહારાજા કેવા પ્રસન્ન બની જશે ? સાચે જ મારું નામ થઇ જશે. ને તે જ વખતે મેં મહારાણીનું ચિત્ર બનાવવા માંડ્યું. એક અંગૂઠો જોયો એટલે બહુ થઇ ગયું ! મારી સમક્ષ યક્ષના વરદાનના પ્રભાવથી મહારાણીની આખી આકૃતિ દેખાવા લાગી ને તે અનુસાર હું ચિત્ર બનાવવા માંડ્યો. જ્યારે હું મહારાણીની આંખ બનાવતો હતો ત્યારે પીંછીમાંથી કાળા રંગનું ટપકું સાથળ પર પડ્યું. મેં એને લુછી નાખ્યું. પરકાય - પ્રવેશ • ૨૭૩
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy