SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ અત્યારનું સૂકલકડી શરીર ! જાણે હાલતું-ચાલતું હાડપિંજર ! મારી આંખોમાંથી અશ્રુની ધાર ચાલી : અરેરે...! મારા ભાઇ મહારાજ શું વાપરતા હશે ? ક્યાં રહેતા હશે ? ક્યાંથી ભિક્ષા લાવતા હશે ? હું અહીં મહેલમાં મજા કરું છું અને મારા ભાઇ મહારાજ કેવી ઉગ્ર સાધના કરે છે? ધન્ય હો ! ધન્ય હો ! કેટલાય સમય સુધી હું ભાઇ મહારાજને જોતી રહી અને આંખોમાંથી આંસુ વહાવતી રહી ! બે-ચાર મુહૂર્તનો સમય પસાર થયો ત્યારે અચાનક મારી નજર આંગણામાં ગઇ અને તે જ વખતે આકાશમાંથી માંસનો લોચો પડ્યો. ઉપરથી જતી સમડીએ ફેંક્યો હતો. ઘડી ભર હું સ્તબ્ધ બની ગઇ. પાસે જઈને જોયું તો એ માંસનો લોચો ન હતો પણ માંસ-લોહીથી ખરડાયેલા ઓઘો અને મુહપત્તિ હતા. જૈન મુનિના ઉપકરણ ! એ પણ લોહીથી ખરડાયેલા ? કેમ ખરડાયા હશે ? ઉપરથી કોણે ફેંક્યા હશે ? કોના હશે આ ? સમડીએ માંસ સમજીને એ લીધું હશે અને પછી ફેંક્યું લાગે છે. મેં ધારી-ધારીને જોયું તો ખ્યાલ આવ્યો : આ તો મારા ભાઇ મહારાજના છે ! અચાનક આ શું થયું ? હજુ થોડો સમય પહેલાં તો જોયા હતા. શું એમણે આપઘાત કર્યો હશે ? કોઇએ મારી નાખ્યા હશે ? કેમ માર્યા હશે ? જૈન સાધુ તો કોઇનું બગાડે નહિ. એમની મુદ્રા જ એટલી પ્રશાંત હોય કે જોનારાની આંતરડી ઠરી જાય. કોઇને મારવાનો વિચાર જ ન આવે. કયો અભાગિયો હશે, જેણે મારા ભાઇ મહારાજની, એક જૈન મુનિની હત્યા કરી ? શું કારણ હશે ? મારા મનમાં વિચારોનું વાવાઝોડું ધસી આવ્યું. હું ખુલાસો કરવા રાજા પાસે દોડી ગઇ : “પતિદેવ ! ગજબ થઇ ગયો. આપણા નગરમાં એક જૈન સાધુની હત્યા થઈ છે. એની તપાસ થવી જ જોઇએ.” હું સહસા બોલી ઊઠી. એ જૈન સાધુને તું ઓળખે છે ?' રાજાએ પૂછ્યું. હા. સારી રીતે.' ‘એ તારે શું થાય ?” મારા એ સગા ભાઇ થાય. સવારે જ મેં એમને ઝરૂખામાંથી આત્મ કથાઓ • ૨૬૪ જોયેલા હતા ને હું ધ્રુસકે ધ્રુસકે રડી પડેલી.” મારી વાત સાંભળતાં જ રાજાના મુખ પર પશ્ચાત્તાપના ભાવો ધસી આવ્યા. એ એકદમ મૌન થઇ ગયા. “કેમ... મૌન કેમ છો ? કંઇક જવાબ તો આપો. તપાસ તો કરાવો. તમારા નગરમાં જૈન સાધુની પણ સલામતી ન રહેતી હોય તો બીજાની તો વાત જ શી કરવી ? આ અંગે હમણાં ને હમણાં જ તપાસ થવી જોઇએ.” શું બોલું? બોલવા જેવું કાંઇ રહ્યું જ નથી. કોની તપાસ કરાવું? હું જ અપરાધી હોઉં ત્યાં...' શું તમે અપરાધી ? કઈ રીતે ? કાંઈ સમજાયું નહિ. કંઇક ફોડ પાડીને કહો તો સમજાય.” કહેતાં જીભ ઉપડતી નથી. ભૂલ મારી જ થઇ છે. મેં જ્યારે તને જૈન મુનિને જોઇ રડતી જોઇ ત્યારે હું જુદા જ વિચારમાં પડી ગયો. શંકાની ડાકણે મારા મન પર કન્જો લીધો : નક્કી આ કોઇ રાણીનો જૂનો યાર લાગે છે ! નહિ તો રાણી રડે કેમ ? પરિસ્થિતિ વધુ બગડે એ પહેલાં જ મારે કામ પતાવી દેવું જોઇએ. શત્રુ, અગ્નિ, દેવું અને રોગ - આ બધાને તો ઉગતાં જ ડામી દેવા સારા ! આ કાંટાને હમણાં જ ઉખેડી નાખવો જોઇએ અને... આગળ-પાછળ કાંઇ જ વિચાર્યા વિના સેવકોને હુકમ કરી દીધો : જાઓ... હમણાં જ પેલા મુનિની ચામડી ઉતરડી લો... અરેરે... મેં કેટલી ભૂલ કરી ? કેટલી ઉતાવળ કરી ? ‘ઉતાવળા સો બહાવરા, ધીરા સો ગંભીર.' આ કહેવત હજાર વાર સાંભળી છતાં ખરે ટાઇમે ચૂકી ગયો. ‘ઝટપટકી ધાની... આધા તેલ આધા પાની' આ ઉક્તિ ઘણીવાર સાંભળી પણ ખરે સમયે ચૂકી ગયો ! ખરે ટાઇમે ખસી જાય તે ખોપરી શા કામની ? મેં જરા ધીરે રહીને વિચાર્યું હોત તો ? કોઇકની સલાહ લીધી હોત તો ? એક સામાન્ય માણસની હત્યા પણ ભયંકર છે, પણ મેં તો મુનિની હત્યા કરી નાખી... એ પણ તારા જ ભાઇ મહારાજની ! અરેરે... ભગવન્! મને ક્યાં સ્થાન મળશે ? સાતમી નરક નહિ... હું તો ૧૪મી નરકને લાયક છું.” પરકાય - પ્રવેશ • ૨૬૫
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy