SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ભોજન નહિ જોતાં અકળાયેલા રાજાએ કપડું હટાવ્યું... અમને ચારેયને જોયા. સાચે જ અમે ભૂત જેવા થઇ ગયા હતા. દાઢી, મૂછ વધી ગયા હતા. શરીર દુર્બળ થઇ ગયું હતું. ચહેરો ચીમળાઈ ગયો હતો. ધારી-ધારીને જોતાં રાજા ઓળખી ગયો અને ખડખડાટ હસી પડ્યો : અરે રામ ! તમારી આવી ભૂંડી દશા કેમ થઇ ? શીલવતીનું શું થયું? આવી દશા કોણે કરી ?” અમે શીલવતીના ઉત્કૃષ્ટ શીલ ધર્મની વાત કરી તથા અમારી હાલતની પણ વાત કરી. રાજા સહિત બધા સ્તબ્ધ થઈ ગયા. સૌ શીલવતીના શીલ, બુદ્ધિ વગેરે ગુણોની પ્રશંસા કરવા લાગ્યા. અમે ચાર તો સીધાદોર થઇ ગયા. પછી કદી અમે સ્ત્રીને છંછેડવાની હિંમત કરી શક્યા નહિ. આવવા માંડ્યા. રાજા તો સ્તબ્ધતાથી આ બધું જોઈ રહ્યો. - જમ્યા પછી રાજાએ પૂછ્યું : મંત્રીજી ! અમે આવ્યા ત્યારે કોઇ રસોઈ તૈયાર ન્હોતી. અચાનક જ કેવી રીતે તૈયાર થઇ ગઇ ? ‘રાજનું ! મારે ત્યાં ચાર યક્ષો છે. આજ્ઞા કરતાં જ બધું કામ કરી આપે છે. રસોઇ તો શું? પણ બીજા પણ મોટા-મોટા કામો પલકારામાં કરી આપે છે. - “આવા અદ્ભુત યક્ષો તો મારે ત્યાં શોભે. આમેય મારે ઘણા કામ રહે છે. જો યક્ષો કામ કરી આપે તો મારે ઘણી જ સરળતા રહે.” તો મને યક્ષો આપશો કે ?” જરૂર... રાજનું ! યક્ષો આપના જ છે. હું પણ આપનો છું, ત્યાં યક્ષોની તો વાત જ શી ? આપ ખુશીથી લઇ જઇ શકો છો. હું હમણાં જ કરંડિયામાં પધરાવી આપને આપું છું. આપ વાજતે-ગાજતે આપના મહેલમાં લઇ જાવ. પણ એક વાત કદી ભૂલશો નહિ કે યક્ષોનું સ્વરૂપ કોઇને બતાવવાનું નથી.” મંત્રીશ્વરની આવી ઉદારતા જોઇ રાજા સ્તબ્ધ થઇ ગયો. ત્યાર પછી અમને મોટા કરંડીયામાં નાંખવામાં આવ્યા. ઉપર મોટું કપડું ઢાંકી રથમાં સ્થાપી રાજમહેલમાં લઈ જવામાં આવ્યા. અમારા રસ્તામાં કંકુનું જળ છાંટવામાં આવ્યું હતું. આગળ શાહી વાદ્યો વાગી રહ્યાં હતાં. પાછળ રાજાની રાણીઓ ગીતો ગાતી હતી. અમે મનમાં બબડી રહ્યા હતા : આ શીલવતીએ આપણી ભૂંડી હાલત કરી ! એવી ભૂંડી હાલત કે હવે મોટું પણ બતાવવા જેવું ના રહ્યું. જુઓ.. તો ખરા... અમારો કેવો “વરઘોડો' નીકળી રહ્યો છે ! આમાં ફજેતો કેવો થવાનો !” અમારા આવા વિચારોની સાથે સ્વાગત યાત્રા પૂરી થઇ. રાજમહેલના દરવાજે અમને વધાવવામાં આવ્યા. ભોજન સમયે રાજા અમારી પાસે આવ્યા. અમારી વિધિપૂર્વક પૂજા કરી કહ્યું : “રસવતા પ્રભુ ભવતુ ' અમે ચારેય એકી સાથે બોલી ઊઠ્યા : ભવતુ ! પણ એમ ‘ભવતુ' કહેવાથી કાંઇ ભોજન તૈયાર થઇ જાય ? આત્મ કથાઓ • ૨૬૦ પરકાય - પ્રવેશ • ૨૬૧
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy