SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ રાજકારણના આટાપાટા ! પિતાજીનું અકાળે મૃત્યુ ! રાજાનો અસ્થાયી પ્રેમ ! સ્થૂલભદ્રનો વેશ્યાવાસ ! અને એ છોડી અચાનક અણગારનો માર્ગ ! આવી બધી જ ઘટનાઓએ અમને પ્રથમથી જ વૈરાગ્યવાસિત બનાવેલા. ને એક દિવસ અમે સાતે બહેનોએ દીક્ષા લીધી. સ્થૂલભદ્ર તો એવા કટ્ટર સંયમી બન્યા કે ચાર-ચાર મહિના સુધી કોશાએ કમ્મરતોડ પ્રયત્નો કર્યા છતાં તેઓ મેરુની જેમ અડોલ રહ્યા. આ એક જ કાર્યથી તેઓ ૮૪-૮૪ ચોવીશી સુધી જગ-બત્રીશીએ ગવાયા કરશે. આવા મહાસાત્ત્વિક સ્થૂલભદ્ર જેવા ભાઇ મહારાજ મળ્યા એમનું અમને ગૌરવ હતું. જ એક વખતે અમે સાંભળ્યું : ભાઇ મહારાજ સ્થૂલભદ્ર ૧૪ પૂર્વેના અભ્યાસ કરવા નેપાળ ગયા છે. ૫૦૦ સાધુઓમાં માત્ર આ એક જ ટકી શક્યા છે. આવા મહાપ્રજ્ઞ અને મહાધીર ભાઇ મહારાજ માટે કઇ બેનને ગૌરવ ન થાય ? એકવાર અમે નેપાળમાં ભાઇ મહારાજને વંદન કરવા ગયા. સ્વામી ભદ્રબાહુએ કહ્યું ઃ પાસેની ગુફામાં તમારા ભાઇ મહારાજ સ્વાધ્યાયધ્યાન કરતા હશે. ત્યાં તેમના વંદન થઇ શકશે. : અમે ત્યાં ગયા. ગુફામાં નજર નાખતાં જ અમે તો એકદમ ડરી જ ગયાં ! વિકરાળ સિંહ મોઢું ફાડીને ગુફામાં બેઠેલો. અમને થયું : નક્કી! આ સિંહ આપણા ભાઇ મહારાજને ખાઇ ગયો છે. અમે શોકના આઘાતથી ગ્રસ્ત બની ભદ્રબાહુ સ્વામી પાસે ગયા અને આ હકીકત જણાવી. એટલે તેમણે કહ્યું : ‘હવે તમે જાઓ. તમારા ભાઇ મહારાજના દર્શન થશે ને અમે બીજીવાર ત્યાં ગયેલા ત્યારે ભાઇ મહારાજ સ્થૂલભદ્રને જોયા... અમે ભક્તિભાવથી વંદન કર્યું. પાછળથી અમને જાણવા મળ્યું ઃ સિંહ એ બીજો કોઇ નહિ, પણ ભાઇ મહારાજ પોતે જ હતા. પોતાની વિદ્યા-શક્તિ બતાવવા એમણે આવું કરેલું. ‘હું આટલું ભણેલો છું. તમને ખબર પડવી જોઇએ.' આવી વૃત્તિ આત્મ કથાઓ • ૨૪૬ સામાન્યતયા માણસોની અંદર બેઠેલી હોય, પણ મારા ભાઇ મહારાજ તો બહુ જ ઊંચી કક્ષાના સાધક હતા. કંદર્પને જીતીને ૮૪ ચોવીશી સુધી અમર થઇ જનારા મહાપુરુષ હતા. પણ રે, કંદર્પને જીતનારા પણ દર્પ પાસે હારી ગયા ! આ ઘટનાના કારણે એમને છેલ્લા ચાર પૂર્યો માત્ર સૂત્રથી જ મળ્યા, અર્થથી નહિ. એક વખત વૈરાગ્ય-વાસિત બની શ્રીયકે પણ દીક્ષા લીધી. શ્રીયક મુનિ બહુ તપ કરી શકતા નહિ. પર્યુષણના દિવસોમાં પણ નવકારશી. સંવત્સરીના દિવસે પણ નવકારશી માટેની તૈયારી કરતા ભાઈ મહારાજ શ્રીયકને મેં કહ્યું : “મહારાજ ! આજે નવકારશી ? આટલા મોટા પર્વના દિવસે ?' પણ શું કરું ? મારાથી નથી રહેવાતું. ઉપવાસ, આયંબિલ તો હું કરી શકું તેમ નથી.' ઉપવાસ-આયંબિલ ન કરો તો કાંઇ વાંધો નહિ, પણ નવકારશીમાંથી પોરસી તો કરી શકોને ? ને હવે વાર ક્યાં છે ? હમણાં જ પોરસી આવશે ! મારી વાત ગળે ઊતરી ગઇ ને એમણે પોરસીનું પચ્ચક્ખાણ કર્યું. ને હું ફરી એમની સાથે વાતે વળગી. સમયને પસાર થતાં વાર શી ? પોરસી આવી પહોંચી ત્યારે ફરી મેં કહ્યું : ‘મહારાજ ! આજનો આટલો મોટો દિવસ છે તો જરા વધુ આગળ વધી ન શકો ? નવકારશીમાંથી પોરસી થઇ શકે તો શું પોરસીમાંથી સાઢપોરસી ન થઇ શકે ?’ મારી થોડી જ પ્રેમભરી ટકોર અને મહારાજ માની ગયા. ફરી સાઢપોરસી વખતે હું હાજર થઇ. ગાડી અટકે ત્યારે ધક્કા મારવા હું હાજર થઇ જતી. આજે મારે ગાડીને ઉપવાસ સુધી પહોંચાડી દેવી હતી. હું પ્રેરણા આપતી ગઇ ને મહારાજ મારું માનતા ગયા. સાઢપોરસીથી પુરિમઢ, ને પુરિમâથી અવજ્ર સુધી પહોંચાડી દીધા. પછી પરકાય - પ્રવેશ - ૨૪૭ -
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy