SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાં રસ્તામાં તું મને મળી. જો તું મને સ્વીકારીશ તો હું તને પટ્ટરાણી બનાવીશ. - હું ચોંકી ઉઠી. વળી, આ ઉપાધિ ક્યાં આવી પડી ? એકમાંથી માંડ છૂટું છું ત્યાં બીજી ઉપાધિ આવી જ પડે છે. ત્યાં મણિરથ મળ્યો. અહીં મણિપ્રભ મળ્યો. ભૂત ગયો તો પલિત આવ્યો. આના કરતાં તો હું સરોવરમાં પડીને મરી ગઇ હોત તો સારું હતું. કમ સે કમ આવી અનિચ્છનીય ઘટના તો ન આવી પડત. જેના પિતાએ દીક્ષા લીધી છે એવો આ માણસ પણ મારા જેવી પારકી નારીમાં લપટાઇ પડે છે ! મોહની કેવી વિડંબના છે ? હવે હું શું કરું ? શું ઘસીને ના કહું? નહિ... નહિ... એમ કરવા જતાં બધી બાજી બગડી જશે. અત્યારે “કંઇક” યુક્તિ લગાડવી પડશે. સૌ પ્રથમ પુત્રની ભાળ મેળવવી પડશે. મેં કહ્યું - “પહેલાં મારો પુત્ર મેળવી આપો. પછી બધી વાત.” મેં પ્રજ્ઞપ્તિવિદ્યાથી જાણી લીધું છે કે તારા પુત્રને મિથિલા નગરીના પદ્મરથ રાજા લઇ ગયા છે. તેમણે રાણી પુષ્પમાળાને આપી દીધો છે. ગૂઢગભ રાણી પુષ્પમાળાએ પુત્રને જન્મ આપ્યો છે - એમ જાહેર કરી અત્યારે તેનો જન્મોત્સવ મનાવી રહ્યા છે. પુત્રની ચિંતા છોડી દે. એ ત્યાં સુખી જ બનશે. હવે તું મારી બની જા. મારી થઈને રહે. બોલ, તારી શું ઇચ્છા છે ?” મેં વિચારીને કહ્યું : “અત્યારે તો આપ નંદીશ્વરની યાત્રાએ જાવ છો ને? મારે પણ આવવું છે. મને પહેલાં યાત્રા કરાવો. પછી આપણે જોઇશું.’ મને વિશ્વાસ હતો : પિતા મુનિના સમજાવવાથી અવશ્ય એ અકાર્યથી પાછો ફરશે. જેના પિતા સર્વવિરતિધર બન્યા હોય એ સર્વથા અયોગ્ય ન હોઇ શકે. મારી ધારણા ખરી પડી. અમે જ્યારે વિદ્યા-બળે નંદીશ્વર દ્વીપે પહોંચી ત્યાંના બાવન શાશ્વત ચેત્યોના દર્શન કરી મુનિશ્રી મણિચૂડ પાસે પહોંચ્યા ત્યારે એમની દેશના સાંભળી મણિપ્રભનું માથું ઠેકાણે આવી ગયું. મુનિશ્રીએ જ્ઞાનથી પોતાના પુત્રના મનોભાવો જાણી જ લીધા હતા. આથી જ એમણે દેશનામાં ‘પરસ્ત્રીગમન કરનાર નરકમાં કેવા ભયંકર આત્મ કથાઓ • ૨૩૪ દુઃખો ભોગવે છે.' એ જ વિષય છેડ્યો હતો. નરકનું એવું આબેહૂબ વર્ણન કરેલું કે ભલભલાની છાતી ધ્રુજવા માંડે. સાંભળનારને એવું જ લાગે : મારી સામે જ પરમાધામીઓ નારક જીવોને પીસી રહ્યા છે. પીલી રહ્યા છે, મારી રહ્યા છે, મચડી રહ્યા છે, હેરાન-પરેશાન કરી રહ્યા છે. મુનિની દેશનામાં એવી તાકાત હતી કે સાંભળનાર હચમચી ઊઠે. મણિપ્રભ તરત જ મારી પાસે આવી માફી માંગવા માંડ્યો : “બહેન ! તું મને માફ કરી દે. હવેથી તું મારી બેન છે.” મહાનુભાવ ! તમે તો મારા ઉપકારી છો. સરોવરમાં પડતી મને બચાવી તથા નંદીશ્વરના શાશ્વત ચૈત્યોની યાત્રા કરાવી છે. તમારા ઉપકાર કેટલા વર્ણવું? હું પણ ગદ્ગદ હૃદયે બોલી ઊઠી. અમારી રીતે વાતો ચાલતી હતી ત્યાં જ ઘ.. ૨... ૨... આકાશમાંથી એક વિમાન આવી ચડ્યું. તેમાંથી એક દેદીપ્યમાન દેવ ઊતર્યો... ને તે મને પ્રદક્ષિણા આપી, વંદન કરવા લાગ્યો. હું તો સ્તબ્ધ જ બની ગઇ. હું કાંઈ બોલું એ પહેલાં જ મણિપ્રભ બોલી ઊઠ્યો : “ઓ દેવ ! તમે તો વિબુધ કહેવાઓ, વિવેકી કહેવાઓ. મુનિ ભગવંત અહીં પ્રત્યક્ષ બિરાજમાન છે, તેમને છોડીને તમે એક સ્ત્રીને પગે પડો છો ? તમારામાં પણ આટલો વિવેક નહિ ?” દેવ કાંઇ બોલે એ પહેલાં જ મણિપ્રભના પિતા મુનિ મણિચૂડ બોલી ઊડ્યા : “મણિપ્રભ ! દેવ જે કરી રહ્યો છે તે બરાબર જ છે. ગયા ભવનો તે યુગબાહુ છે, મદનરેખાનો પતિ છે. મરણ સમયે મદનરેખાએ સમાધિ આપી, ધર્મ આપ્યો. આથી આસન્ન ઉપકારી મદનરેખાને પ્રથમ નમસ્કાર કરે છે તે યોગ્ય જ છે.' આથી મણિપ્રભ દેવની ક્ષમા માંગી. પછી દેવે મને કોઇ કામ માટે પૂછ્યું ત્યારે મેં કહ્યું : “મારે તો હવે મોક્ષની જ ઝંખના છે. સંસારના આ પરિભ્રમણથી હું તો કંટાળી ગઇ છું. પણ એ તો આપ આપી શકો તેમ નથી. તો હમણાં મને મિથિલાનગરીએ પહોંચાડો. જેથી હું મારા નવજાત પુત્રનું મુખડું જોઇ સાધુ-ધર્મનો સ્વીકાર કરું. પરકાય - પ્રવેશ • ૨૩૫
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy