SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૭) હું સુકુમારિકા સામાન્ય રીતે કુમારાવસ્થામાં માણસ અનેક સ્વપ્નોમાં રાચતો હોય છે. એ સ્વપ્ન સૃષ્ટિમાં જ જીવતો હોય છે. પુરુષોને એ અવસ્થામાં આકાશમાં ઊડવાના કે સિકંદર થવાના સ્વપ્ન હોય છે. જ્યારે સ્ત્રીઓને સ્વર્ગની પરીના અથવા અખંડ સૌભાગ્યના સ્વપ્ન હોય છે. હું પણ એક કુમારી સ્ત્રી હતી. ચંપાનગરીના પ્રસિદ્ધ શેઠ સાગરદત્તની હું સુકુમારિકા પુત્રી હતી. માતા સુભદ્રાની લાડકવાયી હતી. રૂપાળી હતી, ભણેલી-ગણેલી હતી. મારા પોતાના અનેક મનોરથો હતા. રૂપાળા, કહ્યાગરા, કામણગારા કંત સાથે જીવન-પંથ હું સુખપૂર્વક વીતાવીશ – એવા મનોરથો કોને ન હોય ? પણ મનોરથ કોઇના સફળ થયા છે ? મનોરથ પૂર્ણ થતા રહે તો સંસાર શાનો ? સંસારમાંથી કોઇ શા માટે ભાગવાનો પ્રયત્ન કરે ? ભલભલાના મનોરથોના મીનારા અહીં ચૂર-ચૂર થઇ જતા હોય છે. યુવાવસ્થામાં જિનદત્ત શેઠના પુત્ર સાગર સાથે મારાં લગ્ન થયાં. સોહામણા સ્વપ્નો સાથે હું શયનકક્ષમાં ગઇ... પતિ મારી પાસે આવ્યો. એક-બે વાર મારો સ્પર્શ કર્યો... પણ તરત જ એ દૂર ખસ્યો ! જાણે હું સળગતો અંગારો હોઉં ! સવારે જોયું તો પથારી ખાલી ! મને છોડીને મારા પતિદેવ છૂ થઇ ગયા હતા. રડતાં-રડતાં સવારે મેં પિતાજીને વાત કરી. પિતાજીએ વેવાઇ જિનદત્તને વાત કરી. બે-ત્રણ દિવસ પછી જિનદત્ત શેઠ ઘરે આવ્યા ને મારા પિતાજીને કહેવા લાગ્યા : વેવાઇ ! મેં મારા પુત્ર સાગરને સમજાવ્યું, પણ એણે તો સાફ-સાફ શબ્દોમાં કહી દીધું : “પિતાજી ! હું આપ કહો તો ઝેર ખાવા તૈયાર છું. અગ્નિમાં પડવા તૈયાર છું, પહાડ પરથી ભૂસકો મારવા તૈયાર છું, પણ સુકુમારિકા પાસે તો નહિ જ જાઉં... એ સ્ત્રી નથી... એ તો ભડભડતી જ્વાળા છે. એની પાસે રહી જીવનભર હું શેકાવા નથી માંગતો.” પિતાજીએ મને કહ્યું : “બેટી ! તું હવે સાગરને ભૂલી જા. એ તને મનથી પણ ચાહતો નથી. એના પર દબાણ કરવું વ્યર્થ છે. પ્રેમ કદી પરાણે થઇ શકે નહિ. પણ તું ચિંતા કરીશ નહિ. તારા માટે હું બીજા કોઇ યુવકની તપાસ કરીશ. પિતાજી બીજા નિધન યુવકને લઈ આવ્યા, પણ એય એક રાતના અનુભવે ભાગ્યો. આમ કેટલાય યુવકો આવ્યા ને ગયા. પણ કોઇએ મારો સ્વીકાર કર્યો નહિ. હું વિચારમાં પડી : શું મને ચાહનાર એક પણ યુવક આ ધરતી પર નહિ હોય ? અર૨૨... હું કેવી અભાગી ? મારું રૂપ, મારું યૌવન - આ બધું શા કામનું ? હૃદયમાં પ્રેમના પૂર ઉમટે છે, પણ એને કોઇ ઝીલનાર તો જોઇએ ને ? કોઈ ચાહનાર ન હોય એવી યુવાની વ્યર્થ છે ! કોઇ જોનાર ન હોય એવું રુદન વ્યર્થ છે ! કોઇ સુંદનાર ન હોય એવું ફૂલ વ્યર્થ છે ! મારા જીવનની વ્યર્થતા પર હું રડી પડી ! હવે રચે શું થાય ? નાગશ્રીના ભવમાં કડવી તુંબડીનું શાક વહોરાવી મુનિની હત્યામાં નિમિત્ત બનનારી હું આજે આવું દુઃખ પામી રહી છું - એ વાતની મને ક્યાં ખબર હતી ? હસતાં-હસતાં બાંધેલા કર્મ રોતાં-રોતાં પણ છૂટી શકતા નથી - એ તત્ત્વજ્ઞાન કુદરત મને શીખવવા માંગે છે એની મને ક્યાં ખબર હતી ? હું આખો દિવસ સૂન-મૂન થઇને રહેવા લાગી... જીવનમાં સર્વત્ર હું શૂન્યાવકાશ જોવા લાગી. સારામાં સારું પહેરવાનું, ખાવાનું, પીવાનું, ફરવાનું વગેરે મળતું હોવા છતાં અંદરથી દુઃખી હતી. પિતાજીની પ્રેમપૂર્ણ સમજાવટથી હું જૈન ધર્મના શાશ્વત, તત્ત્વોના ચિંતન તરફ વળી. સાધ્વીજી મ. ના સમાગમે મારું હૃદય વૈરાગ્ય-વાસિત બની ઊઠ્યું. સંસારની અસારતા નજર સામે જ જોયેલી હતી. મનથી વૈરાગ્યને વાર કેટલી ? હું દીક્ષા લેવા માટે સજ્જ બની. યોગ્ય જાણી મને ગુરુણીએ દીક્ષા આપી. હવે હું સાધ્વી અવસ્થામાં પહેલાંનું બધું ભૂલી જઇ સંયમની સાધનામાં ડૂબી ગઇ. દુષ્કર્મોને તોડવા ઉત્કૃષ્ટ તપશ્ચર્યા કરવા લાગી. પરકાય - પ્રવેશ • ૨૨૭ આત્મ કથાઓ • ૨૨૬
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy