SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ મારી કલ્પનાની પીંછીથી રંગી નાખ્યો હતો. માતા-પિતાએ આપેલા ધર્મના સંસ્કારો જો કે અંદર પડ્યા જ હતા. પણ અત્યારે તો હું એ બધું ભૂલી મનોરથોના મીનારાઓ બનાવી રહી હતી. આ ઉંમર જ એવી છે, જયારે કલ્પનાના ઘોડાઓ કૂદાકૂદ કરતા હોય ! પણ મને ક્યાં ખબર હતી મારો માર્ગ અચાનક જ બદલાઇ જવાનો છે ? મારી કલ્પનાને અનુકૂળ આવે એવું જ સુંદર જંગલ રસ્તામાં આવ્યું. સામાન્ય રીતે જંગલ ડરામણું હોય, પણ આ જંગલ ખૂબ જ સોહામણું હતું. ચારે બાજુ જાંબુ, આમલી, આંબા, નાળીયેર આદિના વૃક્ષો ! મનોહર ટેકરીઓની હારમાળા ! ટેકરાઓમાંથી ખળ-ખળ... વહેતાં ઝરણાં ! જોતાં જ મન તર-બતર થઇ ઊઠે તેવા દેશ્યો ! ઠંડો મીઠો પવન ! ઊર્મિયોથી ફાટ-ફાટ થતું હૃદય ! વસંત ઋતુનો સમય ! આંબાની ડાળ-ડાળે કોયલોનો મીઠો ટહુકાર ! ટહુકારે-ટહુકારે માદકતાની સરવાણી ! રસ્તામાં વસંત શૈલ નામની ટેકરી આવી. અમે જોયું તો સ્તબ્ધ બની ગયા. એક મુનિ કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભા હતા. આવા જંગલમાં મુનિ ? શું ધ્યાનની લગની છે ? દુનિયાની ઘોંઘાટથી લાખો યોજન દૂર આ મુનિવર આત્મામાં ઊંડા ઊતરી ગયા હતા. એમના ચહેરા પરની મસ્તી અંદરની અપાર શાંતિને અભિવ્યક્ત કરી રહી હતી. સમાધિજન્ય આનંદ એટલો ગાઢ હતો કે જે પાસે આવનારને પણ આંદોલિત કરતો હતો. મુનિશ્રીનું વ્યક્તિત્વ એટલું ચુંબકીય બની ગયું હતું કે કોઇ પણ માણસને પાસે જવાનું મન થઈ આવે. જંગલમાં મંગલમૂર્તિ સમા આવા મુનિવર પાસે જવાનું અમને પણ મન થઈ આવ્યું. અમારો રથ ઊભો રહ્યો. મારા પતિદેવ વજબાહુને તો મુનિના દર્શન-વંદનની ઘણી હોંશ હતી. એથી સૌથી આગળ ઉમંગભેર ચાલવા માંડ્યા. નવપરિણીતનો ધર્મ ગુરુ પ્રત્યેનો આદર કોઇને પણ આશ્ચર્યકારક જ લાગે. મારા ભાઇ ઉદયસુંદર પણ આશ્ચર્યચકિત થઇ બોલ્યા : “કેમ બનેવીજી ! દીક્ષાબીક્ષાના તો ભાવ નથી ને ! હોય તો કહી દેજો હોં ! એકલા-એકલા આત્મ કથાઓ • ૨૧૮ લાડવો નહિ ખાતા ! કાંઇક અમારો ભાગ પણ રાખજો.” મારા ભાઇએ મજાક કરી. પણ અહીં તો જોઇતું'તું ને વૈદે કીધું. મારા પતિદેવે મજાકને પણ વધાવી લીધી : “હા... ભઇ ! વિચાર તો કંઇક એવો જ છે. માનવજીવનની સફળતા સંયમમાં છે, એવું નાનપણમાં માતા-પિતાએ ઘુંટાવ્યું છે. શ્રાવક એને જ કહેવાય જે સર્વ વિરતિની લાલસાવાળો હોય. સર્વ વિરતિની તીવ્ર ઇચ્છા વિના દેશ વિરતિ પણ ટકી શકે નહિ. શ્રાવક, શ્રાવકપણામાં તો જ ટકી શકે જો એ સાધુપણા માટે સતત તલસાટ અનુભવતો હોય. માત્ર તલસાટ અનુભવે એટલું જ નહિ, વખત આવ્યે સાધુ બની જ જાય. કેદી જેલમાંથી ભાગી છૂટવાની તક નિરંતર શોધતો હોય છે. તક મળવા છતાં કેદી ન ભાગે એવું બને ? તક મળતાં જ સંસારથી ભાગી છૂટે એનું નામ શ્રાવક ! શ્રાવકને આ આખો સંસાર જેલ લાગે ! જેલમાંથી જેટલું જલ્દી છૂટાય તેટલું સારું ! જેલને મહેલ ગણી જેઓ મસ્ત થઈને પડ્યા રહે તેઓ તો પોતાની જ જેલને, પોતાના જ બંધનોને વધુ ને વધુ મજબૂત બનાવતા રહે છે. મારી આ વાત ખોટી હોય તો કહો ! “વાત તો તમારી સો ટકા નહિ, પણ સવા સો ટકા સાચી છે, પણ એ બધું અત્યારે ના શોભે.’ ‘વાથી વાઘનાથ વેલો છે ? Tન ' લગ્નની વીણા વાગતી હોય ત્યારે વેદ-વાણી શોભે નહિ ! બધું સમય પર શોભે. સર્વ વિરતિના સોણલા બરાબર છે. પણ એ બધું અત્યારે નહિ. અત્યારે કસમય છે.” મારા ભાઈએ કહ્યું. વાત કહો છો ? કસમય ? ધર્મ માટે કદી કસમય હોય ? મૃત્યુ માટે કોઇ કસમય ન હોય તો ધર્મ માટે કસમય કેવો ? કોઇ બાળક કે કોઇ જુવાન નહિ જ મરે એની તમે ખાતરી આપી શકો છો ? તો પછી કોઇની ધર્મ-ભાવના શી રીતે રોકી શકાય ? કોઇની ધર્મ-ભાવના રોકવી એટલે એને જીવનમાં સફળ બનતો અટકાવવો !” મારા પતિદેવની વૈરાગ્યવાણી અસ્મલિત વહી રહી. બીજું બધું ઠીક... પણ મારી નાનકડી બેનનું તમે કાંઇ વિચાર્યું? પરકાય - પ્રવેશ • ૨ ૧૯
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy