SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ પામતો. ચારેબાજુ હાહાકાર વર્તાવી મેં પૂરા ભારતમાં એકવીશવાર બ્રાહ્મણોની કતલ કરાવી. મારામાં હિંસા અને લોભ કૂદાકૂદ કરતા હતા. જિંદગીના છેડે પહોંચ્યો છતાં મને થતું : “મારું સામ્રાજ્ય ભરતના છ ખંડોનું જ ? બસ આટલું જ ? આવા છ ખંડોના માલિક ચક્રવર્તીઓ તો કેટલાય થઇ ગયા. હું પણ એ બધા જેવો જ ? ના... ના... મારે ચાલુ ચક્રવર્તી થઇને નથી મરવું, મારે તો ‘સુપર ચક્રવર્તી' થવું છે. કોઇ થયો ન હોય તેવા ચક્રવર્તી થવું છે. છ ખંડના માલિક તો દરેક ચક્રવર્તી હોય. એમાં વિશેષતા શી ? બાર ખંડનો ચક્રવર્તી બનું તો હું ખરો. છ ખંડ જીતતાં કાંઇ તકલીફ ન પડી તો બીજા છ ખંડ જીતતાં શી તકલીફ પડવાની છે ? સોળ હજાર દેવો મારી સેવામાં છે. ચૌદ રત્નો છે. નવ નિધાન છે. પછી વાંધો શું થતો ધસી આવ્યો... પણ મારા પુણ્ય પ્રભાવે તેની પરશુ ઠંડી થઇ ગઇ, એ કાંઇ કરી શક્યો નહિ. પણ પરશુરામને જોઇ હું ધમધમી ઊઠ્યો. મારી પાસે કોઇ હથીયાર નહોતું. મેં તો સામે પડેલો થાળ ઉઠાવ્યો. બીજું શું થાય ? હાજર તે હથિયાર ! મારા પુણ્ય પ્રભાવે થાળ પણ ચક્ર બની ગયું. મેં જોરથી ઘુમાવીને પરશુરામ તરફ ફેંક્યું. તેનું માથું કપાઇને નીચે પડ્યું. દેવોએ જયનાદપૂર્વક ફૂલોની વૃષ્ટિ કરી અને જાહેરાત કરી : આ ભરતમાં આ આઠમો ચક્રવર્તી થયો છે.” લોકોએ મને પ્રેમથી વધાવી લીધો. પરશુરામના આતંકથી માંડ છુટકારો થયો. લોકોએ રાહતનો દમ ખેંચ્યો. પણ એ રાહત ભ્રમણા સાબિત થઇ. પરશુરામ કરતાં હું સાત ગણો ઘાતકી નીવડ્યો. પરશુરામે ત્રણવાર પૃથ્વીને ક્ષત્રિય-વિહોણી બનાવી તો હું એકવીશ વાર પૃથ્વીને બ્રાહ્મણ-વિહોણી બનાવવાનો હતો. મેં ચારેબાજુ કતલેઆમ શરૂ કરી. બ્રાહ્મણો ‘ત્રાહિમામ્' પોકારી ઉઠ્યા. પણ કોની તાકાત છે કે મારી સામે કોઇ આંગળી પણ ચીંધી શકે ? હું ચક્રવર્તીનું જબરદસ્ત પુણ્ય લઇને આવ્યો હતો. માણસો તો ઠીક દેવો પણ મારા દાસ હતા. મેં ચક્રરત્ન લઇ અનેક સ્થળે યુદ્ધો કરી ભરતના છયે ખંડ જીત્યા. નવ નિધાન, ચૌદ રત્ન, ચોસઠ હજાર સ્ત્રી, શું ક્રોડ ગામ, બહોતેર હજાર નગર, બત્રીસ હજાર મુકબદ્ધ રાજા, ચોર્યાશી હજાર હાથી-ઘોડારથનો હું માલિક બન્યો. લખલૂટ વૈભવોની રેલમછેલ મારી ચારેબાજુ થવા માંડી. અપાર સમૃદ્ધિમાં હું આળોટવા લાગ્યો. આટલી બધી સમૃદ્ધિ મળવા છતાં ન તો મને સંતોષ થયો, ન હું વેરનો ડંખ ભૂલી શક્યો. મારા બાપ-દાદાને હણનારા પરશુરામને તો મેં ક્યારનોય મારી નાખ્યો હતો... પણ એની સમગ્ર જાતને જગત પરથી ભૂંસી નાખવા હું કટિબદ્ધ બન્યો હતો. બ્રાહ્મણો જોતાં જ હું સળગી ઉઠતો... અરે... બ્રાહ્મણ શબ્દ સાંભળતાં પણ હું નાકનું ટેરવું ચડાવતો. મેં ભયંકર કતલેઆમ શરૂ કરી. ચારેબાજુ લોહીની નદીઓ વહેવડાવી. કપાયેલા ડોકાઓ અને આમતેમ ઉડતા ધડો જોતાં તમે કદાચ ત્રસ્ત બની જાવ. પણ મને ખૂબ જ આનંદ આવતો હતો. એમની મૃત્યુની ચીસો સાંભળતાં પણ હું ખૂબ જ આનંદ આત્મ કથાઓ • ૨૦૨ મંત્રીઓની સલાહ લીધી. તેમણે તો સ્પષ્ટ ના પાડી. પણ હું માન્યો નહિ. મારી અંદર ઉછળતો લોભ માનવા દે તેમ હતો નહિ. મેં સોળ હજાર દેવોને આજ્ઞા કરી : મને ધાતકી ખંડના ભરતક્ષેત્રમાં લઇ જાવ. ત્યાંના છ ખંડ મારે કબજે કરવા છે. ઇચ્છા નહોતી છતાં દેવોને મારી આજ્ઞા સ્વીકારવી પડી. સોળ હજાર દેવોએ મારી પાલખી ઉપાડી. હું લવણ-સમુદ્ર પરથી પસાર થઇ રહ્યો હતો. મધ્યભાગમાં પહોંચ્યો ત્યાં જ મારું પુણ્ય, મારું આયુષ્ય પૂરું જ થઇ ગયું. પાલખી સહિત હું દરિયામાં ડૂબી ગયો. તમે કહેશો : કેમ આમ થયું ? સોળ હજાર દેવો જેને ઉપાડતા હોય એ પાલખી પડે શી રીતે ? પણ મારું પુણ્ય પરવાર્યું હતું, પાપનો ઘડો ભરાઇ ગયો હતો. સોળેય હજાર દેવોને એકીસાથે વિચાર આવ્યો : ‘હું એક પાલખી નહિ ઉપાડું તો શું વાંધો છે ? બીજા બધા ઉપાડનારા છે જ ને ? એક જ ક્ષણે બધાને આ વિચાર આવ્યો. પાલખી છટકી... દેવો કાંઇ વિચાર કરે ન કરે તેટલામાં તો હું દરિયામાં ગરકાવ થઇ ગયો. મારા મોંમાં-નાકમાં પાણી ભરાયું. મારો શ્વાસ રૂંધાવા લાગ્યો. હું તરવા માટે તરફડિયાં મારવા લાગ્યો, પણ એ બધું વ્યર્થ હતું. અધવચ્ચે પાલખી છોડનાર દેવો પરકાય - પ્રવેશ • ૨૦૩
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy