SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ લંબાવ્યો ત્યાં જ ઋષિએ તેનો હાથ પકડીને (પાણિગ્રહણ કરીને) ચાલતી પકડી. જિતશત્રુ રાજાએ પણ ગાય વગેરે આપી ઋષિને વિદાય આપી. રેણુકા જ્યારે યુવાનીમાં આવી, ઋતુસ્નાતા બની, ત્યારે ઋષિએ કહ્યું : હું તારા માટે બ્રાહ્મચરુ સાધીશ. તેનું ભક્ષણ કરવાથી તને ઉત્તમ બ્રાહ્મણ પુત્ર પેદા થશે.' રેણુકા વિચારમાં પડી : હું તો આવા જમદગ્નિના પનારે પડી જંગલી હરણી જેવી બની પણ મારે મારા પુત્રને આવો બાવો બનાવવો નથી. એ બોલી : “મારી બેન માટે પણ એક ક્ષાત્ર ચરુ સાધજો. એ હસ્તિનાપુરના રાજા અનંતવીર્યની પત્ની છે. જેથી તેને ઉત્તમ ક્ષત્રિય પુત્ર પેદા થાય.' ઋષિએ બંને ચરુ સાધીને રેણુકાને આપ્યા, પણ રેણુકાએ ક્ષાત્ર ચરુનું ભક્ષણ કર્યું અને બ્રાહ્મ ચરુ બેન માટે મોકલ્યું. બંનેને સમય જતાં પુત્રો થયા. રેણુકાના પુત્રનું નામ રામ અને અનંતવીર્યના પુત્રનું નામ કૃતવીર્ય. આ કૃતવીર્ય એ જ મારા પિતાજી. એક વિદ્યાધર પાસેથી પાર્શવી વિદ્યા (અગ્નિ ઝરતી તીક્ષ્ણ કુહાડીની વિદ્યા) મળતાં રેણુકાનો રામ.. જગતમાં પરશુરામ તરીકે ઓળખાયો... એક વખતે રેણુકા પોતાની બેનને ત્યાં હસ્તિનાપુર ગઇ. થોડો કાળ રહેતાં અનંતવીર્ય સાથે તેને પ્રેમ થયો. પ્રેમ આગળ વધતાં અનંતવીર્યથી રેણુકાને પુત્ર પણ થયો. જમદગ્નિ ઋષિ કેટલાક સમય પછી પુત્ર સહિત રેણુકાને આશ્રમમાં લઇ આવ્યા. સ્ત્રીમાં આંધળા થયેલાને કુલટા સ્ત્રી પણ મહાસતી લાગે તે આનું નામ ! પણ પરશુરામ કાંઇ ઝાલ્યો રહે? વ્યભિચારિણી માતાને જોઇ એ એકદમ ઊકળી ઊઠ્યો. પરશુથી એનું ડોકું ઉડાવી દીધું. આ વાતની ખબર અનંતવીર્યને પડી એટલે તે આશ્રમ પર ધસી આવ્યો. આશ્રમમાં તોડ-ફોડ કરી ગાયોને લઇ ચાલતો થયો. પરશુરામને આત્મ કથાઓ • ૧૯૮ આ સમાચાર મળ્યા. એ ધમધમી ઊઠ્યો. પરશુરામ એટલે સાક્ષાત્ ક્રોધ ! હાથમાં પરશુ લઈને ઊપડ્યો. રસ્તામાં જ અનંતવીર્યને આંતરી લીધો ને પરશુથી પરલોક ભેગો કરી દીધો. આથી મારા પિતા કતવીર્ય ક્રોધે ભરાયા. મારા પિતાના હણનારના પિતાને હણું નહિ તો મારું નામ કૃતવીર્ય નહિ. તેઓએ આશ્રમમાં જઇ ધ્યાનમાં બેઠેલા જમદગ્નિ ઋષિને મારી નાખ્યા. કેવી છે વેરની પરંપરા ! પણ ખરી પરંપરા તો હવે જોવા મળશે. પિતાની હત્યાથી પરશુરામ ઊકળ્યો. આમેય તે માથાફરેલ તો હતો જ, તેમાં વળી આવા નિમિત્તો મળતા ગયા. આગને લાકડાં મળતા જાય પછી શું હાલત થાય ? પરશુરામે હસ્તિનાપુર આવીને પરશુથી મારા પિતાનું ડોકું કાપી નાખ્યું અને રાજ્યનો માલિક તે જ બની બેઠો. આ દુનિયા આવી જ છે. અહીં બળીઆના બે ભાગ છે, મારે તેની તલવાર છે, લાકડી છે તેની ભેંસ છે. હું તે વખતે માતાના ગર્ભમાં જ હતો ! મંત્રીઓની સલાહથી મારી માતા જમદગ્નિના પેલા આશ્રમમાં રહેવા આવી. કારણ કે પરશુરામ હવે ક્રોધે ભરાયો હતો. તેને ક્ષત્રિયો ઉપર એવી દાઝ ચડેલી કે આખી પૃથ્વીને નિઃક્ષત્રિય (ક્ષત્રિયો વિનાની) બનાવવાનો ભયંકર નિર્ણય કર્યો હતો. મારી માતાની દેખ-ભાળ આશ્રમમાં સારી રીતે લેવાઇ રહી હતી. તાપસોની મમતા પણ સારી હતી. હું ગર્ભમાં ઊછરી રહ્યો. મારી માતાને એટલી તો ખબર પડી જ ગઈ હતી કે મને કોઇ વિશિષ્ટ બાળક અવતરશે. કારણ કે મારી વિશિષ્ટતાના સૂચક ૧૪ સ્વપ્ન તેણીએ જોયા હતા. આશ્રમમાં જ મારો જન્મ થયો. માની અપાર મમતા સાથે અને તાપસોના અપાર હેત સાથે મારો ઉછેર થવા લાગ્યો. એક વખતે પરશુરામ ત્યાંથી પસાર થયો. તેની પરશુમાંથી આગના તણખા ઝરવા લાગ્યા. એની દિવ્ય પરશુમાંથી જ્યાં જ્યાં ક્ષત્રિય હોય ત્યાં ત્યાં તણખા ઝરતા હતા. એ આશ્રમમાં આવીને બરાડી ઊઠ્યો : ‘ઓ તાપસો ! સાચું બતાવો, અહીં કોણ ક્ષત્રિય છુપાયો છે ? મારી પરકાય - પ્રવેશ • ૧૯૯
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy