SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ शीलादित्य ७ मानां ताम्रपत्रो તેમ સર્વ દિશામાં વિનય દર્શાવતે રાજઋષિ હતું, જેના યશની અતિ પ્રભાવાળી કળા જે સર્વ મંડળને ભૂષિત કરતી તે નભમાં ઈન્દ્રની કલા બનતી, અને જે ઘનશ્યામ વાદળથી સ્તનાગ્ર સમાન શિખરવાળા સા અને વિધ્ય રૂપે રમ્ય પધરવાળી ભૂમિને પતિ હતા તે શ્રી દેરભટનો પુત્ર જે સર્વ નૃપમંડળમાંથી તેઓના યશથી રાજતાં સુંદર વચ્ચે જે તે તેને અર્પતી હતી તે ( વ) ધારી તેના તરફના અનુરાગને લઈને સ્વયંવર તરીકે સ્વીકારતી હતી તે રાજયશ્રીને લગ્નમાં સ્વીકાર કર્યો, જે તેના પ્રચંડ શત્રુઓના મંડળને નમાવનાર તલવાર માફક તેના સફળ શૉર્થ ઉપર આધાર રાખતે, જે શરદ ઋતુમાં તેના ધનુષ જેનાં શર બળથી પૂર્ણ એચેલાં હતાં તેનાથી જેની શાન્તિને નાશ થયો હતો તે શત્રુઓના પ્રદેશમાંથી એગ્ય રીતે કર લેતે, જેના કર્ણ શાસ્ત્રના વિવિધ વર્ણની ઉજવળ કૃતિના અતિશયપણુથી અલંકારિત છતાં પુનઃ શ્રુતિની પુનઃ ઉક્તિથી અલંકારિત થતા હોય તેમ રથી ભૂષિત હતા, અને જે સતત દાન રૂપી જળમાં રમ્ય દેખાતા શૈવલના નવ અંકુર જેમ પ્રકાશતાં કંકણું અને સુંદર જંતુની પાંખેથી અને તેનાં કિરણેથી આવૃત કર ઉંચે કરી રત્ન પ્રવલય ધારણ કરતા હતા તેથી સાગરના તટના કિનારે સમાન ભાસતા ફરથી અખિલ ભૂમિને આલિંગન કરતે તે પરમ માહેશ્વર શ્રીધ્રુવસેન (૩) હતે. (લી. ૩૯) તેને વડીલ બન્યું, જેનું અપર ઉચિત નામ ધર્માદિત્ય બીજે હતું, જેના નાજુક અંગને જાહેર રીતે લક્ષમી દેવીએ અન્ય ગૃપના સ્પર્શના કલંક નાશ કરવાનો નિશ્ચયથી આલિગન કર્યું હતું, જે અન્ય સર્વ નૃપે કરતાં પ્રતાપ કાર્યોમાં અધિકતાવાળા હતા, જેનાં પાદપા તેના તરફના અતિ પ્રેમના બળથી વશ થઈ શિર નમાવતા સર્વ સામંતમંડળના મુગટનાં મણિની રરિમથી આભૂષિત બન્યાં હતાં, જે તેના વિશાળ અને વિપુલ કરના દાણથી શત્રુગણના મદ હણને, જે દૂર ફેલાતા તેના અતિ ઉગ્ર પ્રતાપથી શત્રુઓના સમસ્ત વંશને બાળ, જે નિજ સર્વ સંપદ પ્રણાયિ જનેને આપો, જેની પાસે તે ઉપાડતે તે ગદા હતી અને તે ફેંકતે તે ચક હતું, જે બાલક્રીડાની અવગણના કરતે, જે કદી દ્વિજને તિરસ્કારો નહીં, જેણે નિજ પ્રતાપથીજ સકળ ભૂમિની પ્રાપ્તિ કરી હતી, જે મૂર્ખ જ અંગીકાર કરતા નહીં, જે અપૂર્વ જાતિમાં શ્રેષ્ઠ જનમાંને એક હતા, જે સાક્ષાત ધર્મ હોય તેમ તેણે વિવિધ જાતિ અને આશ્રમના નિયમો ચગ્ય રીતે કર્યા, જેના ધર્મના ઉચ્ચ અને ઉત્તમ વેત વજતું, તેની શુદ્ધ પ્રકૃતિના આનન્દથી સંચય કરતાં અને પછી અહ૫ લેભને લઈને પૂર્વેના નૃપે એ જમ કરેલાં દાનમાં (ભાવિ ઉપભેગમાં દેવ અને દ્વિજોને અનુમતિ આપી તેથી પ્રસન્ન થએલા ત્રિભુવનથી અભિનન્દન થતું, જેણે નિજ વંશને ઉજજવળ કર્યો હતો, અને જે દેવ, દ્વિજે અને ગુરૂઓની સેવા કરી દાન દેવાએલા જનની પાત્રતા અનુસાર સતત ઉદ્વેગ આદિ અન્ય હક્ક સહિત ઉદાર દાનથી ઉદ્ભવેલા સંતોષથી પ્રાપ્ત કરેલા ઉત્તમ યશથી સર્વ ભૂમંડળને ભરતે તે પરમ માહેશ્વર શ્રીખ (૨) હતે. (લી. ૪૭) તેના વડીલ બન્યુ, શ્રી શીલાદિત્ય (૨) જે સર્વ ભૂમિને કુમુદનું સૌદર્ય ખીલવનાર પૂર્ણ ઈન્દુના પ્રકાશ સમાન નિજ યશથી ઉત કરી, (અને) જે ખંડિત અગુરૂ વિલેપનનાં સમાન શ્યામ વિધ્ય પર્વત રૂપે વિપુલ પધર ધારનાર ભૂમિને સ્વામિ હતું, તેનો જે દિન પ્રતિદિન કળામાં વૃદ્ધિ પામતા નવ ચંદ્રની માફક કળામાં વૃદ્ધિ કરતે, જે પર્વતના વનને આભૂષિત કરવા યુવાન ગિરિરાજ (સિંહ)જેમ રાજયશ્રીને આભૂષિત કરતો, જે મયૂર જવાળા કાર્તિકેયની માફક શિર પરની રમ્ય શિખાથી આભૂષિત હતું, જે પ્રચંડ શક્તિ અને પ્રભાવવાળે હતા જે (કમળને વિક્સાવનાર )શરદના આગમનની માફક (પૂર્ણ યશ અને અતિ ધનથી સંપન્ન) જે હતું, જે કિરણ વડે મેઘ ભેદતા ઉદય પામતા બાલ રવિ જેમ શત્રુઓના ગજોને યુદ્ધમાં ભેદ, યુદ્ધમાં નિજ શત્રુઓના પ્રાણ હરતે, તે નિજ શ્રીમાન કાકે પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ અને પરમેશ્વરને પાદાનુણાત પરમ માહેશ્વર પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ અને પરમેશ્વર શ્રી શીલાદિત્યદેવ (૩) હતા. ૮૮ "Aho Shrut Gyanam"
SR No.008961
Book TitleGujratna Aetihasik Lekho Part 1
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy