SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ शीलादित्य ७ मान ताम्रपत्रो ભાષાન્તર ૐ ! સ્વરિત ! વિખ્યાત આનન્તપુરમાં વિજયી નિવાસસ્થાનથી --મૈત્રકાની અતુલખાવાની મહાન સેનાએ સાથે અનેક યુદ્ધો કરી યશસઁપન્ન, શત્રુઓને ખળથી નમાવનાર અને પ્રતાપથી વશ કરેલા અને દાન, માન અને સરળતાથી પ્રાપ્ત કરેલા અને અનુરાગથી અનુરકત મૌલ ભૃત શ્રેણિના અળથી રાજયશ્રી પ્રાપ્ત કરનાર પરમમાડેશ્વર શ્રીભટ્ટાર્કના અછિન્ન વંશમાં જેણે નિજ માતાપતાનાં ચરણકમળને પ્રણામ કરી સર્વ પાપ ધોઈ નાંખ્યાં હતાં, જેને માલ પણુથી તલવાર ખીજા કર સમાન હતી, જેનું બળ નિજશત્રુઓના સમઢ માતંગેાના કપાળ ઉપર કરથી પ્રહાર કરી પ્રકાશિત થયું હતું, જેના પટ્ટનમની રશ્મિ તેના પ્રતાપથી નમાવેલા શત્રુએસના ચૂડામણિની પ્રભા સાથે ભળતી, જેણે સઠળ સ્મૃતિથી નિર્માણ થએલા માર્ગનું સારી રીતે પરિપાલન કરી નિજ પ્રજાનાં હ્રદય અનુરજી રાજ શબ્દ સ્પષ્ટ અને ઉચિત કર્યા હતા, જે રૂપ, કાન્તિ, સ્થિરતા, ગાંભીર્ય, બુદ્ધિને સંપદમાં અનુ ક્રમે સ્મર, હંન્દુ, અદ્રિશજ ( ર્હિમાલય ), સાગર, વેના ગુરૂ (બૃહસ્પતિ) અને ધનેશ કરતાં અધિક હતા, જે શરણાગતને અભય દેવામાં પરાયણ હાવાથી નિજ સર્વ પરાક્રમનાં કાર્યોનાં મૂળ તુવત લેખતે જે વિદ્વાના, મિત્રો અને પ્રયિજનેાનાં હ્રદય પ્રાર્થના કરતાં અધિક ધન આપી રજતા, ( અને ) અખિલ ભૂમંડળના સાક્ષાત આનન્દે હતા તે પરમ માહેશ્વર શ્રી ગુહુસેન હતા. ( લીટી, ૭) તેના પુત્ર, જેનાં સર્વ પાપ તેના ચેતાના પદનખની રશ્મિના પ્રસારથી બનેલી જાહથી નદીના જળના પ્રવાહથી ધાવાઈ ગયાં હતાં, જેની લક્ષ્મી લક્ષ પ્રણય જનેનું પાલન કરતી, જેનું સર્વ આકર્ષક ગુણાએ તેના રૂપની અભિલાષથી આતુરતાથી અવલંમન કર્યું છે, જે સર્વે ધનુધરાને નૈસાર્બિક મળ અને શિક્ષાથી પ્રાપ્ત કરેલી વિદ્યાની વિશેષતાથી વિસ્મય પમાડતા, જે પૂર્વેના નૃપાએ કરેલાં દાન રક્ષતા, જે નિજપ્રજાનાં દુઃખ હરતા, જે શ્રી અને સરસ્વતીના એકત્ર નિવાસસ્થાન હતા, જેના પ્રતાપ નિજ શત્રુગણની લક્ષ્મીના ઉલ્લેગમાં દક્ષ હતા, (અને ) જે નિજ પ્રતાપથી પ્રાપ્ત કરેલી વિમળ રાજ્યશ્રી સંપન્ન છે તે પરમમાહેશ્વર શ્રી ધસેન( ૨ ) હતેા. (લી. ૧૦ ) તેને પુત્ર, અને પાદાનુધ્યાન, જેણે ધર્મપાલનથી પ્રકાશિત અર્થ, સુખ અને સંપદના સેવનથી ધર્માદિત્યનું અપર નામ પ્રાપ્ત કર્યું હતું, જેણે સકળ જગતને આનન્દકારી અતિ અદ્ભુત ગુથેાથી સર્વ ભિંડળ વ્યાપી દીધુ હતું, જે અનેક યુદ્ધોમાં વિજયની પ્રભાસંપન્ન તલવાર તેજથી પ્રકાશિત કાંધ ઉપર મહુ! મનેરથાને ભાર ધારતા, જેની મતિ સર્વ વિદ્યાના વિભાગમાં પાર ગત હોવાથી શુદ્ધ હાવા છતાં કુચિત સુભાષિતથી સહેલાઇથી તુષ્ટ થતી, જેના હૃદયનું ગાંભી જનાથી અગાધ હતું છતાં અનેક સુકૃત્યથી સ્પષ્ટ થતા પરમ કલ્યાણુ સ્વભાવવાળા હતા, અને જેને કૃતયુગના નૃપાના ( સદાચારને ) પૂરાઈ ગએલા પંથ શુદ્ધ કરી સહાયશ પ્રાપ્ત કર્યાં હત તે પરમ માહેશ્વર શ્રી શીલાદિત્ય ( ૧ ) હુંતે. ( લી. ૧૪)તેના અનુજ અને પાદાનુધ્યાત, તે( ઈન્દ્ર) ઉપેન્દ્ર ના વડીલ અન્ધુ હાય તેમ તેના વડીલ અન્ધથી અભિયાષિત રાજ્યશ્રી કાંધ ઉપર ધારતા; તેના આદેશે પૂર્ણ કરવાના એક જ આશયથી અને સર્વોત્તમ વૃષભની પેઠે જ્યારે પુરી ધારતા ત્યારે શ્રમ કે માનંન્દ્રના ઉપલેગથી ક્ષીણ ન થાય તેવીસંપદ્ય સંપન્ન, જેનું પાદ્યપીઠ તેના પ્રતાપથી વશ થએલા અનેક નૃપાના ચૂડામણિની પ્રભાથી પ્રકાશિત હતું છતાં અન્ય જને તરફ તિરસ્કારને લઈને ઉદ્ભવેલી ઉગ્રતાથી મુક્ત રવભાવવાળા હતા, જેના શત્રુગ્માને પુરૂષાર્થ અને અભિમાન માટે વિખ્યાત હતા છતાં નમન સિવાય અન્ય માર્ગ ન હતેા, જેના વિશુદ્ધ શુણાના સંચય સકલ જગતને આનન્દ આપતા, જેણે કલિયુગના સર્વ માર્ગને અળથી નાશ કર્યાં હતા, જેનું અતિ ઉમદા હૃદય ઉતરતી પદવીના માણસા २९७ ૧ આના સબંધ પંક્તિ ૬૪ માં શ્રીશીલાદિત્ય ૭ મા બધા લકાને હુકમ કરે છેતેની સાથે છે. ૨ ઇન્દ્રને નામે ભાઈ ઉપેન્દ્ર તે વિષ્ણુ છે. કૃષ્ણને ઇન્દ્રની લડાઈ અને કૃષ્ણની જિતના આમાં હલ્લેખ છે. ( વિષ્ણુપુરાણુ વિં, ૫, મ. ૩૦ ) ઉપરના કિસ્સા ઉપરથી અનુમાન થાય છે કે શીલાદિત્ય ૧ લાને અને ખરચત ૧ ઘાને કંઈ ક્લેશ થયા હશે અને તેમાં શીલાદિત્યે પોતાના નાના ભાઈના લાભમાં જતુ કર્યું હાય. "Aho Shrut Gyanam"
SR No.008961
Book TitleGujratna Aetihasik Lekho Part 1
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy