SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ધરસેન ૨ જાના એક દાનપત્રનું પહેલું પતરું આ પતરાના નીચેના બે અણુઓ ભળેલા છે. પણ તે સિવાય એ સારી સ્થિતિમાં છે. તેનું માપ ૯૪ર છે. તેમાં ૧ પંક્તિઓ લખેલ છે, અને આ લેખ વ્યાકરણની ભૂલ વગરને છે. દાનપત્ર વલભીમાંથી જાહેર કરવામાં આવ્યું હતું. ધરસેન ૨ જાના પ્રાસ્તાવિક વર્ણનના ભાગથી આ લેખ પૂરો થાય છે. પરંતુ દાનપત્ર તે જ રાજાનું છે એમાં સંશય નથી. કારણ કે તેને પ્રસ્તાવના ભાગ, વંશના સ્થાપક ભટ્ટારકથી શરૂ કરી ધરસેન ર જ પછી આવતા શીલાદિત્ય ૧ લાના સમયનાં દાનપત્રોમાં જણાયું છે. તેમ, કંઈ પણ ઓછું કર્યા સિવાય, સંપૂર્ણ વંશાવળી આપે છે. ઘરસેન ર ાનાં દાનપ પછીનાં બધાં દાનપત્રોમાં ગુહસેનનું નામ ભટ્ટારક પછી વંશાવળીમાં તરતજ આવે છે, જ્યારે વચ્ચેના ચાર રાજાઓ, ધરસેન ૧, દ્રોણુસહ, ધ્રુવસેન ૧ અને ધરપદ( અથવા ધરપટ્ટ)નાં નામે તર્ક છેડી દેવામાં આવ્યાં છે. માટે આ દાનપત્રમાં ધરસન ૨ જાના વર્ણનનો ભાગ (તેનાં નામ શિવાય) પહેલા પતરામાં આવતા હોવાથી, તેણે જ તે જાહેર કરેલું હોવું જોઈએ, અને જે દૈવયોગે બીજું પતરું મળી આવે છે. આ બાબત ચક્કસ તેમ જ છે, એવું માલુમ પડશે. વળી, આ દાનપત્ર ધરસેન ૨ જાના રાજ્યના પ્રથમ સમયનું છે, એમ પણ બતાવી શકાય છે. કારણ કે, આ રાજાના આરંભકાળનાં દાનપત્રો એટલે, સં. ૨૪૮ અને ૨પરનાં વલભીમાંથી જાહેર કરાયેલાં છે, અને પછીનાં દાનપત્રો, એટલે સં. ૨૬૯ અને ૨૭૦ ના ભદ્રપન નામની લશ્કરી છાવામાંથી જાહેર થયાં છે. આ દાનપત્ર વલભીમાંથી જાહેર થયું હતું તેથી તે તેના રાજયના આરંભકાળનું હોવાને ઘો સંભવ છે, *જ, બ. ક. ૨. એ. સે, . સો. વે, પા ૨૪ ડી. બી. દિલર "Aho Shrut Gyanam"
SR No.008961
Book TitleGujratna Aetihasik Lekho Part 1
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy