SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધારિણી અત્યંત પ્રસન્ન થઈ ગઈ. નગરમાં તપાસ કરો કે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરી, કોઈ પુરુષ રાત્રિમાં નગરમાં રહ્યો ન હતો ને?' રાજાએ પોતાના ગુપ્તચર સેવકોને આજ્ઞા કરી. ગુપ્તચરો, નગરની શેરીએ શેરીએ ફરી વળ્યા. દરેકે દરેક રાજમાર્ગ પર તપાસ કરવા લાગ્યાં. ધનશ્રેષ્ઠિની શેરીમાં પેલી વૃદ્ધાએ ગુપ્તચરોના કાનમાં કહી દીધું - “આ ધનશ્રેષ્ઠિના છ પુત્રો રાતે ઘરમાં છુપાઈને રહ્યાં હતાં.” ગુપ્તચરોએ ધનશ્રેષ્ઠિના છ પુત્રોને પૂછ્યું: તમે રાત્રે ઘરમાં જ રહ્યાં હતાં?' “હા... ઘરમાં જ રહ્યાં હતાં.' મહારાજાની આજ્ઞા તમે નહોતી સાંભળી?” સાંભળી હતી, અમે ગામની બહાર જવા નીકળ્યાં હતાં, પરંતુ થોડા મોડા પડેલા તેથી દરવાજા બંધ થઈ ગયેલા એટલે ઘરમાં જ રહેવું પડેલું...' ચાલો, તમારે મહારાજા પાસે ચાલવું પડશે.” ચાલો...' ધનશ્રેષ્ઠિના છયે પુત્રોને મહારાજા પાસે લઈ જવાયાં. મહારાજાને ગુપ્તચરોએ બધી વાત કરી. ધનશ્રેષ્ઠિના આ છયે પત્રોનો વધ કરો. એમણે રાજાજ્ઞાનો અનાદર કર્યો છે.” ધનશ્રેષ્ઠિ સાથે જ આવેલાં હતાં. તેમણે આંખોમાં આંસુ સાથે રાજાને પ્રાર્થના કરી: મહારાજા, મારા પુત્રોનો અપરાધ ક્ષમા કરો.” ધનશ્રેષ્ઠિ, તમે જાણો છો કે અપરાધીઓને હું ક્યારેય ક્ષમા આપતો નથી.' “તો મહારાજા, મારા આ છ પુત્રોના બદલે હું સજા ભોગવી લઉં... આ મારા છયેને મુક્ત કરો.' એ ના બને શ્રેષ્ઠી, જેણે ભૂલ કરી, તેને જ સજા થાય, તમે નિરપરાધી છો, તમને સજા ન થઈ શકે.' “મહારાજા, છોકરાઓ છે, પહેલવહેલી ભૂલ કરી છે. કૃપા કરો. એમને ક્ષમા આપો. હું અનાથ બની જઈશ. અસહાય બની જઈશ...ધનશ્રેષ્ઠિ રડી પડ્યાં... પરંતુ રાજાનું હૃદય દ્રવિત ના થયું. શ્રેષ્ઠીએ કહ્યું : મહારાજા, છ પુત્રોમાંથી કોઈ એકને સજા કર, પાંચને ક્ષમા આપવાને દયા કરો.” “એ ના બને.” તો બે પુત્રોને સજા કરો. ચારને ક્ષમા આપો.” “એ પણ ના બને.” ૧૪૩ ભાગ-૩ + ભવ નવમો For Private And Personal Use Only
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy