SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અને કામભોગોથી શો લાભ? વળી જ્યારે માથા પર પહાડ જેવી મોટી આપત્તિઓ લટકી રહી હોય, તેવા ભયકાળે ભોગપ્રવૃત્તિ પણ શી રીતે કરી શકાય? એવી ભોગપ્રવૃત્તિ કરવી એટલે અવિચારી પગલું ભરવું. અર્થ અને કામની પ્રાર્થના નિરર્થક છે. ૫રમાર્થથી વિચારીએ તો સજ્જનો માટે આ અર્થ-કામ જ વૈરાગ્યનાં નિમિત્તો છે.’ રાજાએ કહ્યું: ‘કુમાર, જે જીવો અર્થ-કામમાં પ્રવર્તે છે, તેઓ દુષ્કરકા૨ક છે, જેઓ અર્થ તથા ભોગસુખોમાં પ્રવર્તતા નથી તેઓ દુષ્ક૨કારક નથી.’ કુમારના ચિત્તમાં હર્ષ થયો. કુમારે કહ્યું; ‘પિતાજી, પાંચ ઇન્દ્રિયોના વિષયો, * ત્રણે ભુવનને મારનારા છે. * અતિ ભયંકર છે. * દુર્જાય છે. * જેના કુટિલ સ્વરૂપને વિચારી શકાતું નથી. ઇષ્ટ ભાવોનો વિયોગ કરનાર છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir * દુ:ખ અને પરિતાપ કરનારા છે. * હલાહલ વિષ સરખા છે. માટે વૈષયિક સુખો ત્યાગ કરવા યોગ્ય છે. વિષયોનો ત્યાગ કેટલો લાભકારી છે. પિતાજી? * એકાંતે એ સુખ આપનાર છે. * ‘અમૃત’ અવસ્થા આપનાર છે. સત્પુરુષો એના સુખની પ્રશંસા કરે છે. * વિના દુ:ખે જે સુખ ભોગવી શકાય છે. માટે આ સુખ દુષ્કર નથી. અશાશ્વત જીવલોકમાં અર્થ અને ભોગસુખોમાં પ્રવર્તવું તે જ દુષ્કર છે. મહારાજાએ કહ્યું: ‘વત્સ, જો સમ્યગ્ વિચારણા કરીએ તો આ વાત સાવ સાચી ૧૩૦૧ છે.’ કુમારે કહ્યું: ‘પિતાજી, અસમ્યગ્ વિચારણાને વિચારણા જ ન કહેવાય,’ રાજા બોલ્યા: ‘વત્સ, વાત સાચી છે, પરંતુ મહામોહ છૂટવો ઘણો મુશ્કેલ છે.' કુમાર સમરાદિત્યે કહ્યું For Private And Personal Use Only ભાગ-૩ ૪ ભવ નવો
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy