SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “હું અવશ્ય સાંભળીશ. પછી મારી અધૂરી વાર્તા તને સંભળાવીશ...વિજયધર્મ આચાર્યદેવનાં દર્શન કેવી રીતે થયાં અને એમણે અમને સહુને કેવો ઉપદેશ આપ્યો! એ હું સાંભળીશ... મને ઘણો આનંદ થશે..” કહ્યા મુજબ રાત્રિના સમયે, રનવતીએ સાધ્વીનો જીવનવૃત્તાંત સંભળાવ્યો. તે પછી કુમારે વિજયધર્મ આચાર્યનો આપેલો ઉપદેશ સંભળાવ્યો... બંને સમાન વિચારવાળા હતા. બંનેને ધર્મની અને અધ્યાત્મની વાતો ગમતી હતી. બંનેના આત્માઓનો કર્મભાર ઓછો થઈ ગયેલો હતો. એટલે ગુરુજનો અને જિનવચનો એમને ખૂબ ગમતાં હતાં. સાધ્વીના નવ જન્મનો વૃત્તાંત સાંભળીને કુમારે કહ્યું: દેવી, આ સંસારમાં નિષ્પાપ જીવન જીવવું કેટલું અઘરું છે.... ચંદ્રયશાના ભવમાં, બંધુસુંદરી સાથેના સ્નેહસંબંધને ખાતર ચંદ્રયશાએ મદિરાવતી તરફ યશોદાસના મનને ફેરવવાનો વિચાર કર્યો ને? આવું તો સંસારમાં બહુ બને છે. સંબંધોને ટકાવવા માટે ક્યારેક ન કરવાનું કરવું પડે છે... અણસમજમાં કરે છે. પાપ, સમજદારી હોવા છતાં સંસારના વ્યવહારને ટકાવવા માટે પણ જીવ પાપ કરે છે... એ પાપનાં કડવાં પરિણામોનો વિચાર પ્રાયઃ જીવ કરતો નથી. આવું તો કરવું પડે. આમને માટે તો કરવું પડે.. આ કામ નહીં કરીએ તો ફલાણા સ્વજન નારાજ થઈ જશે...' આવા બધા વ્યવહારોમાં દુનિયા ફસાણી છે. કોઈ સ્વજનનું કામ “આ પાપકર્મ છે' એમ સમજીને, ના પાડીએ, તો પેલો વજન નારાજ થઈ જાય છે. એ નારાજી પાલવતી નથી!” દેવી, એક ઘરમાં જ વિષમતા જોવા મળે છે. વિચારોમાં વિવિધતા જોવા મળે છે! એકને પાપ નથી કરવું, બીજાને કરવું છે! એક વ્યક્તિ પરિણામનો વિચાર કરે છે, બીજી વ્યક્તિ વર્તમાનનો જ વિચાર કરે છે ત્યારે ઘર્ષણ ઊભું થાય છે. ક્લેશ અને ઝઘડા પેદા થાય છે.. બિચારી ચંદ્રયશાનાં હૃદયમાં બંધુસુંદરી તરફ સહાનુભૂતિ હતી, તેને સંતાન ન હતું, તે પોતાના પતિથી જ સંતાન ઇચ્છતી હતી. પતિ બીજી સ્ત્રીમાં લુબ્ધ હતો. આવી પરિસ્થિતિમાં ચંદ્રયશાને બંધુસુંદરી તરફ સહાનુભૂતિ થવી, સ્વાભાવિક હતી! મદિરાવતી તરફ અણગમો થવો પણ સ્વાભાવિક હતો! અને પરિવ્રાજિકા દ્વારા તેણીએ યશોદાસના વિચારોમાં પરિવર્તન કરાવી, તેને મદિરાવતીના મોહપાશમાંથી છોડાવ્યો. “મદિરાવતીને કેવું વિયોગનું દુઃખ થશે?' આ વિચાર તેને ના આવ્યો.. અને એણે તીવ્ર પાપકર્મ બાંધી લીધું! ખરેખર, કર્મબંધનું વિજ્ઞાન સમજવું ખૂબ જરૂરી રાહ એ જ શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy