SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ સર્વ પ્રકારની તૃષ્ણાઓનો ત્યાગ કરવાનો છે. ભવિષ્યમાં જીવનપર્યત પાપ નહીં કરવાની પ્રતિજ્ઞા કરવાની છે. છે આ બધું કરવામાં રાજન, હૃદયના કુશળ-પ્રશસ્ત ભાવોની મહત્તા છે. જેવી રીતે મહામેની વૃષ્ટિથી પ્રચંડ આગ પણ ઓલવાઈ જાય છે, તેવી રીતે આ બધું કરવાથી દુષ્કૃત્યો ધોવાઈ જાય છે. છે શુભ ભાવનું ક્ષેત્ર વિસ્તરે છે. આત્મ-વિર્ય ઉલ્લસિત થાય છે. જે અંતરાત્મા નિર્મળ બને છે. પ્રમાદ, મનમાંથી અને શરીરમાંથી દૂર થાય છે. કે ખોટા-નકામા વિકલ્પો મનમાં જાગતા નથી. કે રાજન, કર્મબંધની પરંપરા તૂટી જાય છે. આ અગત્યની વાત છે. નવાં બંધાતાં કર્મો અટકી જવાં જોઈએ. નહીંતર કર્મો બંધાય છે, તે ઉદયમાં આવે છે, ફરી કર્મબંધ થાય છે. આ રીતે અનાદિકાળથી ચાલ્યું આવે છે. હવે આ બધું કરવાથી ફર્મબંધની પરંપરા અટકી જશે. જ કર્મપરંપરા તૂટી ગયા પછી, ભવપરંપરા પણ તુટી જવાની. પછી સંસારની ચાર ગતિમાં ભટકવાનું બંધ થઈ જશે. છે પરિણામે અચલ-શાશ્વત-અનંત મોક્ષની પ્રાપ્તિ થશે.” બસ, એક વાર આત્મા સર્વ કર્મોથી મુક્ત થઈ ગયો, પછી એ ક્યારેય કર્મથી બંધાવાનો નહીં! મોક્ષમાં સર્વથા સુખ હોય છે, પરમાનંદ હોય છે.” આચાર્યદેવ આટલું કહીને, મૌન રહ્યાં. મહારાજાએ કહ્યું: “હે ભગવંત, આપે જે ઉપદેશ આપ્યો, તે યથાર્થ છે. હવે હું આત્મકલ્યાણ જ કરવા ઈચ્છું છું. એ માટે હું આપની આજ્ઞાનો સ્વીકાર કરું છું. જેમ બને તેમ જલદી મોક્ષમાર્ગની આરાધનામાં પ્રવૃત્ત થાઉં છું....' મહારાજાએ મારા તરફ જોઈને કહ્યું: “હે દેવી, આવા જ્ઞાની-ધ્યાની અને સંયમી ગુરુદેવ મળવા મુશ્કેલ છે. તેમને આપણા જીવનરથના સારથિ બનાવીએ! આપણો જીવનરથ નિર્વિને મોક્ષદ્વારે પહોંચી જશે. આ ગુરુદેવની આપણા ઉપર પાર વિનાની કરુણા છે, તને અને મને નવજીવન જ આપ્યું છે... દેવી, મને બરાબર સમજાઈ ગયું છે કે ધર્મ જ આ જીવનમાં ગ્રહણ કરવા જેવો છે, જીવનમાં જીવવા જેવો છે. ધર્મ વિના બધા જ પદાર્થો દુઃખદાયી છે. અને ધર્મનું આચરણ ગુરુ વિના થઈ શકતું નથી! માટે હું ભગવંતની આજ્ઞા સ્વીકારું છું.' મેં કહ્યું: “હે નાથ, તમારા માટે અને મારા માટે એ જ યોગ્ય છે. આપણે સંસારવાસનો ત્યાગ કરીએ. અને ચારિત્રધર્મનો સ્વીકાર કરીએ. પરંતુ એ પૂર્વે શ્રી સમસદિત્ય મહાકથા ૧૨૪૭ For Private And Personal Use Only
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy