SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રાવક સંક્ષિણ 1 TI કહાવલી’ ગ્રંથમાં લલ્લિગ શ્રાવકનો વૃત્તાંત આવે છે. - લલ્લિગ શ્રાવક દેવગુરુનો ભક્ત હતો, પરંતુ પૈસે-ટકે દુઃખી હતો. ગરીબાઈથી તે કંટાળી ગયો હતો. ભટકતો થઈ ગયો હતો. એક દિવસ તે આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી પાસે ગયો, વંદન કરીને તે બેઠો. ગુરુદેવે કહ્યું: ‘લલ્લિગ, હવે ભટકવાનું બંધ કર.” ગુરુદેવ, તો પછી મને દીક્ષા આપો, જેથી પરલોકનું હિત તો હું સાધી શકું.' આચાર્યદેવે પોતાના જ્ઞાનપ્રકાશમાં લલ્લિંગનું ભવિષ્ય જોયું, અને કહ્યું: ‘લલ્લિગ, થોડા દિવસમાં જ તારી દરિદ્રતા દૂર થશે. તું ધનવાન બનીશ.” લલ્લિગની નિરાશા દૂર થઈ. તેણે ગુરુદેવને વંદના કરી અને સ્વસ્થાને ગયો. જ એક વેપારમાં લલ્લિગ અઢળક ધન કમાયો. આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીના રચેલા ગ્રંથો લખાવવામાં તેણે ખૂબ ધન ખચ્યું. ક આચાર્યદેવ રાત્રે પણ ગ્રંથરચના કરી શકે તે માટે, લલ્લિગે અંધકારમાં પ્રકાશ કરનારું ઉત્તમ રત્ન લાવીને, ઉપાશ્રયમાં મૂક્યું. જ જીવનપર્યત લલ્લિગ હરિભદ્રસૂરિજીની સેવામાં રહ્યો હતો. તે પણ સંસ્કૃત-પ્રાકૃત ભાષાનો જાણકાર બન્યો હતો. તેણે શ્રુતભક્તિ અને ગુરુભક્તિથી પોતાનું જીવન ધન્ય બનાવ્યું હતું. ૦ ૦ ૦ For Private And Personal Use Only
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy