SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org કૃતમંગલા આવ્યાં. વિષેણને મળીને બધી વાત કરી. વિષેણ રાજી થઈ ગયો. ‘આપણે આવતી કાલે વહેલી સવારે નીકળી જઈએ!' વિષેણે કહ્યું. આપણે સાત મિત્રો જઈએ. ત્યાં ‘કોલ્લાક માં ૨૦/૨૫ ઝૂંપડા છે. ખેડૂતોને ૫૨૫ રૂપિયા આપી દઈશું. બે, ત્રણ ઝૂંપડાં બે દિવસ રહેવા મળશે. દિવસે ત્યાં દેવીની ટેકરી પર ફરીશું ને રાત્રે ઝૂંપડીમાં આવીને ખાઈશું, પીશું અને ઊંઘી જઈશું!' ‘ભલે, ખાવાપીવાની સામગ્રી લઈ લેજો. હું મારું કામ પતાવીશ, તમે તમારું કામ કરજો.' Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘પરંતુ દેવીની ટેકરી પર એકલા જવાય એવું નથી. ત્યાં આપણે સહુ સાથે જઈશું.’ વિષેણ એના મિત્રો સાથે અશ્વો ૫૨ બેસીને, ‘કોલ્લાક’ પહોંચી ગયો. બે ઝૂંપડાં એમને મળી ગયાં! ઘોડાઓ બહારનાં વૃક્ષો સાથે બાંધી દીધા. ખેડૂતોએ ઘાસ નાખ્યું ધોડાઓને વિષેણ વગેરેને પીવા પાણી આપ્યું. વિષેણને ઉતાવળ હતી. એને એનું કામ જલદીથી પૂર્ણ કરવું હતું. તેણે પોતાની કમરમાં બે ધારદાર કટારી છુપાવી દીધી હતી, તે દેવીની ટેકરી તરફ ચાલ્યો, ખેડૂતો પાસેથી તેણે રસ્તો જાણી લીધો હતો. આમ તો સીધી જ પગદંડી હતી. ક્યાંક ક્યાંક પથ્થરો પડેલા હતા. થોડા કાંટા પણ હતા. વિષેણે મજબૂત જોડા પહેરેલાં હતાં. એણે પોતાનું માથું કાળા રૂમાલથી બાંધેલું હતું. બદન પર ચામડાની બંડી પહેરેલી હતી. દાઢી અને વાળ વધેલાં હતાં. વિચારોની ગડમથલમાં થોડી થોડી વારે અટકો એ, ઊપર ચઢ્યો. જંગલમાં ફરતાં નાનકડાં પશુ-પંખીઓ સસલાં, છછૂંદર કે કાચંડાને કારણે સૂકાં પાંદડાનો અવાજ મોટો લાગતો હતો. દેવીના મંદિરનો આગળનો ભાગ ડુંગરનાં ટોપચાંને સપાટ કાપીને રચવામાં આવેલો હતો. મંદિરની આગળ ખાસ્સી સપાટ જગ્યા હતી. ડુંગર પરથી એ જગ્યાએ પહોંચવા માટે થોડાં પગથિયાં ચડવાં પડે એમ હતાં. એણે ખેડૂતો પાસેથી જાણ્યું હતું કે પેલા સાધુ દેવીના ખંડેરમાં ધ્યાન લગાવીને ઊભા રહે છે. ૧૧૫૮ વિષેણ, ખાખરા અને પીલુડીનાં એકસાથે ઊગેલાં ઝાડ પાસે ઊભો રહ્યો, એ બંને ઝાડનાં થડ અને પાંદડા, એકમેકમાં લપટાઈ ગયાં હતાં. પીલુડીની ટોચ પર બેઠેલાં બે ગીધ એકાએક તીણી કિકિયારીઓ પાડીને ઊડચાં હતાં. વિષેણ એ અવાજથી ચોંક્યો. તેણે ઊડતાં ગીધને જોયાં. એક ગીધ થોડે દૂર પડેલા તોતિંગ પથરા પર આવીને બેઠું. અને લાંબી ડોક કરી ચિત્કારતું રહ્યું. જ્યારે બીજું ગીધ જોરથી પાંખો ફફડાવીને, થોડું ઊંચે ઊડ્યું અને ગોળ ચકરાવા લેવા માંડ્યું. વિષેણે તેની આજુબાજુની ભાગ-૩ * ભવ સાતમો For Private And Personal Use Only
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy