SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નાગદત્તે કહ્યું : ‘હે મહાનુભાવ, તું હવેલીમાં આવ. મારા પુત્રને જલોદર રોગ થયા છે. તું એ રોગને મટાડી આપ. તું માગીશ એટલું ધન આપદેશ.’ આવનાર ભીલ-વૈઘે હવેલીમાં પ્રવેશ કરી, અતિ વેદના અનુભવતા અર્હદત્તને જોયો. એની નાડી-પરીક્ષા કરી કહ્યું : ‘આ વ્યાધિ એકદમ મટી જાય એવો નથી, છતાં બરાબર ઔષધોપચાર કરવાથી એ મટી શકશે. ખાસ તો, આ રોગ જે અપથ્ય સેવનથી થયો છે, એ અપથ્યનો ત્યાગ કરવો પડશે અને પથ્યનું સેવન કરવું પડશે. હે શ્રેષ્ઠી, હું પૈસાનો લોભી નથી... મારે પૈસા જોઈતા નથી. હું ધર્મવૈદ્ય છું. પહેલા, આ રોગનું નિદાન કરું છું, તે સાંભળો : પૂર્વજન્મમાં કરેલાં પાપોથી આ જન્મમાં આ રોગ થયો છે. તેવી રીતે આ જન્મમાં અહિતકારી અતિશય ભોગ-ઉપભોગ કરવાથી આ રોગ થયો છે. એટલે સર્વપ્રથમ સર્વ પાપોનું મૂળ જે મિથ્યાત્વ છે, તેનો ત્યાગ કરવો પડશે. હવે આ રોગનો ઉપચાર બતાવું છું. * પહેલાં તો સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચારિત્રનું પ્રમાદ કર્યા વિના પાલન કરવું પડશે. * દિવસ અને રાતના મળીને પાંચ પ્રહર જ્ઞાન-ધ્યાન કરવું પડશે. * મન-વચન-કાયાથી, કોઈ પણ જીવની હિંસા નહીં કરવાની. * અસત્ય નહીં બોલવાનું. * ચોરી નહીં ક૨વાની. * મૈથુન સેવન નહિ કરવાનું. * કોઈ પણ વસ્તુ પર મમત્વ નહીં રાખવાનું. * રાત્રિમાં ભોજન નહીં કરવાનું કે પાણી પણ નહીં પીવાનું. * કોઈના ઉપર ક્રોધ નહીં કરવાનો. * અપરાધીને ક્ષમા આપવાની. * સહુની સાથે નમ્રતાથી વ્યવહાર કરવાનો. * માયા-કપટ, છળ-પ્રપંચ અને દંભનો ત્યાગ કરવાનો. * લોભ નહીં કરવાનો. * પહાડ, જંગલ, ઉદ્યાન વગેરે સાધુયોગ્ય સ્થાનોમાં વાસ કરવાનો, * પગે ચાલીને એક ગામથી બીજા ગામે જવાનું. શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only EGO
SR No.008951
Book TitleSamaraditya Mahakatha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy