SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પછી પાછા ઉપાશ્રયમાં આવ્યા નથી. કદાચ તેઓએ...” ભગવંત, એ અતિથિ મુનિ ક્યાં છે?” “રાજન, હું તપાસ કરાવું છું.” આચાર્યે બે સાધુઓને આજ્ઞા કરી : “એ અતિથિ સાધુ ક્યાં છે, એની તપાસ કરી, મને જાણ કરો.” રાજા અને પુરોહિત ઉપાશ્રયમાં બેસી રહ્યા. બંને શોકમગ્ન અને વિષાદથી ઘેરાયેલા હતા. બંને પોત-પોતાનાં મનમાં વિચારતા હતા : “ભૂલ અમારી જ છે. અમે કુમારોનાં તોફાનો રોક્યાં નહી. એનું આ પરિણામ આવ્યું છે. કુમારોએ સાધુઓને સતાવવામાં, કંઈ બાકી નથી રાખ્યું....' આવા અનેક વિચારો કરી, પસ્તાવો કરવા લાગ્યા. બે મુનિઓએ આવીને, આચાર્યદેવને વંદના કરીને નિવેદન કર્યું : “ગુરુદેવ, એ અતિચિમુનિ તો ગામની બહાર શાલવૃક્ષની નીચે ધ્યાનસ્થ બનીને ઊભા છે.' રાજાએ કહ્યું : “ભગવંત, અમે ત્યાં જઈને, મુનિરાજને પ્રાર્થના કરીશું. ક્ષમાયાચના કરીશું...' રાજા અને પુરોહિત રથમાં બેસી, નગરની બહાર જ્યાં શાલવૃક્ષ હતું, ત્યાં ગયા. રથમાંથી ઊતરી, એ બંનેએ મુનિરાજને વંદના કરી. રાજાએ મુનિરાજને ઓળખ્યા. “અહો, આ તો મારા જ્યેષ્ઠ ભ્રાતા છે! આમને હું મારું મુખ પણ બતાવવા લાયક નથી.” મુનિરાજે ધ્યાનપૂર્ણ કરી “ધર્મલાભનો આશીર્વાદ આપ્યો અને કહ્યું : અરે મહાશ્રાવક, તમારા રાજ્યમાં સાધુઓની કદર્થના તમારા જ કુમાર કરે, તમે એમનું અનુશાસન ના કરો, એ શું તમારા માટે યોગ્ય છે?' રાજા સમરકેતુ રડી પડ્યા. રુદન કરવા લાગ્યા. પુરોહિત પણ રડવા લાગ્યો. મુનિરાજે કહ્યું : સમરકેતુ, સાધુઓની કદર્થના કરવાનું ફળ તમે જાણો છો? કુમારો કદર્થના કરે અને તમે કરવા દો. તમે ઘોર પાપકર્મ બાંધ્યા છે. સાધુઓને સતાવવામાં તમને બધાને ખૂબ મજા આવે છે ને? એની સજા આ ભવમાં ને પરભવમાં કેવી ભોગવવી પડશે, એ જાણવું છે?” @g ભાગ-૨ # ભવ છઠો For Private And Personal Use Only
SR No.008951
Book TitleSamaraditya Mahakatha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy