SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ના રે ના, આ અતિ ગુપ્ત વાત છે. તમે ત્રણેય પણ, જાણે તમે કંઈ જાણતા નથી. એ રીતે વર્તજો.” ભલે, અમે એમ જ વર્તીશું. તમે જરાય ચિંતા ના કરશો. અમારા યોગ્ય કામ અમને બતાવજો.' મહેશ્વરે કહ્યું. ધરણે પોતાની હવેલીના પૂર્વ દિશા તરફના ભાગને મહામંત્રીનું કાર્યાલય બનાવી દીધું હતું. આગળના ભાગમાં આમ્રવૃક્ષો અને અશોકવૃક્ષોનું ઉદ્યાન હતું. માણસો કાર્યાલયમાં પ્રવેશે એટલે એમને પીવા માટે પાણીની વ્યવસ્થા હતી. તે પછી બેસવા માટે લગભગ ૧૦૦ આસનો, એ ખંડમાં ગોઠવેલાં હતાં. એ ખંડમાંથી ઉત્તર તરફની દિશામાં, બીજા ખંડમાં જવાનો માર્ગ હતો. એ ખંડમાં વિરેન્દ્ર બેસતો હતો. એના ખંડમાંથી ધરણના ખંડમાં જવાનો રસ્તો હતો. વીરેન્દ્ર ચપળ અને બાહોશ યોદ્ધો હતો. તે પોતાની કમરે બે તીક્ષ્ણ છરી હમેશાં રાખતો. એની છરી પચાસ વાર દૂરનું નિશાન વીંધી શકતી હતી. એનો પોલાદી મુક્કો મોટા મોટા પહેલાવાનોને ભૂમિ ચાટતા કરી દેતો. એની લાત ભલભલા બહાદૂરોને દૂર ફંગોળી દેતી. એ મહારાજાનો અંગરક્ષક હતો. મહારાજાએ એને ધરણની સેવામાં મૂકી દીધો હતો. ધરણના ખંડમાં સેનાપતિ સિંહકુમાર બેઠો હતો. ધરણે સેનાપતિને બોલાવ્યો હતો. એને સેના અંગે પૂરી માહિતી મેળવવી હતી. ધરણે કહ્યું : ‘સિંહકુમાર, આપણી હસ્તીસેના કેટલી છે? મહામંત્રીજી, હસ્તીસેના છે જ નહીં જુઓ, મેં મહારાજાને ૧૦૦ હાથી આપેલા છે. આપણે એ હાથીઓને સેનામાં ભરતી કરી દેવાના છે. હાથીઓને યુદ્ધનું પ્રશિક્ષણ આપવાની વ્યવસ્થા કરો. હાથી પર બેસીને, તીર ચલાવી શકે તેવા ૧૦૦ ધનુર્ધારીઓ તૈયાર કરો. હસ્તીસેનાનો એક સેનાપતિ નિયુક્ત કરો. એ તમારા હાથ નીચે રહેશે. મહામંત્રીજી, આવતી કાલથી જ આ કામ શરૂ થઈ જશે...” ‘હસ્તીસેના ક્યારે તૈયાર થશે?' “લગભગ એક મહિનો લાગશે..” જુઓ સિંહકુમાર, આ કામ ત્વરાથી કરવાનું છે. એ માટે જે કંઈ જોઈએ, તમે મારી પાસેથી લઈ જજો.. હા, હવે બીજી વાત. આપણી પાસે અશ્વસેના કેટલી છે?” લગભગ ૨૦૦ ઘોડા હશે.” ૯૩૨ ભાગ-૨ # ભવ છઠ્ઠો For Private And Personal Use Only
SR No.008951
Book TitleSamaraditya Mahakatha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy