SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજાએ કહ્યું : “ઠીક છે, એ વાત પછી કરીશ, પરંતુ તે કહે કે તારા વહાણમાં કેટલું ધન છે?' સુવદને કહ્યું : “લગભગ દસ હજાર સુવર્ણની ઈંટોના સંપુટો અને બીજુ કેટલુંક કરિયાણું હશે..' રાજાએ ધરણને પૂછ્યું. ધરણે કહ્યું : તે કહે છે તે બરાબર છે.' રાજા ગૂંચવાયો. ‘આ ધન કોનું?' રાજાએ ટોપશેઠ સામે જોયું. ટોપશેઠ ગુસ્સાથી લાલપીળા થઈ ગયા. ઊભા થઈને બોલ્યા : “અરે નિર્લજજ પાપી, પારકી સ્ત્રી અને પારકું ધન પોતાનું કરીને બેઠો છે. ને અહીં અસત્ય બોલે છે? મહારાજા, જો આ ચીનના શાહુકારના વહાણમાં જે ધન છે અને આ સ્ત્રી, તે ધરણના ના હોય તો હું મારું બધું ધન આપી દઉં... અરે, મારા પ્રાણ પણ આપી દઉં... માટે આપ અહીં દિવ્ય કરાવો. આ વાતનો ન્યાય દિવ્ય કરવાથી જ થશે.” ધરણે વિચાર્યું : “હવે મારે સ્પષ્ટ નિશાની બતાવીને, વાતનો અંત લાવવો પડશે.' તેણે રાજાને કહ્યું : મહારાજા, દિવ્ય કરવાની જરૂર નથી... અને મારે છે તથા સ્ત્રીની પણ જરૂર નથી. ભલે એ સુવદન લઈ જાય...' નહીં નહીં...” ટોપડધરણ પાસે આવીને બોલ્યા. તેમણે કહ્યું : “વત્સ, અત્યારે ઉદાર બનવાનું નથી... અત્યારે તો ન્યાય થવો જ જોઈએ.” સુવદન બોલ્યો : “આ શ્રેષ્ઠીપુત્ર ખોટો છે, એટલે જ ઉદાર બનવાની વાત કરે છે. આ ધન અને આ સ્ત્રી મારાં જ છે.” ધરણે કહ્યું : “મહારાજા, નિર્ણય કરવાનો એક ઉપાય છે. આપ વહાણમાંથી સોનાની ઈટોનાં સંપુટ મંગાવો. એ સંપુટ પર મારું નામ અંકિત છે.' તારું નામ?” ધરણ.' રાજાએ નગરના આગેવાન પાંચ નાગરિકોને વહાણ પર મોકલી, બે સંપુટ મગાવ્યા. રાજાએ સંપુટને ચારે બાજુથી જોયો. એના પર ધરણનું નામ ન હતું. રાજાએ કહ્યું : “ધરણ, આ સંપુટ પર તારું નામ નથી.” સુવદન જોશમાં આવી ગયો. તેણે કહ્યું : “મહારાજા, આપ જે ન્યાય કરો, તે મને માન્ય છે. આપની સામે આ શ્રેષ્ઠીપુત્ર આવું મહાજૂઠાણું બોલે છે. છતાં જીવત છે.” ૧૪ ભાગ-૨ # ભવ છઠો For Private And Personal Use Only
SR No.008951
Book TitleSamaraditya Mahakatha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy