SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પથિયાં ઊતરીને મેં ખોબેખોબે પાણી પીધું... અને કિનારે આવીને ઊભો. કિનારા પર અશોકવૃક્ષની હારમાળા હતી. સરોવરમાં અસંખ્ય કુમુદ પુષ્પો ખીલેલાં હતાં. ચક્રવાક વિનાની ચક્રવાકી પાણી ઉપર મસ્તક પછાડી કરુણ રુદન કરતી હતી. હંસ વિનાની હંસી ચારે દિશામાં હંસને શોધતી... વ્યાકુળ બની ધમપછાડા કરતી હતી. આવાં બધાં દશ્યોએ, મને વિલાસવીની તીવ્ર સ્મૃતિ કરાવી. હું કિનારા પરનાં વૃક્ષોની છાયામાં બેસી ગયો... મને કુલપતિ યાદ આવ્યા... તપસ્વિની ભગવતી યાદ આવી. કુલપતિએ કરેલા ભવિષ્યકથનના શબ્દો યાદ આવ્યા.‘એને પતિનું મિલન થશે. એ વૈષયક સુખો ભોગવશે... પછી છેવટે ધર્મપુરુષાર્થ કરી જીવવને સફળ બનાવશે...' આ ભવિષ્યકથન મુજબ વિલાસવતી આત્મહત્યા તો ન જ કરે. એ જીવતી રહેશે. હા, મારે એની શોધ કરવી પડશે... આ પ્રદેશમાં જો કોઈ પરિચિત ફળો મળી જાય તો ખાઇને પછી આગળ વધું. હું ઊભો થયો. સરોવ૨ના કિનારે કિનારે ચાલ્યો... ત્યાં મને નારંગીનાં ફળ દેખાયાં. હું રાજી થયો. ખૂબ નારંગી ફળો ખાધાં. ક્ષુધા કંઇક અંશે શાંત થઈ... પછી ત્યાં જ ડાબે પડખે સૂઇ ગયો... મને ઘસઘસાટ ઊંધ આવી ગઈ. જ્યારે જાગ્યો ત્યારે સૂર્યાસ્ત થઈ ગયો હતો. મેં રાત્રિ એ જ પ્રદેશમાં પસાર કરવાનું વિચાર્યું. સરોવરમાં ઊતરી, મોઢું ધોઈને, પાણી પીધું. પછી ત્યાં જ બેઠો. હંસ અને હંસીનાં જોડાંઓને સ્વચ્છન્દ ક્રીડા કરતાં જોયાં, આશ્રમમાં વિલાસવતીને આવું જોડું ખૂબ ગમતું હતું... હવે વિલાસવતી વિના એને કોણ રમાડશે? મને આશ્રમની વાતો યાદ આવવા લાગી. એ મૃગશાવકો, એ મેના-પોપટ ... એ હંસ-હંસી અને સારસ-સારસી સાથે નિર્દોષ ક્રીડા કરતી વિલાસવતી... વાત્સલ્ય નીતરતાં નયનોવાળાં તપસ્વિની. જ્ઞાનસૂર્યસમા પ્રભાવશાળી કુલપતિ દેવાનંદજી... તાપસકુમારો... ને તાપસકન્યાઓ... ‘ખરેખર, અમે ત્યાં સુખી હતાં... ત્યાં જ રહી ગયાં હોત તો...? વિલાસવતીને ગુમાવવાનો આવો અવસર ના આવત...' આવા અનેક વિચારો કરતો કરતો હું સરોવરમાંથી બહાર આવ્યો અને જ્યાં અશોકવૃક્ષની ઘટા હતી ત્યાં ગયો, એક પથ્થરશિલા મળી ગઈ. એના ઉપર પર્ણશૈયા બનાવીને સૂઈ ગયો. પ્રભાતે પંખીઓના કલરવે મને જગાડી દીધો. દેવગુરુનું સ્મરણ કરીને, હું ઊભો થયો. સરોવકિનારે જઈ મેં હાથ-પગ અને મોઢું ધોયું. એક દિશામાં મને ફણસનાં વૃક્ષો દેખાયાં. એ બાજુ ગયો. વૃક્ષો પર સેંકડો ફણસનાં ફળો લટકી રહ્યાં હતાં. મેં બે ફળ તોડ્યાં અને પેટ ભરીને ખાધાં. ત્યાંથી હું સીધો સમુદ્રકિનારે ગયો. મારી કમરે બાંધેલું, પેલું ‘નયનમોહન વસ્ત્ર’ મને યાદ આવ્યું. મારા બંને હાથ એ વસ્ત્રને સ્પર્શા. મને એવી લાગણી થઈ આવી કે ‘મને આજે આ કિનારા પર વિલાસવતીનો સંયોગ થશે!' મારા શરીરે રોમાંચ 9. ભાગ-૨ * ભવ પાંચમો For Private And Personal Use Only
SR No.008951
Book TitleSamaraditya Mahakatha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy