SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પરંતુ આ કન્યાને જોઈને મારામાં અનંગ કેમ પ્રગટ્યો? મારું મન વાસનાઘેલું કેમ બન્યું? વિલાસવતી સિવાય, કોઈ પણ સ્ત્રી પ્રત્યે મારું મન, આજ દિન સુધી વિકા૨વશ નથી બન્યું... મને કંઈ સમજાતું નથી... હું આ વનકન્યાની પાછળ પાછળ જાઉં... જરૂર એ તપોવનમાં જ રહેતી હશે. તપોવનમાં અન્ય સ્ત્રી-પુરુષ પણ રહેતાં હશે. ત્યાં જવાથી જ મારી જિજ્ઞાસાઓનું સમાધાન મળી શકશે.’ Acharya Shri Kailassagarsuri Gyanmandir હું આગળ ચાલ્યો. એ જ લતાનિકુંજમાં પ્રવેશ્યો. ત્યાંથી મને એ તાપસકન્યા દેખાતી હતી. તે મંદગતિએ ચાલતી હતી અને થોડે દૂર ગયા પછી તેણે પાછળ જોયું. પાછળ કોઈ ના દેખાયું એટલે તે ત્યાં ઊભી રહી ગઈ. પુષ્પોની છાબડી જમીન પર મૂકી. તેણે પહેરેલું વલ્કલ-વસ્ત્ર ઠીક કર્યું. બે હાથે પોતાના કેશસમૂહને સ૨ખો કર્યો. ત્યાર પછી તેણે સંપૂર્ણ શ૨ી૨ને મરોડ્યું. બંને હાથ ઊંચા કરી... પોતાના વક્ષ:સ્થળને જોવા લાગી... પછી મોટું બગાસું ખાઈ... તે જમીન પર પગ લાંબા કરીને બેસી ગઈ. ચારે બાજુ નજર ફેરવવા લાગી. મને આશ્ચર્ય થયું. ‘આ દેખાય છે તાપસકન્યા... એનો વેષ છે તાપસકન્યાનો... અને એ ક્રિયા કરી રહી છે. સામાન્ય સંસારી સ્ત્રી જેવી! એની આંખોમાં અનંગનું રમણ દેખાય છે... પરંતુ મારે આવા બધા વિચારો શા માટે કરવા? જવા દો એને એના સ્થાને...’ હું પેલી ગિરિનદી તરફ ચાલ્યો. મેં ફલાહાર કરી પાણી પીધું અને એ રમણીય પ્રદેશમાં ફરવા લાગ્યો. ધીરે ધીરે તે પહાડ તરફ આગળ વધ્યો. ઊંડી કોતરાયેલી ખડકાળ ભૂમિ શરૂ થઈ. હું ચાલતો રહ્યો. ક્યાંક ક્યાંક ઝરણાનાં પાણી અટવાઈને, કાળમીંઢ પથ્થરોમાં પડેલી મોટી બખોલોમાં ભરાઈ રહ્યાં હતાં, ત્યાં ક્યાંક આડી આવતી ભેખડોના કારણે ઝરણું મૂંઝાઈને ઊભું રહી ગયું હતું. આખરે હું એક ધરામાં પડતા ધોધના ઉપરવાસમાં જઈ પહોંચ્યો. ત્યાં જેમતેમ ઊગેલા બોરસલીના ઝાડનાં ઝૂંડની છાયામાં જઈને ઊભો રહ્યો. મારો ચહેરો લાલ થઈ ગયો હતો, અને શરીરમાંથી ફૂટતા પ્રસ્વેદના કારણે સ્નિગ્ધ બની ગયો હતો, મેં મારા ઉત્તરીય વસ્ત્રથી ચહેરો લૂછી નાખ્યો. વાતાવરણમાં તડકો પણ ઠીક ઠીક ફેલાયો હતો. ઠેર ઠેર ભરાયેલાં પાણીની ભીનાશ પથ્થરશિલાઓમાંથી ઉપર ઉઠતી હતી. ગીચ ઝાડીથી મઢેલી ધરતીમાંથી કંઈક તીખી-ભીની સોડમ નીકળતી હતી. ૭૩ ત્યાં મને વિલાસવતી યાદ આવી... તાપસકન્યા યાદ આવી... મનોમન હું બોલી ઊંચો : વિલાસવતી, તું ભવ્ય છે... અતિ સુંદર છે. મારા હૃદયમાં હર પળે તારા નામનો ધબકાર થયા કરે છે. તારાં વગર મારા અસ્તિત્વનો કોઈ અર્થ નથી...’ મારા અજ્ઞાત મનમાંથી આવાં વાક્યો ઊઠવા લાગ્યાં. એ વાક્યોના સંદર્ભમાં ઊઠતાં સંવેદનો મારા રોમરોમમાં પડઘાતાં હતાં. ગિરિનદીની ભીના... હરિયાણા વાતાવરણમાં મારું મન વિલાસવતીના સાન્નિધ્યને ભાગ-૨ ૪ ભવ પાંચમો For Private And Personal Use Only
SR No.008951
Book TitleSamaraditya Mahakatha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy