SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રકાશમાં એક દિવ્ય આકૃતિ પ્રગટ થઈ. દિવ્ય રૂપ... અદ્ભુત લાવણ્ય હતું એ દેવીનું! મોટા ભારે નિતંબ હતા, પતલી કમર હતી. ઉન્નત વક્ષઃસ્થલ હતું. શરદપૂનમ જેવું મુખ હતું. વિકસિત નીલકમલ જેવાં નયન હતાં. ઘનશ્યામ કેશસમૂહ હતો. પવનમાં એ દેવીનાં વસ્ત્રો ઊડી રહ્યાં હતાં. ગળામાં સુગંધિત પુષ્પોની માળા હતી. યક્ષકન્યા નીચે ઊતરી આવી. તેણે સિદ્ધપુરુષને પ્રણામ કર્યાં. સ્નેહથી પૂછ્યું : ‘મને યાદ કરવાનું પ્રયોજન?' Acharya Shri Kailassagarsuri Gyanmandir સિદ્ધપુરુષે કહ્યું : ‘બીજું કોઈ પ્રયોજન નથી, મારો આ મિત્ર, દિવ્ય તત્ત્વનાં દર્શનને ઝંખતો હતો, માટે તમને યાદ કર્યાં, દેવીએ મારી તરફ જોયું. મેં પણ દેવી તરફ જોયું. દેવીએ મને કહ્યું : ‘ભદ્ર કહે, તારું શું પ્રિય કરું?' મેં કહ્યું : ‘તમારાં દર્શન જ મને પ્રિય હતાં, તે થઈ ગયાં... આનાથી વધારે મને બીજું કંઈ પ્રિય નથી.' ‘ભદ્ર, તારી નિ:સ્પૃહતાથી હું વધારે પ્રસન્ન થઈ છું. દેવ-દેવીનાં દર્શન નિષ્ફળ ના જાય, માટે હું તને આ ‘નયનમોહન’ નામનું દિવ્ય વસ્ત્ર આપું છું, તે ગ્રહણ કર. આ વસ્ત્રથી તું અદૃશ્ય બની શકીશ... 2 મેં દેવીનાં ચરણોમાં નમન કરી, દિવ્ય વસ્ત્ર ગ્રહણ કર્યું. દેવી અદૃશ્ય થઈ ગઈ. અમે બંને નગરમાં આવ્યા. મારા આવાસમાં આવીને મેં સિદ્ધપુત્રને કહ્યું : શ્રી સમરાદિત્ય મહાકા ‘હે યોગીપુરુષ, ખરેખર તમે સિદ્ધ પુરુષ છો. મંત્રબળથી તમે દેવી-દેવતાઓને બોલાવી શકો છો અને એમની પાસે ધારેલું કાર્ય કરાવી શકો છો. હવે મને તમારી સાધના પર શ્રદ્ધા થઈ ગઈ! પરંતુ હવે મારી વિનંતી છે કે, દેવીએ આપેલું આ દિવ્ય વસ્ત્ર આપ ગ્રહણ કરો. આપના પ્રભાવથી મળ્યું છે, માટે આપ જ આ વસ્ત્રના અધિકારી છો!' સિદ્ધપુત્રે કહ્યું : ‘મનોરથ, આ દિવ્ય વસ્ત્ર મહાદેવીએ તારા પર પ્રસન્ન થઈને તને આપ્યું છે. તારી પાસે રાખ. ક્યારેક તને આ ઉપયોગી બનશે... અને તે છતાંય તારે ના રાખવું હોય તો કોઈ સુયોગ્ય સાત્ત્વિક પુરુષને આપજે.' મનોરથે મને કહ્યું : ‘મહારાજકુમાર, આજ દિન સુધી આ વસ્ત્રનો મૈં ઉપયોગ નથી કર્યો... જરૂર જ નથી પડી મને અદૃશ્ય થવાની! માટે તમને આપું છું...' મેં કહ્યું : ‘મનોરથ આ સુવર્ણભૂમિ તને ફળી છે! આવા સિદ્ધ પુરુષના તારા પર આશીર્વાદ છે!' For Private And Personal Use Only ૧૧
SR No.008951
Book TitleSamaraditya Mahakatha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy