SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એવી રીતે વૈષયિક સુખોને પણ પરિણામે દુઃખદાયી સમજ. વૈષયિક સુખોમાં મૂઢ બનેલો મનુષ્ય કેવા તીવ્ર રાગ-દ્વેષ કરે છે? એના ચિત્તમાં ક્ષણ વાર પણ શાન્તિ હોતી નથી, સમતા હોતી નથી. એ પ્રગાઢ પાપકર્મ બાંધતો રહે છે. જ્યારે એ પાપકર્મો ઉદયમાં આવે છે... ત્યારે અસહ્ય દુ:ખ, ત્રાસ અને વેદનાઓ આપે છે.' ધનકુમારે ગુરુદેવને કહ્યું : “ભગવત, હું મારા માતા-પિતાની અનુમતિ લઈને આવું છું. આપ મને “ચારિત્રધર્મ' પ્રદાન કરી, મારા આત્માનો ઉદ્ધાર કરજો..... મારે દીક્ષા લેવી જ છે...' ગુરુદેવે કહ્યું છે : “વત્સ, તને સુખ ઊપજે એમ કર. પરંતુ હવે પ્રમાદ ના કરીશ, મમતાના બંધનમાં ના બંધાઈશ... તારે જે પુરુષાર્થ કરવો છે, તે પુરુષાર્થનો અવિલંબ પ્રારંભ કર.' ધનકુમારે ગુરુદેવને વંદના કરી. તે ઘરે આવ્યો. સૂર્ય અસ્તાચલ તરફ ઢળી રહ્યો હતો. માતા શ્રીદેવી અને પિતા વૈશ્રમણ પુત્રની પ્રતીક્ષા કરી રહ્યાં હતાં. ધનકુમાર આવ્યો. માતા-પિતાએ પુત્રની સાથે બેસીને ભોજન કર્યું. ભોજન કરીને, ત્રણે હવેલીના મંત્રણાખંડમાં જઈને બેઠાં. ધનકુમારે વાતનો પ્રારંભ કર્યો. “પિતાજી, આજે હું સિદ્ધાર્થ ઉદ્યાનમાં ગયો. ત્યાં એક વિશિષ્ટ જ્ઞાની, જાતિસ્મરણ જ્ઞાનવાળા મુનીશ્વરનાં દર્શન થયાં. તપશ્ચર્યાથી એમનો દેહ કૃશ છે, પરંતુ તેમની તેજસ્વિતા અપૂર્વ છે. તેઓ જેવા રૂપવાન છે તેવા જ ગુણવાન છે. મેં આજે તેઓના વૈરાગ્યનું કારણ પૂછ્યું, અને તેઓએ પોતાના નવ-નવ ભવનું દારુણ ચરિત્ર કહ્યું. સાંભળતાં સાંભળતાં મારાં રુવાટા ખડાં થઈ ગયાં.... કેવા ઘોર ત્રાસ અને દારુણ વેદનાઓ એમણે એ ભવોમાં ભોગવી છે? ઘનશ્રીએ મારા ઉપર કરેલા કાર્મણપ્રયોગથી થયેલી વેદના તો એની આગળ કોઈ વિસાતમાં નથી.” પિતાજીએ કહ્યું : “વત્સ, ધનશ્રીને ભૂલી જા. અને એણે આપેલાં કષ્ટોને પણ ભૂલી જા. અમે તારા માટે સુયોગ્ય રૂપવતી અને ગુણવતી કન્યાની શોધ શરૂ કરી દીધી છે. બે-ચાર દિવસમાં જ અમે તારાં લગ્ન કરી દેવાનું નક્કી કર્યું છે.' ના, ના, પિતાજી, આજે તો મારું મન સમગ્ર સંસાર પ્રત્યે વૈરાગી બની ગયું છે. હું તો આપની અનુમતિ ચાહું છું. ગૃહત્યાગ કરી ચારિત્રધર્મ અંગીકાર કરવા માટે. આ સંસારવાસ ભયંકર છે. જાણે-અજાણે જીવ ન કરવાનાં અકાર્યો કરી બેસે છે, આ સંસારમાં. અને ભયાનક પરિણામ એને અનેક જન્મોમાં ભોગવવા પડે છે...' ધનકુમારે યશોધર મુનિના નવ ભવની કથા માતા-પિતાને સંભળાવી. સાંભળીને શ્રીદેવી અને વૈશ્રમણની સંસાર પ્રત્યેની આસક્તિ તૂટી ગઈ. તેઓ વિરક્ત બની ગયાં. શ્રીદેવીએ કહ્યું : “વત્સ, સાચે જ આ સંસારવાસ દુઃખપૂર્ણ છે. અમારાં બંનેનાં હૃદયમાં વૈરાગ્યભાવ પ્રગટ્યો છે. આ સંસારવ્યવહાર, આ વૈભવ-સંપત્તિ, બધું તને ભાગ-૨ # ભવ ચોથો gug For Private And Personal Use Only
SR No.008951
Book TitleSamaraditya Mahakatha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy