SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘તેમાં હું શું કરું? મારાથી આ ગર્ભનો ભાર સહન થતો નથી... મને ચેન પડતું નથી...' માલિની સમજદાર સ્ત્રી હતી. તેણે વિચાર્યું : “જો હું ઔષધ નહીં લાવી આપું તો આ જાલિની બીજી કોઈ સ્ત્રી પાસે લાલચ આપીને પણ પધ મંગાવશે... ને ગર્ભને હણી નાંખશે. હું જ ઔષધ લાવી આપું! એવું હળવું ષધ લાવી આપું કે ગર્ભપાત થાય જ નહીં! ભલે ને એ રોજ પધ-સેવન કરતી રહે...” માલિનીએ કહ્યું : “ભલે જાલિની, આવતીકાલે ગમે ત્યાંથી ઔષધ મેળવીને તને આપી જઈશ... બસ' જાલિની માલિનીના ગળે વળગી પડી. ખૂબ હેત વરસાવ્યું. ૦ ૦ ૦ માલિનીએ પધ લાવી આપ્યું. જાલિનીએ ઔષધસેવન કરવા માંડ્યું. માલિનીએ “ગર્ભપાતની વાત બ્રહ્મદત્તને કરી દીધી. બ્રહ્મદત્તને કહ્યું : “જો કે ગર્ભપાત નહીં જ થાય, પરંતુ બાળકનો જન્મ થયા પછી એને મારી ના નાખે, તે માટે સાવધાન રહેવું જોઈએ.' બ્રહ્મદત્તે કહ્યું : “માલિની, બાળકનો જન્મ થતાં જ તારે એને લઈ લેવો. જાલિનીને બુદ્ધિપૂર્વક સમજાવવી... એ બાળક આપી દેશે.. આમેય એને એ ગમતું તો નથી જ. પછી એ બાળક તારે મને સોંપી દેવાનું. હું એની રક્ષા કરીશ, એને ગુપ્ત સ્થાનમાં રાખીને, એનું લાલન-પાલન કરીશ....” માલિનીએ કહ્યું : “મંત્રીપુત્ર, આપની યોજના બરાબર છે. હું બાળક તમને લાવી આપીશ.” માલિની જાલિનીની પાસે જ રહેવા લાગી. સાત દિવસ પૂરા થયા છતાં ગર્ભપાત ના થયો, એટલે જાલિનીએ કહ્યું : “માલિની, આ તે કેવો ગર્ભ છે? કોઈ દવાની એને અસર જ થતી નથી... મરતો જ નથી....” માલિનીએ કહ્યું : “દેવી, ક્યારેક આવું બને છે. ઘણા ઉપાયો કરવા છતાં ગર્ભ મરતો નથી. નિકાચિત આયુષ્યકર્મ લઈને આવેલો જીવ મરતો નથી...” પણ એક કામ કરીએ. તું બીજી તીવ્ર ઔષધિ લઈ આવ... જેવી એ ઓષધિ પેટમાં જાય કે ગર્ભ ગળી જાય કે સડી જાય... અથવા પડી જાય...” “ભલે, તારી ઇચ્છા છે તો બીજી ઔષધિ લઈ આવીશ.. પણ તીવ્ર ઓષધિ ગર્ભને નુકસાન તો કરે જ છે, સાથે સાથે માતાને પણ નુકસાન કરે છે. માટે તું વિચારી લેજે...” “માતાને શું નુકસાન કરે?” “માતા ગાંડી થઈ જાય.. પેટમાં ચાંદાં પડી જાય. અને કદાચ મરી પણ જાય...” 390 ભાગ-૧ ૪ ભવ ત્રીજો For Private And Personal Use Only
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy