SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આત્માનું જ્ઞાન થાય છે. તે આત્માને ઓળખે છે. પછી તે પરમાત્માને... મહાત્માઓને અને ધર્મતત્ત્વને જાણે છે. આત્મા, મહાત્મા અને પરમાત્માને જાણે છે અને ધર્મને જીવનમાં જીવવાની ઇચ્છા રાખે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્યારે એનાં કર્મો ઘણાં-ઘણાં નાશ પામે છે ત્યારે તેને વ્રતમય ગૃહસ્થ ધર્મ ગમે છે અને એ વ્રતોને સમજીને, વ્રતોનો સ્વીકાર કરીને, વ્રતોનું પાલન કરે છે. એ બાર વ્રતો તમને સમજાવું છું, તે તમે સાંભળો : * પહેલું વ્રત છે પ્રાણાતિપાત-વિરમણનું. કોઈ પણ જીવને જાણીબૂજીને કે પ્રમાદથી મારવો નહીં. * બીજું વ્રત છે મૃષાવાદ-વિરમણનું. એવું ખોટું-અસત્ય નહીં બોલવું કે જેથી બીજા જીવોના પ્રાણ જાય. * ત્રીજું વ્રત છે અદત્તાદાન-વિરમણનું. ચોરી ન કરવી, * ચોથું વ્રત છે પરસ્ત્રીગમન-વિરમણ અને સ્વસ્ત્રી-સંતોષનું. * પાંચમું વ્રત છે પરિગ્રહ પરિમાણનું, પરિગ્રહની સીમા નક્કી કરવાનું. * છઠ્ઠું વ્રત દિશાઓમાં ગમનાગમન કરવાના નિયંત્રણનું. * સાતમું વ્રત છે ભોગ-ઉપભોગનાં સાધનોનું પરિમાણ નક્કી કરવાનું. * આઠમું વ્રત છે અનર્થ-દંડ-વિરતિનું. હિંસાનાં સાધનો બીજા મનુષ્યોને આપવાં નહીં, પાપ કરવાનો ઉપદેશ ન આપવો અને અતિ પાપવાળા ધંધા ન કરવા. ૧૩૪ * નવમું વ્રત છે ‘સામાયિકનું.' નિશ્ચિત સમયમાં સમતા ભાવે રહેવું. * દશમું વ્રત છે ‘દેશાવકાશિક' નામનું. આ વ્રત છઠ્ઠા વ્રતનું પૂરક છે. * અગિયારમું વ્રત છે ‘પૌષધ’નું. ઉપવાસ કરી, બ્રહ્મચર્ય પાળી, નાહ્યા ધોયા વિના... બધી જ પાપ પ્રવૃત્તિનો ત્યાગ કરી. દિવસ-રાત ધર્મધ્યાનમાં રહેવાનું. * બારમું વ્રત છે ‘અતિથિસંવિભાગ’નું. ન્યાયોપાર્જિત દ્રવ્યથી, શ્રદ્ધા-સત્કાર અને ૫૨મ ભક્તિથી, સ્વાત્માના ઉપકાર માટે સાધુ-પુરુષોને અન્ન-પાણી વગેરે પદાર્થો આપવાના. રાજન, આ રીતે શુભ ભાવથી વ્રતોનું પાલન કરતાં કરતાં, જ્યારે ઘણાં-ઘણાં પાપકર્મોનો નાશ થઈ જાય છે ત્યારે સાધુધર્મનું પાલન કરવાની અભિલાષા પ્રગટે છે. ક્ષમા, નમ્રતા, સરળતા, નિર્લોભતા, તપ, સંયમ, સત્ય, શૌચ, અકિંચન્ય અને બ્રહ્મચર્યસ્વરૂપ સાધુધર્મના પાલનથી આત્મા વિશુદ્ધ બનતો જાય છે. ભાવોની વિશુદ્ધિ થતી જાય છે. કર્મોની નિર્જરા થતી જાય છે... અને એક દિવસે સર્વ કર્મોનો નાશ થઈ જાય છે. આત્મા પરમ પદ-મોક્ષને પામે છે.’ ‘ભગવંત, આપે કૃપા કરી, મહતી કૃપા કરી... મને મોક્ષનું સ્વરૂપ સમજાવ્યું, ભાગ-૧ (ભવ પહેલો For Private And Personal Use Only
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy