SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir િનવપદ આરાઘના (છઠ્ઠો દિવસ) ની જેની પ્રાપ્તિ આત્માને અંધકારથી પ્રકાશ તરફ ઘેરી જાય છે. એ સમ્યગુ દર્શનને અનંતશઃ પ્રણામ. | દર્શન એટલે જોવું દેખવું. સમ્યગ એટલે સાચી રીતે સારી રીતે...જે વસ્તુ જેવી છે. એવી જ એને જોવી એનું નામ સમ્યગુદર્શન! અફકોર્સ, આપણે બધા દર્શન તો કરીએ છીએ.. જોઈએ તો છીએ, પણ આપણું દર્શન ભાગ્યે જ સમ્યગુ હોય છે! આપણી આંખો પર માન્યતાઓ, પ્રતિબદ્ધ પૂર્વગ્રહો અને જડ વળગણોનાં ચશમાં ચઢાવીને જ આપણે બધા જોતા હોઈએ છીએ ને? માટે તો સાચી સમજણ આપણે કેળવી શકતા નથી કે સારી દૃષ્ટિ આપણે મેળવી શકતા નથી...! દર્શન વ્યક્તિનું હોય કે સમષ્ટિનું જોવું વસ્તુનું હોય કે વિશ્વનું સમજવું આત્માનું હોય કે પરમાત્માનું! બધું જ “સમ્યગુ હોવું જોઈએ. સમીચીન હોવું જોઈએ...! સમ્યગુ જનાર કશું જ ખોતો નથી... જ્યારે સમ્યગુ નહીં જોનાર ખોટે રસ્તે દોરવાઈને સર્વસ્વ સળગાવી બેસે છે. શ્વેત રંગમાં સમ્યગુ દર્શન પદની ઉપાસના પાછળ આ એક જ રહસ્ય છે. શ્વેત રંગ સ્વસ્થતા માટે સૂચક ગણાય છે...સમજૂતી માટે સૂચક છે. મનની સ્વસ્થતા વિચારોની એકાગ્રતા ચિત્તની સહજતા માટે સમ્યગુ દર્શન પદનું આરાધન કરવાનું છે... સમજણનો નાનકડો દીવો જીવનખંડમાં જલી ઊઠશે તો અંતર આનંદની અમીરાતથી ઊભરાવા માંડશે. જો જો તમારું દર્શન પ્રદર્શન ના બને! તમારી સમજણ ઘર્ષણ ના બને વિચાર પંખી For Private And Personal Use Only
SR No.008948
Book TitleVichar Pankhi
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy