SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવન છે સંગ્રામ! આજે છે વિજયાદશમી! વિજયને વરવાની તિથિ! વિજય મેળવવાનો મોંઘો દિવસ! નવરાત્રિના દિવસો દરમિયાન કરેલી ઉપાસનાની એક જ ફલશ્રુતિ હોઈ શકે અને તે વિજયા શેના પર વિજય? પૂછો છો? આપણી જાત પર! બીજું બધું હારી જઈશું તો ચાલશે બહુ નફો-નુકસાન નહીં રહે.. પણ જો જાત સામે હારી ગયા તો તો એ હાર નામોશીભરી હાર ગણાશે. જાત સાથે ઝઝમવું છે. અને જાત સામે જીતવું છે. આજનું પર્વ જીવવાની ઝળહળતી પ્રેરણા આપતું પાવન પર્વ છે. જાતને તમે જીતી લો, જગત આપોઆપ જીતાઈ જશે. હૈયાના કુરુક્ષેત્ર ઉપર પળેપળનો સંગ્રામ ચાલી રહ્યો છે, વાસનાઓ અને ભાવનાઓ વચ્ચે! વાસનાના રાવણને ઉપાસનાના રામ બનીને આરાધનાના તીર વડે વીંધી નાંખીએ.. યાદ રાખો “અર્નેસ્ટ હેમિંગ્વ'નું આ વાક્ય! 'Man is not made for defeat, a man can be destroyed but not defeated!' વિચાર પંખી For Private And Personal Use Only
SR No.008948
Book TitleVichar Pankhi
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy